બટાટા

બટાકાની ભમરી

Leptinotarsa decemlineata

જંતુ

ટૂંકમાં

  • લાર્વા કાળા રંગના ટપકાં સાથે નારંગી કે લાલ રંગના અને સંપૂર્ણ પુખ્ત અવસ્થામાં 1/2 ઇંચ લાંબા હોઇ શકે છે.
  • લાર્વા અને પુખ્ત કીડા બંને છોડ પરના પાંદડાની કિનારી અને સમગ્ર પાંદડાને ખાય છે.

માં પણ મળી શકે છે


બટાટા

લક્ષણો

બટાકાની કોલોરાડો ભમરી પાંદડાંની કિનારી પર નભે છે અને છેવટે થડ પરથી બધા પાંદડાંનો નાશ કરે છે. ક્યારેક કાળા રંગનો સ્ત્રાવ જોઈ શકાય છે. ક્યારેક ખુલ્લી થયેલ બટાકાની ગાંઠનો પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે. પુક્ત કીડા પીળાશ પડતાં નારંગી રંગના અને આકારે અંડાકાર હોય છે. તેમની સફેદ પીઠ પર દસ કાળા રંગના પટ્ટાની હાજરી એ સૌથી મહત્વની લાક્ષણિકતા છે. માથા પર ત્રિકોણાકાર કાળા રંગનું ટપકું હોય છે અને વક્ષ સ્થળ પર અનિયમિત આકારના ઘેરા રંગના ચિહ્નો હોય છે. ઉપરાંત, લાર્વા તેમના ભમરી જેવી લાક્ષણિકતા, લાલાશ પડતી "ચામડી" અને પીઠ પર કાળા રંગની ફોલ્લીઓની બે પંક્તિઓ દ્વારા દર્શાવવામાં આવે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

બેક્ટેરિયલ જંતુનાશક સ્પીનોસેડ પર આધારિત સારવાર લાગુ કરો. લાર્વાના કેટલાક તબક્કે બેક્ટેરિયમ બેસીલસ થુરીનજેનેસીસ પણ અસરકારક રહે છે. ઉપદ્રવ કારક પેરીલસ બાયોક્યુલેટ્સ અને પ્રિસ્ટીઓનચસ યુનિફોર્મિસ નેમાટોડ પણ ભમરી પર નભે છે. પરોપજીવી ભમરી એડોવમ પુટ્ટલેરી અને પરોપજીવી માખી માયોફેરસ ડોરીફોરે પણ બટાકાની કોલોરાડો ભમરીને નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે છે. વૈકલ્પિક રીતે બીજી કેટલીય જૈવિક સારવાર શક્ય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બટાકાની ભમરી સામે સામાન્યરીતે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જંતુના જીવન ચક્રના કારણે તે ઝડપથી પ્રતિકાર શક્તિ વિકસાવી શકે છે. કયો ઉપાય વસતી નિયંત્રિત કરવા માટે ઉપયોગી થાય છે તે ચકાસો.

તે શાના કારણે થયું?

બટાકાની પુખ્ત ભમરી ઠંડી દરમ્યાન સૂર્યપ્રકાશથી સુરક્ષિત, માટી માં ઊંડે ટકી રહે છે. વસંત દરમ્યાન તે વિકાસ પામે છે અને છોડના કુમળા ભાગને ખાવાનું શરુ કરે છે. પાંદડાંની નીચેની સપાટી પર માદા 20 થી 60 ના સમૂહમાં નારંગી રંગના, લંબગોળાકાર ઈંડા મૂકે છે. ઈંડા માંથી બહાર આવી, તે લગભગ સતત રીતે પાંદડાં પર નભે છે. તેમના વિકાસના અંત ભાગમાં તે પાંદડા પરથી પડે છે અને જમીનમાં દટાય છે, જ્યાં તે ગોળાકાર કવચ બનાવે છે અને પીળાશ પડતાં પુપામાં ફેરવાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો સ્થિતિસ્થાપક જાતોનો ઉપયોગ કરો.
  • લાર્વાની વધુ સંખ્યા ટાળવા માટે ઋતુની શરૂઆતમાં વહેલી વાવણી કરવી.
  • ભમરીનું નિરીક્ષણ અથવા સમૂહમાં પકડવા માટે પીળા રંગના ચોંટી જાય તેવા છટકાંનો ઉપયોગ કરો.
  • 45% ઢાળ વાળા નેરિયા અથવા પ્લાસ્ટિક / જૈવિક ભુસાનો ઉપયોગ કરવો.
  • ભમરીનું નિરીક્ષણ કરો અને તેને હાથથી વીણી લો અથવા છોડને ખંખેરીને નીચે પાડી દો.
  • ભમરીને બટાકાનો ખોરાક શોધતી રોકવા અથવા અવરોધવા માટે સાથે બીજા પાકનું વાવેતર કરો.
  • લેડીબગ,લેસવિંગ અને લશ્કરી કરોળિયા જેવા લાભદાયક જંતુઓની વસતી ટકાવો.
  • બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.
  • લણણી પછી ખેતરને ખેડો અને પાકના અવશેષો દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો