કોબી

ચાંચડ ભમરીઓ

Chrysomelidae

જંતુ

ટૂંકમાં

  • પાંદડાનું પીળા થવું, નાની કુંપણ જેવા છિદ્રો.
  • નાની, ઘાટા રંગની અને ચળકતી ભમરીઓ.

માં પણ મળી શકે છે

23 પાક
કેળા
કઠોળ
કારેલા
કોબી
વધુ

કોબી

લક્ષણો

પુખ્ત ભમરીઓ પાંદડા પર પોષણ મેળવે છે. નાના વેરવિખેર કુંપણ જેવા છિદ્રો (૧-૨ મીમી) અને નાના ચવાયેલા પોલાણરૂપે નુકસાન દેખાય છે, જે પાંદડાને કાપતા નથી. ક્ષતિગ્રસ્ત પેશીઓની આજુબાજુ પીળો રંગ દેખાઈ શકે છે. નુકસાનના ભાગરૂપે મૂળની ગાંઠો પર ઉપસેલો ભાગ જોવા મળી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

લેસવિંગના લાર્વા (ક્રાયસોપા એસપીપી.), પુખ્ત વયની ડામસેલ બગ (નબિસ એસપીપી.) અને કેટલિક પરોપજીવી માખીઓ આ ચાંચડ ભમરીને ખાઈ જાય છે અથવા મારી નાખે છે. કેટલાક નેમાટોડ્સ જમીનમાં રહેતા લાર્વાને પણ મારે છે. ફંગલ, જંતુનાશક સાબુ અથવા બેક્ટેરિયલ જંતુનાશક સ્પિનોસડનો ઉપયોગ વસ્તી નિયંત્રણ માટે થઈ શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ચાંચડ ભમરીના સંવેદનશીલ સમયગાળા દરમિયાન જંતુનાશકનો ઉપયોગ કરવો જોઈએ, મતલબ કે જયારે તેઓ પાંદડા પર દેખાય ત્યારે! ક્લોરપાયરિફોઝ અને મેલેથિઓન પર આધારિત ઉત્પાદનો ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે સારી રીતે કાર્ય કરે છે.

તે શાના કારણે થયું?

ચાંચડ ભમરીની ઘણી જાતો વિવિધ છોડને અસર કરે છે. મોટાભાગની પુખ્ત ભમરીઓ નાની (લગભગ ૪ મીમી), ઘેરા રંગની હોય છે અને કેટલીકવાર તે ચળકતી ધાતુ જેવી સપાટી ધરાવે છે. તેઓના અંડાકાર શરીર અને પાછળના પગ મોટા હોય છે. લાર્વા જમીનમાં રહે છે અને મૂળ અથવા કંદ ખાય છે, જ્યારે પુખ્ત ભમરીઓ છોડ પર પોષણ મેળવે છે. મોટાભાગના ચાંચડ ભૃંગ છોડના અવશેષો નીચે, જમીનમાં અથવા ખેતરની આસપાસ નીંદણ પર નિષ્ક્રીય રહે છે અને વસંત ઋતુ દરમિયાન ફરી સક્રિય થાય છે. પ્રકાર અને આબોહવા પર આધાર રાખીને, દર વર્ષે ૧ થી ૪ પેઢીઓ વધે છે. ચાંચડ ભમરીને ગરમ, શુષ્ક સ્થિતિ માફક આવે છે.


નિવારક પગલાં

  • ઉપદ્રવને ટાળવા માટે વાવેતરના સમયને ઋતુમાં(વહેલાં અથવા મોડા) ગોઠવો.
  • ચાંચડ ભમરીઓ માટે આકર્ષક હોય તેવા છટકું પાક વાવો.
  • બિન-યજમાન છોડ વાવો, જે જંતુઓને મારી નાખે અથવા અવરોધે.
  • લીલા ઘાસના કચરામાંથી બનેલ મલ્ચ જમીનમાં નાખો, કારણ કે તે ઇંડા મૂકવાની અને લાર્વાના મોટા થવાની પ્રક્રિયામાં દખલ કરે છે.
  • ખાસ કરીને વસંત ઋતુમાં તમારા છોડનું નિરીક્ષણ કરો.
  • સંતુલિત ખાતર આપી વિકાસના સમયગાળા દરમિયાન છોડને આવશ્યક પોષક તત્વો પૂરો પાડો.
  • નિયમિતરીતે પાણી આપો.
  • નીંદણ અથવા અન્ય યજમાન છોડને દૂર કરો.
  • પાકના અવશેષો વીણીને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો