કેપ્સિકમ અને મરચાં

તેજસ્વી રેખા કથ્થાઈ આંખો

Lacanobia oleracea

જંતુ

ટૂંકમાં

  • ખોરાક તરીકે ઉપયોગથી પાંદડા, ડાળી અને ફળોને નુકસાન.
  • સંખ્યાબંદ કાણાં, છીદ્રો, ઉપરછલ્લું ખોતરાયેલું.
  • તકવાદી જીવાણુંઓની વસાહતો.
  • આછો બદામી શરીર વાળા ફૂદાં, ઘેરા અને આછા નારંગી રંગ સાથે, કિડની જેવા ચાઠાં વાળી આગળની પાંખો.

માં પણ મળી શકે છે

6 પાક
કોબી
કિસમિસ
કોબીજ
વટાણા
વધુ

કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

ચાવવાથી થયેલ નુકસાન તાજાં પાંદડાં, ડાળી, ફૂલો અને ફળો પર જોઈ શકાય છે. પુખ્ત લાર્વા પાંદડાની નીચેની સપાટીને ખાય છે અને જ્યાં તેઓ નાના છિદ્રોની હરોળ બનાવે છે. લાર્વા મોટા થતાં , તે સમગ્ર પાંદડા, થડ અને ફૂલો અને ફળો ને પણ ગંભીરરીતે નુકસાન પહોંચાડી શકે છે. છિદ્રોની હરોળ અને ઉપરછલ્લું ખોતરામણિ અને બોગદું ફળની સપાટી પર જોઈ શકાય છે. નુક્સાન પામેલ પેશીઓ અને પાવડર તકવાદી જીવાણુઓની વસાહત માટે તરફેણ કરે છે અને સડો નિર્માણ કરે છે. આમ, જૂના લાર્વા દ્વારા થયેલ થોડુ પણ નુકશાન પાક માટે હાનિકારક હોઇ શકે છે. તેઓ માટે ટમેટા, મરી, બટાટા, રતાળુ, કાકડી, ડુંગળી, કોબી અને ફુલાવર સહિત વિવિધ યજમાન છોડ છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કેટલાક કિસ્સાઓમાં, ટ્રાયકોગ્રામા પરોપજીવી ભમરી (ટી ઇવાનસિન) અથવા હિંસક કીડા પોંડીસસ એકુલીવેન્ટ્રીસ ઈયળની વસતી ઘટાડે છે. પર્યાવરણમાં હાજર રહેતા નથી તેવા સ્પીનોસેડ અથવા બેસીલસ થુરીનજેનેસીસ (બીટી) સમાવતા જંતુનાશકોનો ઉપયોગ કરો. લાર્વા દેખાય પછી, 0.1% ની ઘનતાવાળાનો મિશ્રણનો છંટકાવ કરવો અને બે વાર પુનરાવર્તન કરવામાં આવે તો તે રાસાયણિક નિયંત્રણ સામે એક સારો વિકલ્પ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ ફુદાંના કિસ્સામાં, સ્પીનોસેડ અને બીટી જેવા વૈકલ્પિક ઉત્પાદનોની અસરકારકતા વારંવાર રાસાયણિક સારવાર ઉપયોગનો સમર્થન કરતુનથી. જો યોગ્ય હોય તો, આલ્ફા-સાપરમેથેરીન, બિટા સાયફલુથરિન, બાયફેનથરીન, સાપરમેથેરીન, ડેલ્ટામેથ્રિન, ડાયફ્લુબેન્ઝયુરોન, ફેનપ્રોપેથ્રિન, લામડા-સાયહેલોથ્રિન, ટેફલુબેન્ઝયુરોન પર આધારિત ઉત્પાદનો લાગુ પાડી શકાય. લાભદાયી જંતુઓ માટે નુકસાનકારક અસરો ટાળવા માટે એ મહત્વપૂર્ણ છે કે જંતુનાશકોનો ઉપયોગ સારી રીતે આયોજન કરી સંકલિત વ્યવસ્થાપન કરી શકાય .

તે શાના કારણે થયું?

નુકસાન તેજસ્વી રેખા બદામી આંખવાળા ફૂદાં, લેકેનોબીયા ઓલેરૅસિઆ, ની ઈયળને કારણે થાય છે. તે ભેજવાળું અને પોષકતત્વોથી ભરપૂર જગ્યા પસંદ કરે છે અને, તે વિવિધ આશ્રયસ્થાનોએ જોવા મળે છે, જેમ કે ગ્રીનહાઉસ, ખેતરની જમીનમાં, નદીઓ અથવા વન સાફ કરવાથી. પુખ્ત ફૂદાંની પાંખનો ઘેરાવો 35-45 એમએમ હોય છે, અને કેટલાક સહેજ ઘાટા ભાગ સાથે આછુ કથ્થાઈ શરીર ધરાવે છે. આગળની પાંખ ઘેરા લાલ-કથ્થાઈ રંગની સાથે આછો નારંગી રંગ, અને કિડની જેવી છાપ ચિહ્નિત થયેલ હોય છે. ધાર પર એક 'ડબલ્યુ' આકારની એક સફેદ તેજસ્વી રેખા પણ અન્ય નોંધપાત્ર લક્ષણ છે. પાછળની પાંખ રાખોડી, અને ધાર ઘાટા રંગની હોય છે. માદા લગભગ 150ના જૂથમાં ઇંડા મૂકે છે અને તે યજમાન છોડના પાંદડાની નીચેની બાજુએ મૂકે છે. ઈયળની લંબાઈ 5 સેન્ટીમીટર સુધીની હોય છે. તેમનો રંગ લીલા થી ઘેરો બદામી હોય છે, સફેદ અને કાળા ટપકાં અને દરેક બાજુ પર પીળા રંગના પટ્ટા હોય છે.


નિવારક પગલાં

  • તમારી ખેતરનું નિરીક્ષણ કરો અને ઈંડા, ચેપગ્રસ્ત છોડના ભાગો અથવા ઇયળોને દૂર કરો.
  • ગ્રીનહાઉસમાં ફૂદાંને આવતાં અટકાવવા જાળી વાપરો.
  • પાંદડાની નીચેની સપાટી પર આવેલ ઇંડામાં સમૂહને ખંખેરી નાખો અને ઇયળોને દૂર કરો.
  • ચેપગ્રસ્ત છોડને દૂર કરો અને તેનો નાશ કરો.
  • લણણી પછી માટીનું નિરીક્ષણ કરો અને બાકીના ઈંડા દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો