સફરજન

મેલીબગ

Pseudococcidae

જંતુ

ટૂંકમાં

  • પાંદડા, ડાળીઓ, ફૂલો અને ફળો પર સફેદ રૂ જેવી જીવાત દેખાવી.
  • કૂણાં પાંદડાઓ પીળા પડી જવા અને વળી જવા, છોડનો વિકાસ રૂંધાવો અને ફળોનું વહેલા પડી જવું.
  • ગળ્યા ચીકણા પ્રવાહીના કારણે પેશીઓને બેક્ટેરીયલ અને ફંગલ ચેપ લાગવાનો ભય રહે છે.
  • કીડીઓ આ પ્રવાહીથી આકર્ષિત થઈ શકે છે અને બીજા છોડમાં પણ જીવાત ફેલાવી શકે છે.

માં પણ મળી શકે છે

33 પાક

સફરજન

લક્ષણો

પાંદડાની અંદરની બાજુએ, ડાળીઓ, ફૂલો અને ફળો પર સફેદ રૂ જેવી જીવાતના જુંડ દેખાવા. તેઓ ખુબ સક્રિય હોય છે અને ભલે થોડી માત્રામાં રહેલ જીવાતો ઓછી અસર કરે છે, પરંતુ તેનાથી કૂણાં પાંદડાઓ પીળા પડી જવા અને વળી જવા, છોડનો વિકાસ રૂંધાવો અને ફળોનું વહેલા પડી જવું જેવા લક્ષણ જોવા મળે છે. પરિપક્વ જૂના પાંદડાઓ પર તેની વિકૃત અસર થવાની શક્યતાઓ ઓછી છે. રસ ચૂસતી વખતે જીવાતો ચીકણા પ્રવાહીનું વિસર્જન કરે છે જે પેશીઓને ચોંટી જાય એવી બનાવે છે તેનાથી ફંગસ અને બેકટેરિયાનો ચેપ લાગવાનો ભય વધી જાય છે. ફળોને ચેપ લાગવાનો ભય સૌથી વધુ હોય છે અને ઘણીવાર તેમાં વિકૃતતા જોવા મળે છે અથવા આખા ફળ પર મીણ જેવું પડ જોવા મળે છે. કીડીઓ ચીકણા પ્રવાહીથી આકર્ષિત થઈ શકે છે અને બીજા છોડમાં પણ જીવાત ફેલાવી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સામાન્ય ઉપદ્રવના પ્રથમ સંકેત પર, તેલ અથવા સ્પીરીટથી બનેલ મિશ્રણથી મેલીબગની વસાહતોનો નાશ કરો. તમે છોડને ગરમ પાણી અને થોડા ડીટરજન્ટ, પેટ્રોલિયમ તેલ અથવા જંતુનાશક સાબુથી ધોઈ પણ શકો છો. તેના ફેલાવાને રોકવા માટે નજીકના છોડને લીમડાના તેલ અથવા પાયરેટ્રિન્સ છાંટી શકાય છે. કુદરતી વિરોધીઓમાં લીલા લેસવિંગ્સ, પેરાસીટોઇડ ભમરીઓ, હોવર માખીઓ, લેડીબર્ડ બીટલ્સ, મેલીબગ ડિસ્ટ્રોયર અને શિકારી બટરફ્લાય સ્પાલગીસ એપિયસ શામેલ છે.

રાસાયણિક નિયંત્રણ

નિવારક પગલાં સાથે જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવારનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. તેમના પર રહેલ મીણ જેવા આવરણ અને ફાઈબરના લીધે તેઓ સુરક્ષિત હોવાથી મેલીબગની વિરુદ્ધ પગલા લેવા થોડા મુશ્કેલ છે. તેમ છતાં, ઇમિડક્લોપિડ, એસીટામિપ્રિડ અને ક્લોરાપિરીફોસ પર આધારિત મિશ્રણનો છંટકાવ અસરકારક સાબિત થઈ શકે છે.

તે શાના કારણે થયું?

મેલીબગ ગરમ આબોહવામાં જોવા મળતી લંબગોળ આકારની, પાંખો વગરની જીવાત છે. તેમના શરીર પર પાતળું સફેદ મીણ જેવું રક્ષક પડ હોય છે જેથી તે રૂ જેવી દેખાય છે. તેઓ તેમના લાંબા મોઢાના ભાગથી છોડની પેશીઓમાં કાણું કરીને તેમાંથી રસ ચૂસી લે છે. આ પ્રક્રિયા સમયે તેઓ જે ઝેરી રસ છોડે છે તેના કારણે છોડમાં રોગના લક્ષણો જન્મે છે. મેલીબગ જમીનમાં તેમના ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળ્યા બાદ પુખ્ત થતા તેઓ નજીકના છોડ સુધી ફેલાઈ શકે છે. બહુ અંતરેથી આવતા ભારે પવન, કીડીઓ, પશુ-પક્ષીઓ અથવા કાપણી કે લણણી સમયની કામગીરી દ્વારા પણ તે ફેલાઈ શકે છે. રીંગણ અને શક્કરીયા જેવા વૈકલ્પિક યજમાનોની સાથે ઘણાં નીંદણ પણ તેમને મદદરૂપ થાય છે. ગરમ તાપમાન અને સૂકી આબોહવા તેમના જીવનચક્રને આગળ વધારે છે સાથે લક્ષણોની ગંભીરતા પણ તીવ્ર બને છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્ત્રોત દ્વારા મેળવેલ બિયારણ અથવા સ્વસ્થ છોડના રોપા વાપરો.
  • ખેતરની નિયમિતપણે ચકાસણી કરતા રહો.
  • રોગયુકત છોડ અથવા છોડના ભાગને દૂર કરી દો.
  • ખેતરમાંથી અને આજુબાજુથી નીંદણ દૂર કરો.
  • તે ભાગમાં કોઈ સંવેદનશીલ પાકની વાવણી ન કરશો.
  • ખેતરમાં કામ કરતી વખતે મેલીબગ ન ફેલાય તેનું ધ્યાન રાખો.
  • કુદરતી રક્ષકોની સંખ્યાને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો, મેલીબગ માટે જ આવતા જંતુનાશકોનો ઉપયોગ કરો.
  • ઋતુ દરમિયાન પાકની વધુ પડતી સિંચાઈ ટાળો.
  • ખાતર આપવા માટે એક સંતુલિત અને આયોજિત કાર્યક્રમ અનુસરો.
  • થડ અથવા ડાળીઓ પર ચીપકતી પટ્ટીઓ દ્વારા કીડીઓને નિયંત્રિત કરો.
  • સાધનોને સ્વચ્છ રાખો.
  • બિન-સંવેદનશીલ છોડ સાથે પાકની ફેરબદલ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો