Chilo partellus
જંતુ
ટપકાવાળા ડાળીના ખાણીયા ની યુવાન ઇયળો છોડની નાજુક પેશીઓ પર નભે છે. તેઓ પાંદડાં અને પાંદડાના વમળો માં ખાણ છે જેના કારણે અનિયમિત ડાઘ , છિદ્રો અને બારીઓ થાય છે. જૂના લાર્વા દાંડીમાં ખાણ કરે છે અને આંતરિક પેશીઓ પર નભે છે, જેનાથી પાણી અને પોષકદ્રવ્યો નું પરિવહન અવરોધાય છે. આ ખોરાક પ્રવૃત્તિને કારણે કહેવાતા 'મૃત હૃદય' જેવા લક્ષણ પરિણમે છે , જ્યાં પોલી દાંડી ની અંદર માત્ર ઇયળો અને તેમની ફ્રાસ્સ જોઇ શકાય છે. છોડનો ઉપરના ભાગ અંશતઃ અથવા સંપૂર્ણપણે સુકાઈ જાય છે. પ્રારંભિક અસરગ્રસ્ત છોડની વૃદ્ધિ અટકી જાય છે અને તેનો નાશ પણ થઈ શકે છે. જુની ઇયળો ડાંડામાં પણ વ્યાપક ખાણ બનાવે છે. એકંદરે, ખોરાક પ્રવૃત્તિથી ફુગજન્ય અથવા જીવાણુથી થતા રોગની શક્યતા અને ગંભીરતા વધી જાય છે.
કોટેસિયા સેસામીએ, સી ફ્લેવીપસ અને ત્રિકોગ્રામા ચીલોનીસ જૂથોના કેટલાક પરોપજીવી ભમરી ટપકાંવાળાં ડાળીના ખાણીયા ના લાર્વા માં ઇંડા મૂકે છે. બીજી ભમરી, ઝેન્થોપીમ્પલા સ્ટૅમમેટર ,જ્યારે તે પુપલ તબક્કામાં હોય છે ત્યારે જંતુઓ પર હુમલો કરે છે. કુદરતી શિકારીમાં ઇરવિગ્સ અને કીડીઓ નો સમાવેશ થાય છે. તેઓ અસરકારકરીતે વસ્તી નિયંત્રણ કરે છે. છેલ્લે, ગોળ ઘાંસ (મેલીનીઝ મિનટીફ્લોરા) અથવા ગ્રીનલીફ ડેસ્મોડીયમ (ડેસ્મોડીયમ ઇન્ટોરટમ) જેવા છોડ અસ્થિર એજન્ટો પેદા કરે છે કે જે ફુદા ને ઓછા કરે છે. બેસીલસ થુરીનજેનેસીસ, લીમડાના તેલનો અર્ક અથવા બ્યુવરીયા બસ્સીયાનાં પર આધારિત તૈયારીઓ નો પણ જંતુ નિયંત્રણ માટે ઉપયોગ થાય છે.
હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ઉપજને થતા નુકશાન ની શક્યતાઓ અને વિસ્તારની જૈવવિવિધતાને થતા નુકસાન સામે જંતુનાશકો ના ઉપચાર નો ભારાંક કરવો જોઈએ. ડેલ્ટામેથ્રિન અથવા ક્લોરેન્ટ્રીનીલીપ્રોલ પર આધારિત જંતુનાશકો ના દાણાનો વલયમાં ઉપયોગ ટપકાંવાળાં મકાઈ ના ડાળીના ખણીયા સામે નિયંત્રણ આપી શકે છે.
પુખ્ત ફુદા આછા કથ્થઈ રંગના અને 20 થી 25 એમએમ પાંખની લંબાઈવાળા હોય છે. તેમની આગળની પાંખો અમુક ઘાટી રચનાવાળી આછી કથ્થઈ હોય છે જ્યારે પાછળની પાંખો સફેદ હોય છે. પુખ્ત ઈયળો રાત્રે સક્રિય થાય છે અને દિવસ દરમિયાન છોડ અને છોડના અવશેષો પર આરામ કરે છે. સ્ત્રીઓ પાંદડાની સપાટી પર 10-80 ઈંડાના ઝૂમખામાં ક્રીમી સફેદ ઇંડા મૂકે છે. ઈયળોને લાલાશ- કથ્થઈ માથું અને લાંબી ઘાટ્ટી પટ્ટીઓ અને પીઠ પર ઘાટ્ટા ટપકાવાળું આછા કથ્થઈ રંગનું શરીર હોય છે,તેથીજ તેમનું આવું નામ છે. યજમાન છોડની શ્રેણી વિશાળ છે જેમાં જુવાર, બાજરી અને મકાઈનો સમાવેશ થાય છે. ઈયળોના જીવન ચક્ર પર આબોહવાની પરિસ્થિતિઓની નોંધપાત્ર અસર થાય છે. ગરમ અને પ્રમાણમાં ભેજવાળી સ્થિતિ ખાસ સાનુકૂળ છે.સામાન્ય રીતે આ જંતુ ગરમ નીચાણવાળા વિસ્તારોમાં થાય છે અને ભાગ્યેજ 1500 મીટરની ઊંચાઇ પર થાય છે.