સફરજન

ઉન જેવા દેખાતાં અફિડ

Eriosoma lanigerum

જંતુ

ટૂંકમાં

  • પાંદડાં અને અંકુરમાં પીળાશ અને કરમાશ.
  • છાલ, અંકુર અને મૂળ પર સોજા અને ઉધઈ.
  • ખવાયેલ ભાગ સફેદ, રુંવાટીવાળા આવરણ વાળો.
  • તકવાદી ફૂગ લાગી શકે.
  • વિકાસ અટકે.

માં પણ મળી શકે છે

3 પાક

સફરજન

લક્ષણો

કળીઓ, નાના છોડ, ડાળીઓ, અંકુર પર અને તેમજ મૂળ પર પણ નભતા સફેદ રુવાંટીવાળું જંતુઓ જોઇ શકાય છે. પાંદડામાં વિકૃતી, પાંદડામાં પીળાશ, ઓછી વૃદ્ધિ અને ડાળીઓ તૂટવી વગેરે આ પ્રવૃત્તિનું પરિણામ હોઈ શકે છે. ખાવાયેલ ભાગ સફેદ, રુંવાટીવાળા આવરણ વાળો અને નજીક જ મધ જેવું ટીપું દેખાય છે. છાલ અને અંકુરપર સોજા અને ઉધઈ પણ તેની લાક્ષણિકતા છે. જમીનમાં અફિડની હાજરી મૂળિયા પર હુમલો કરે છે અને સોજો અથવા મોટી ગાંઠની રચના જોવા મળે છે. પાણી અને પોષકતત્વોના ક્ષતિગ્રસ્ત પરિવહનના કારણે છોડમાં પીળાશ દેખાય છે. એફિડના ખોરાકના પરિણામે દર વર્ષે આ આ પીળાશમાં વધારો જોવા મળે છે. જંતુઓ કારણે નિર્માણ થયેલ જખમો અને મધ જેવા ટીપાંની હાજરી તકવાદી ફૂગને આકર્ષે છે જે ચેપગ્રસ્ત પેશીઓ પર રેસાદાર આવરણ બનાવે છે. ઉપદ્રવ પામેલ કુમળો છોડ સરળતાથી જમીનમાંથી ખેંચી શકાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

છંટકાવનું સંયોજન અફીડને મારવા માટે અફીડે નિર્માણ કરેલ રેસાવાળા આવરણ પર અસર કરવા સક્ષમ હોવું જોઈએ. રેસાવાળા ભાગને અસર કરવા માટે તેની પર આલ્કોહોલ અથવા કીટનાશક સાબુ નો ઉપયોગ કરી શકાય છે. પરિસ્થિતિ વિષયક તેલ અથવા લીમડાનો અર્ક (2-3 મિલી / લી પાણી) પણ વૃક્ષો પર છાંટી શકાય છે. પહેલા છંટકાવ બાદ સારીરીતે આવરિત અને પછીના 7 દિવસ બાદ ફરી છંટકાવ કરવો આવશ્યક છે. લેસવિન્ગ્સ, લેડીબગ્સ (એક્સોકોમસ ક્વાડ્રિપુસ્ટલટસ), હોવરફ્લાય લાર્વા અનેશિકારી માખી(અફિલિનસ માલી) જેવા પરોપજીવી અથવા શિકારી કીટક પણ વસતી નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે. કૃત્રિમ શરણાર્થીઓ શિકારી એયરવીગ્સની વસતી જાળવે છે, ઉદાહરણ તરીકે ફોર્ફીકયુલા ઑરીક્યુલરિયા.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કેમિકલ નિયંત્રણો નિવારક તરીકે અથવા રોગ જોવા મળ્યા બાદ પણ લાગુ કરી શકાય છે. પદ્ધતિસરની સારવાર એફિડને છોડ પર ખાવાની પ્રવૃત્તિ કરતા અટકાવવા ઉપયોગી થઈ શકે છે. કમનસીબે તે લાભદાયી જંતુઓ માટે પણ નુકસાનકારક હોઈ શકે છે. પ્રતિક્રિયાત્મક છંટકાવમાં ડેલ્ટામેટ્રીન, લામડા-સાયહેલોથ્રિન અને એસીટામીપ્રીડ પર આધારિત ફોર્મ્યુલાનો સમાવેશ થાય છે. કાર્બામેંટ્સ અને પાયરીથ્રોઇડ નો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે તેઓ પરોપજીવી અને શિકારી કીટકોનો નાશ કરી એફિડ ની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે. જે ઝાડ પર ફૂલ આવેલ હોય તેના પર છંટકાવ ન કરવો, કારણ કે તે પરાગગનયનને પ્રોત્સાહિત કરતાં જંતુઓ માટે ભયાનક હોય છે.

તે શાના કારણે થયું?

ઉન જેવા દેખાતાં અફિડ, એરીસોમાં લેનિજેરમ, ની ખાવાની વૃત્તિને કારણે લક્ષણો નિર્માણ થાય છે. બીજા એફિડથી વિપરિત તે, પાંદડાઓના બદલે, લાકડાની ડાળી અને અંકુર માંથી રસ ચૂસે છે. આ જંતુ તેના સફેદ, જાડા, રુંવાટીવાળા મીણ જેવા આવરણની લાક્ષણિકતા છે. તે ઠંડી દરમ્યાન તેના પરોપજીવીની છાલની તિરાડમાં અથવા ખોરાક તરીકે લેવાયેલ જુના ઘાવ પર ટકી રહે છે. જેમજેમ વસંત દરમ્યાન તાપમાન વધે છે, એફિડ ફરી સક્રિય બને છે અને એક નબળી જગ્યા (જ્યાં છાલ પાતળી હોય) તેની શોધમાં તે, ચૂષકો, કુમળા અંકુર અને શાખાઓ પર ચઢે છે. ત્યાં તે સમૂહમાં, છાલ નીચેથી રસ ચૂસીને, ખોરાક લેવાનું શરુ કરે છે, અને રૂંવાટી જેવું દ્રવ્ય ઉત્સર્જિત કરે છે જે સમગ્ર વસાહતને આવરી લે છે. પછી રોગ પેદા કરતા તકવાદી જીવાણુ આ ખુલ્લા ઘાવમાં વસાહત બનાવી શકે છે. ઉનાળા દરમિયાન તે પુખ્ત તરીકે તેમાં પાંખો વિકાસ પામે છે અને નવા યજમાન છોડની શોધમાં ઉડી જાય છે. ઓર્ચાર્ડ ની નજીકમાં એલમ વૃક્ષો ઓર્ચાર્ડ માટે અફિડનું સ્થળાંતર વધારે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતો પસંદ કરો.
  • હળવા ચેપના કિસ્સામાં, જંતુનું નિરીક્ષણ કરી અને બ્રશ વડે ઘસીને દૂર કરી શકાય છે.
  • છોડને મજબૂત બનાવવા રક્ષણાત્મક તત્વો અથવા સંતુલિત ખાતરનો ઉપયોગ કરી શકાય છે.
  • જંતુનાશકોનો અતિશય વપરાશ ટાળો, કારણ કે તેનાથી લાભદાયક જંતુઓની વસતીમાં ઘટાડો કરી શકે છે.
  • ઉનાળાના પાછળના ભાગમાં જંતુઓની નિર્માણ થતી વસાહતો દૂર કરવા વૃક્ષ, રોપા, વેલીનાં નકામાં ડાળ, ડાંખળાં, પાન, વગેરે કાપી નાખીને તેને ઘાટમાં લેવાં.
  • અસરગ્રસ્ત કુમળા અંકુર અને શાખાઓને દૂર કરો.
  • અફીડની અનુકૂળતા દૂર કરવા છોડના પાયામાંથી ચૂષકોને દૂર કરો.
  • મોટા પ્રમાણમાં વધારાના કાપેલ ભાગને સુરક્ષિત રાખવા તેને વનસ્પતિ પર લગાવવાના રંગથી રંગી દો જેથી અફીડની વસાહતો થતી અટકે.
  • સફરજન ઓર્ચાર્ડ વૃક્ષની નજીક એલ્મ નામના વૃક્ષની રોપણી કરવી નહિ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો