કોબી

કોબીજ માં સફેદ પતંગિયા

Pieris brassicae

જંતુ

ટૂંકમાં

  • બહારના પાંદડા માં મોટા છિદ્રો.
  • પાંદડાની અંદરની બાજુ પર અથવા કોબીજ નાદડા માં વાદળી- લીલા રંગનું ભુસુ.
  • ઘણીવાર છોડ ઉપર ઇયળ અને તેના દ્વારા ઉત્સર્જીત દ્રવ્ય પણ જોઈ શકાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કોબી

લક્ષણો

બહારના પાંદડા ને નુકસાન પણ તેની હાજરીનો એક સ્પષ્ટ સંકેત છે. બહારના પાંદડા માં છિદ્રો ઉપરાંત, જયારે કોબીજના દડાને કાપવામાં આવે ત્યારે તેના આંતરિક પાંદડાંના મુખ્ય ભાગમાં નુકશાન જોઈ શકાય છે. ઘણીવાર છોડ ઉપર ઇયળ અને તેના દ્વારા ઉત્સર્જીત દ્રવ્ય પણ જોઈ શકાય છે. કોબીજ, ફુલેવર, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, સ્વિડ અને રતાળુ સહિત ના તમામ પ્રકારના બ્રેસિકા પાક ને અસર થાય છે. કેટલાક નીંદણ ને પણ અસર થઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પરોપજીવી દ્વારા જંતુઓને નિયંત્રિત કરી શકાય છે, કોટેસિયા ગ્લોમેરેતા પી. બ્રેસિકેના લાર્વા પર હુમલો કરેછે જયારે ટેરોમેલ્સ પુપેરમ તેને પુપાના તબક્કે નિયંત્રિત કરે છે. કુદરતી રીતે બનતું બેક્ટેરિયમ, બેસીલસ થુરીનજેનેસીસ અથવા સેચરોપોલીસપોરા સ્પીનોઝા (સ્પીનોસેડ) પર આધારિત ઉત્પાદનોનો, જ્યારે પાંદડાની ઉપલી અને નીચલી સપાટી પર સંપૂર્ણપણે છાંટવામાં આવે ત્યારે ખૂબ અસરકારક રહે છે. આ જંતુનાશકો પર્યાવરણમાં રહેતા નથી. ઇયળો માટે પરોપજીવી નેમાટોડ, સ્ટેઇનેરનેમા કાર્પોકેપ્સે પણ ઉપલબ્ધ છે અને જ્યારે પાંદડાં ભીના હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ, ઉદાહરણ તરીકે ઠંડા વાદળછાયા વાતાવરણમાં.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ઈયળ સામે પાયરેથ્રામ, લેમડા-સાયહેલોથ્રિન અથવા ડેલ્ટામેથરિન પર આધારિત સક્રિય ઘટક ધરાવતાં ઉત્પાદનો વાપરી શકાય છે. પાયરેથ્રામ નો અર્ક ઘણી વખત અને લણણીના એક દિવસ પહેલાં સુધી લાગુ કરી શકાય છે. લેમડા-સાયહેલોથ્રિન અને ડેલ્ટામેથરિન માટે , મહત્તમ 2 વાર સારવારની ભલામણ કરવામાં આવે છે અને લણણી પહેલા સાત દિવસનો અંતરાલ હોવો જરૂરી છે.

તે શાના કારણે થયું?

પતંગિયા કાળા શરીરવાળા અને તેની આગળની પાંખો સુસ્પષ્ટ કાળી ટોચ સાથે ચમકદાર સફેદ રંગ ધરાવે છે( માદામાં બે કાળા ટપકા હોય). પ્યુપાલ બકા બાદ થોડા અઠવાડિયા પછી, માદા પાંદડાની નીચેની સપાટી ઉપર લીલાશ પડતા પીળા રંગના ઇંડા મૂકે છે. બહાર આવ્યા બાદ ઈયળ છોડની પેશીઓને ખાવાનું શરૂ કરે છે. ઈયળ કોબીજના કેન્દ્ર માં કાણું પાડે છે.


નિવારક પગલાં

  • રોગના ચિન્હો જોવા માટે ખેતરનું, ખાસ કરીને પાંદડા ની નીચેની બાજુ નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • ઈંડાના ઝુમખાવાળા કોઈપણ પાંદડાને દૂર કરો.
  • પાંદડામાંથી ઇયળોને હાથ વડે ખેંચી દૂર કરો.
  • માદાને ઇંડા મુકવાથી રોકવા માટે છોડને એક જંતુ-રોધક જાળી દ્વારા આવરી લો.
  • જંતુનાશકો લાભદાયી જંતુઓ અને પક્ષીઓ ને પણ અસર કરતા હોવાથી તેનો નિયંત્રિત ઉપયોગ કરવો.કોબીજના ખેતરની નજીક શંકાસ્પદ પાકની વાવણી કરવાનું ટાળો.
  • નીંદણ દૂર કરો, કારણ કે તેઓ વૈકલ્પિક યજમાનો તરીકે સેવા આપી શકે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો