કેળા

કેળાંના થડમાં ધનેરા

Odoiporus longicollis

જંતુ

ટૂંકમાં

  • પાંદડાની સપાટી કે થડ પર નાના છિદ્રો.
  • જેલી ગુંદર જેવું ઉત્સર્જંન.
  • પાંદડા પીળા પડવા.
  • અટકેલો વિકાસ.
  • પુખ્ત ધનેરા કાળા રંગના, અણીવાળું માથું અને ચળકતું કવચ ધરાવે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

ઉપદ્રવના ચિહ્નો પ્રથમ નાના છિદ્રો અને જેલી ગુંદર ઉત્સર્જંન તરીકે પાંદડાની સપાટીના પાયામાં અથવા કુમળા છોડના આભાસી થડ પર જોવા મળે છે. છિદ્રોની આસપાસ કથ્થઇ રંગનું લાર્વાએ નિર્માણ કરેલ ભુસા જેવું દ્રવ્ય પણ જોઇ શકાય છે. લાર્વા થડમાં બોગદું રચીને ગંભીર નુકસાન પહોંચાડે છે અને પેશીઓમાં પાણી અને પોષકતત્વોનું પરિવહન ઘટાડે છે. પાંદડા પીળા પડે છે અને તેથી વનસ્પતિનો વિકાસ અટકે છે. ગંભીર ચેપના કિસ્સામાં, થડ નબળા પડવાથી પવનવાળા હવામાન અથવા તોફાનોમાં છોડ તૂટીને પડી શકે છે. જખમોમાં તકવાદી જીવાણુઓની હાજરીના કારણે પેશીઓ ઝડપથી વિકૃત રંગની બને છે અને ખરાબ ગંધનો સ્રાવ થાય છે. ઉપદ્રવ પામેલ છોડમાં, સમગ્ર વર્ષ દરમિયાન, ધનેરાના જીવનના તમામ તબક્કા જોવા મળે છે. ઘોણ અથવા ફળોનો યોગ્ય વિકાસ થતો નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પહેલાં, થોડી સફળતા સાથે સ્ટેઇનેરનેમા કાર્પોકેપ્સે પ્રજાતિ ના નેમોટેડ અથવા આર્થ્રોપોડની કેટલીક પ્રજાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ફૂદાંને પરોપજીવીનો ચેપ લગાડવો એ બીજી વ્યૂહરચના હોઈ શકે છે ઉદાહરણ તરીકે, ફુગજન્ય પરોપજીવી મેટરહીઝીયમ એનિસોપીલી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. લાર્વા મારવા માટે ઓર્ગેનોફોસ્ફરસ સંયોજન ધરાવતા જંતુનાશકોને ઇન્જેક્શનથી થડમાં દાખલ કરી શકાય છે. લણણી પછી, અસરગ્રસ્ત થડને દૂર કરો અને બાકી રહેલ ઇંડા મૂકતાં ધનેરા ને મારવા જંતુનાશકો (2 ગ્રા/લિ) સાથે તેની સારવાર કરી શકાય છે.

તે શાના કારણે થયું?

પુખ્ત ધનેરા, કાળા રંગના, લગભગ 30 મીમી લાંબા, અણીવાળા માથાવાળા અને ચમકદાર બખ્તર ધરાવે છે. મુખ્યત્વે તેઓ નિશાચર હોય પણ ઠંડા મહિના કે વાદળછાયા દિવસો દરમિયાન તે દિવસના સમયગાળામાં પણ જોવા મળી શકે છે. તેઓ કેળાંના છોડ દ્વારા ફેલાતા ઉડતાં પદાર્થો દ્વારા આકર્ષાય છે. માદા પાંદડાંના આવરણને કાપે છે અને ઉપરછલ્લીરીતે તેમાં સફેદ ક્રીમી, લંબગોળ ઇંડા મૂકે છે. 5-8 દિવસમાં, માંસલ, પગ વગરના અને સફેદ-પીળાશ પડતાં લાર્વા બહાર આવે છે અને પછી પાંદડાની કુમળી પેશીઓ પર નભવા નું શરૂ કરે છે. તેઓ પહોળું બોગદું બનાવે છે જેની લંબાઇ 8 થી 10 સે.મી. હોઈ શકે છે, એને થડ, મૂળ અથવા ઘોણના સાંઠા સુધી પહોંચેલી હોઈ શકે છે. પુખ્ત કીડા સારીરીતે ઉડી શકે છે અને એક છોડ પરથી બીજા પર સરળતાથી ઉડીને જંતુને ફેલાવે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ વાવેતરની સ્વચ્છ સામગ્રીનો ઉપયોગ કરવા માટે કાળજી રાખો.
  • જો ઉપલબ્ધ હોય તો, વધુ પ્રતિરોધક જાતો ઉગાડો.
  • છોડના અવશેષો, તેમજ તૂટેલા અને સડેલા છોડને દૂર કરો અને બાળી નાખો, નહિ તો પછી તે પુખ્તો માટે પ્રજનન માટેના સ્થાનો બની શકે છે.
  • આભાસી-છટકા તરીકે આડો છેદ લીધેલ થડને જમીન પર મુકો.
  • આ કાપેલ ટુકડો પુખ્ત માદા ધનેરાને ખાવા અને તેના પર ઇંડા મૂકવા આકર્ષે છે.
  • જયારે લાર્વા બહાર આવે, આ ટુકડાઓ સૂકાય છે અને નિર્જલીકરણના કારણે છેવટે લાર્વા મૃત્યુ પામે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો