કોબીજ

સફેદ માખીઓ

Aleyrodidae

જંતુ

ટૂંકમાં

  • નાના પાંદડાઓના તળિયે છે સફેદ માખીઓ જોવા મળે છે, છોડને હલાવતા તે વેરાઈ જાય છે.
  • પાંદડા પર ક્લોરોટિક ડાઘ અને રાખ જેવી ફૂગ દેખાય છે, જે અંતે નસોની આસપાસના વિસ્તાર સિવાયના ભાગમાં પીળી પડી જાય છે.
  • છોડનો વિકાસ રૂંધાય છે અને શક્તિમાં ઘટાડો થાય છે..

માં પણ મળી શકે છે

45 પાક
કેળા
કઠોળ
કારેલા
કોબી
વધુ

કોબીજ

લક્ષણો

ખુલ્લા ખેતરો અને ગ્રીનહાઉસમાં ઉગાડવામાં આવતા વિવિધ પાકમાં સફેદ માખીઓ સામાન્ય જંતુ છે. બન્ને પુખ્ત અને યુવાન સફેદ માખીઓ છોડના રસને ચૂસે છે અને પાંદડા, દાંડી તથા ફળો પર ગળ્યું ચીકણું પ્રવાહી છોડે છે. ક્લોરોટિક ડાઘ અને કાળી ફૂગ અસરગ્રસ્ત પેશીઓ પર વિકસે છે. ભારે ચેપ દરમિયાન, આ ફોલ્લીઓ નસની આસપાસના વિસ્તાર સિવાય, સમગ્ર પાંદડા ઉપર ફેલાઈ શકે છે. પાંદડા પછીથી વિકૃત બની શકે છે, વળી જાય છે અથવા કપ આકારના બની શકે છે. કેટલીક સફેદ માખીઓ વાઇરસ ફેલાવે છે, જેમ કે ટમેટા યલો લીફ કર્લ વાયરસ અથવા કેસવા બ્રાઉન સ્ટ્રીક વાયરસ.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પાક અને સફેદ માખીઓની જાતના આધારે અલગ-અલગ જૈવિક ઉપાયો હોય છે. સુગર-એપલ તેલ (એનોના સ્ક્વોમોસા), પાયરેથિન્સ, જંતુનાશક સાબુ, લીમડાના બીજ કર્નલનો અર્ક (એનએસકેઇ ૫%), લીંબોડીનું તેલ (૫ મિલિગ્રામ / લીટરપાણી) પર આધારિત કુદરતી જંતુનાશકો ઉપયોગી બને છે. પેરાસાઇટૉઇડ એન્સારિયા ફોર્મોસા, એરેટમોસેર એરેમિકસ, સામાન્ય લીલા લેસવિંગ ક્રાયસોપરલા કાર્ને અથવા ડેલ્ફાસ્ટસ એસપીપીનો પણ સામાન્ય રીતે ઉપયોગ થાય છે. અન્ય કુદરતી પ્રતિસ્પર્ધીઓમાં હિંસક માઇટ્સ, નેમાટોડ્સ, લીલી લેસવિંગ્સ, લેડીબર્ડ્સ, મિની પાઇરેટ બગ્સ, મોti આંખવાળા બગ્સ અને યુવાન બગ્સ છે. પાથોજેનિક ફૂગમાં બ્યુવેરિયા બાસિયાના, ઇસેરિયા ફ્યુમોસોરોસા, વર્ટીસીલિયમ લિકાની અને પેસિલોમીસીસ ફ્યુમોસોરોસસનો સમાવેશ થાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સફેદ માખીઓ ખૂબ ઝડપથી જંતુનાશક પદાર્થોના પ્રતિકારને વિકસિત કરે છે, તેથી વિવિધ ઉત્પાદનોનો વારાફરથી ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉત્પાદનો અથવા તેના પર આધારિત સંયોજનો: બાયફાન્થ્રીન, બૂપ્રોફેઝિન, ફેનોક્સીકાર્બ, ડેલ્ટામેથ્રીન, એઝાડીરાચટીન, ડેલ્ટામેથ્રીન, લેમ્બાડા-સાયહાલોથેરીન, સાયપ્રમેથ્રીન, પાઇરેરોઇડ્સ પિમેટ્રોઝાઇન અથવા સ્પાયોમિસિફેન આ જંતુને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે. સાવચેત રહો કે સફેદ માખીઓની વસ્તીને હાનિકારક સ્તરથી ઓછી કરવા માટે પૂરતા નિવારક પગલાં લેવામાં આવે.

તે શાના કારણે થયું?

સફેદ માખીઓ ૦.૮ થી ૧ mm ના કદની હોય છે, જેના શરીર અને બંને પાંખો પર સફેદ-પીળો પાવડર જેવો મીણયુક્ત પદાર્થ જોવા મળે છે. તેઓ ઘણી વખત પાંદડાઓના નીચેના ભાગમાં જોવા મળે છે. તેઓ હુંફાળી સૂકી પરિસ્થિતિમાં જીવે છે, તેથી જ તેઓ બાહ્ય છોડ પર ટકી શકતી નથી. તેઓ ઇંડા પાંદડાઓના નીચેના ભાગ પર મુકે છે. યુવાન માખીઓ પીળી-સફેદ, સપાટ, અંડાકાર અને આછા લીલા રંગની હોય છે. પુખ્ત સફેદ માખી થોડા દિવસો પણ યજમાન છોડોમાંથી પોષણ મેળવ્યા વિના જીવી શક્તિ નથી. જે નીંદણ વ્યવસ્થાપનને સફેદ માખી પર અંકુશનું મહત્વપૂર્ણ પરિબળ બનાવે છે.


નિવારક પગલાં

  • બિન-સંવેદનશીલ છોડ સાથે પાકની ફેરબદલી કરો.
  • બાજુમાં એવા પાક પણ વાવી શકો છો, જે સફેદ માખીઓને આકર્ષિત કરે અથવા અટકાવે ( જેવા કે નાસ્તુર્ટિયમ, ઝિનીઆસ, હમીંગબર્ડ બુશ, પાઈનેપલ સેજ, બી બામ).
  • તમારા પડોશી ખેતરવાળા વ્યક્તિ સાથે સંપર્ક કરો અને યોગ્ય સમયે વાવણી કરો, ખૂબ જ વહેલી કે ખૂબ મોડી વાવણી કરશો નહીં.
  • રોપણી કરતા છોડ વચ્ચે જગ્યા રાખો.
  • નવી ખરીદી અથવા ફેરબદલી સમયે સફેદ માખીઓના સંકેતો તપાસો.
  • સંતુલિત પ્રમાણમાં ખાતર આપો.
  • ફાયદાકારક જંતુઓને અસર કરી શકે તેવા બહુમુખી જંતુનાશકોનો ઉપયોગ કરશો નહીં.
  • ઇંડા અથવા લાર્વા ધરાવતા પાંદડા દૂર કરો.
  • ચેપના પ્રારંભિક તબક્કામાં, ખેતરમાં ચીકણી પટ્ટીઓ લગાવો, જેનાથી સફેદ માખીઓને પકડી શકાય.
  • ખેતરમાં અને તેની આસપાસમાં નીંદણ અને વૈકલ્પિક યજમાનોને નિયંત્રિત કરો.
  • પાકની લણણી પછી છોડ અથવા ગ્રીનહાઉસમાંથી છોડના અવશેષો દૂર કરો.
  • ખૂબ ગરમ તાપમાને થોડા સમય માટે જમીનને પડતર રાખો.
  • યુવી-કિરણોનું શોષણ કરતી ગ્રીનહાઉસ પ્લાસ્ટિક ફિલ્મો ચેપ ઘટાડવામાં મદદ કરે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો