Cydia pomonella
જંતુ
લાર્વાના ફળને ખાવા ના કારણે નુકસાન થાય છે. ફળની સપાટી પર છીછરી પ્રવેશ માટેના બિંદુઓ દેખાય છે, અથવા જ્યાં લાર્વા મરી ગયેલ છે અથવા જગ્યા છોડી બીજે ગયા છે તેવી છોડી દીધેલ જગ્યા દેખાય છે. સફળ પ્રવેશના કિસ્સામાં, લાર્વા ફળના ગરને ભેદીને અને કેન્દ્ર સુધી પહોંચે છે અને બીજને ખાવાનું શરુ કરે છે. પ્રવેશ છિદ્રો લાલ રંગના વર્તુળથી ઘેરાયેલા હોય છે અને રાતા બદામી, પોચી લાર્વાની હગાર થી આવરિત હોય છે જેને, ફ્રાસ્સ કહેવાય. જ્યારે ફળને કાપવામાં આવે ત્યારે ઘણીવાર કેન્દ્રની નજીક નાની, સફેદ ઈયળ જોઈ શકાય છે. નુકસાનગ્રસ્ત ફળો પાકીઅને જલ્દી ખરી પડે છે અથવા બિન-વેચાણપાત્ર બને છે. જો અનિયંત્રિત છોડી દેવામાં આવે તો, લાર્વા નોંધપાત્ર નુકસાનનું કારણ બની શકે છે, જે વિવિધતા અને સ્થાન પર આધાર રાખીને, 20 થી 90% ફળને ચેપગ્રસ્ત બનાવે છે. ઊંડે સુધીનો પ્રવેશ સંગ્રહિત ફળમાં ગંભીર સમસ્યા નિર્માણ કરી શકે છે, કારણ કે તેઓમાં બેક્ટેરિયા અને ફૂગની વસાહતો નિર્માણ થાય છે કે જે તેમાં સડો કરે છે. વહેલા પાકતી જાત કરતાં મોડા પાકતી જાતોને વધુ ગંભીર નુકસાન થવાની શક્યતા છે.
જ્યારે પ્રથમવાર ફૂદાં અથવા ફળ પર ડંખ જોવા મળે, અઠવાડિયે એક વાર સફરજનના ફૂદાં ગ્રાનુલોસિસ વાયરસ (સીવાયડી-એક્સ) લાગુ પાડી શકાય છે. વાઈરસ માત્ર લાર્વા પર અસર કરે છે અને તેને 1% તેલ સાથે મિશ્ર કરીને છાંટવું જોઈએ. જંતુના નિયંત્રણ માટે સ્પીનોસેડ જેવા જંતુનાશકોની પણ ભલામણ કરવામાં આવે છે, છતાં સ્પીનોસેડના ઝેરની વ્યાપકતા ઘણી ઓછી છે. અપરિપક્વ તબક્કામાં આ જંતુમાં પ્રવેશ કરી અને નાશ કરતાં લાભદાયી નેમાટોડ વ્યાપારી ધોરણે ઉપલબ્ધ છે. આ જંતુને રોકવા માટે વેટેબલ કેઓલીન માટી પણ વાપરી શકાય છે અને તેના દ્વારા 50-60% નુકસાન ઘટાડી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફેરોમોન છટકાં સાથે જંતુનાશકોના છંટકાવનો સમન્વય અને યોજના કરો. જ્યારે પ્રથમવાર ફૂદાં અથવા ફળ પર ડંખ જોવા મળે, અઠવાડિયે એક વાર સફરજનના ફૂદાં ગ્રાનુલોસિસ વાયરસ (સીવાયડી-એક્સ) લાગુ પાડી શકાય છે. વાઈરસ માત્ર લાર્વા પર અસર કરે છે અને તેને 1% તેલ સાથે મિશ્ર કરીને છાંટવું જોઈએ. જંતુના નિયંત્રણ માટે સ્પીનોસેડ જેવા જંતુનાશકોની પણ ભલામણ કરવામાં આવે છે, છતાં સ્પીનોસેડના ઝેરની વ્યાપકતા ઘણી ઓછી છે.
સાયડીયા પોમોનેલા ના લાર્વા કારણે લક્ષણો નિર્માણ થાય છે. માત્ર સૂર્યોદયના થોડા કલાકો પહેલાં અને સૂર્યાસ્ત પછી પુખ્ત સક્રિય હોય છે, અને જ્યારે સૂર્યાસ્ત પછીનું તાપમાન 16 ° સે કરતા વધે છે ત્યારે તે સમાગમ કરે છે. ફૂદાંની પ્રથમ પેઢી વસંત અથવા ઉનાળાના પ્રારંભમાં, મોર આવતાં પહેલાં ઈંડા મૂકે છે. ઉડવાની શરુઆત કાર્યના એક અથવા બે અઠવાડિયામાં પછી ફૂદાં ફળો પર, સામાન્ય રીતે ફળ દીઠ એક, ઇંડા મૂકે છે. આ ઈંડામાંથી બહાર આવ્યા બાદ આ નાના લાર્વા ફળની છાલને ચાવે છે ફળો માં એક કાણું પાડે છે. ઈયળને સંપૂર્ણપણે વિકાસ કરતાં ત્રણ થી પાંચ અઠવાડિયા લાગે છે. પુખ્ત લાર્વા ફળ પરથી નીચે પડે છે અને છુપાવા માટે સ્થળ શોધી લે છે, દા.ત. થડની તિરાડો. બીજી પેઢીના ઉનાળાના અંત ભાગમાં અથવા પાનખરની શરૂઆતમાં ઈંડામાંથી બહાર આવે છે. આ પેઢી પાકેલા ફળોને જ્યાં સુધી નિષ્ક્રિય પડી રહેવા આશ્રય ન મળે ત્યાં સુધી નુકસાન પહોંચાડે છે.