અન્ય

શિયાળાના ફુદા

Operophtera brumata

જંતુ

ટૂંકમાં

  • પર્ણ પેશીઓમાં કાણા અને ગંભીર ઉપદ્રવમાં પાંદડા હાડપિંજર જેવા.
  • નાના કુમળા ખીલેલ પાંદડા અને ફૂલની કળીઓ અને ક્યારેક ફળો પર પણ ઈયળો અને છિદ્રો.
  • પીળા પટ્ટાઓ વાળી આછા લીલા રંગની ઇયળો.

માં પણ મળી શકે છે

4 પાક
સફરજન
ચેરી
કિસમિસ
પિઅર

અન્ય

લક્ષણો

જયારે નવા નીકળતા પાંદડા સંકેતો દર્શાવે છે ત્યારે, શિયાળાના ફૂદાંની ઈયળ દ્વારા હુમલાના પ્રથમ લક્ષણો વસંતમાં ધ્યાનમાં આવે છે. સામાન્ય રીતે મધ્ય ઉનાળામાં જયારે પાંદડા સંપૂર્ણપણે વિસ્તરેલા હોય છે ત્યારે, તે વધુ દ્રશ્યમાન બને છે. ત્યાં સુધીમાં, ઇયળો વૃક્ષ છોડી જતી રહી હોય છે પરંતુ તેના દ્વારા વસંત દરમ્યાન કરવામાં આવેલ નાના છિદ્રો પાંદડાંની વૃદ્ધિ સાથે મોટા બને છે અને પાંદડાંની સપાટીનો મોટો ભાગ આવરી લે છે. ઈયળ ફૂલની કળીઓ અને વિકાસશીલ ફળો પર પણ નભે છે. એકવાર અંકુરને નુકસાન થયા બાદ, તેઓ અન્ય કળીઓ પર સ્થાનાંતરિત થાય છે અને પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે. કુમળા ફળો પરનું પ્રારંભિક નુકસાન, ઉનાળાના અંત સુધીમાં સંપૂર્ણ કદ સુધી પહોંચી ગયેલ ફળની સપાટી પર ઊંડી ફાટ વિકસાવે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પાનખર માં, ભયંકર વૃક્ષોને એક ગુંદરની રિંગને, જો જરૂરી હોય તો ટેકાની મદદથી, તેના થડ સાથે નિશ્ચિતપણે જોડી, સજ્જ કરી શકાય છે. આ માદાને ભૂમિ પરથી તેના વૃક્ષની ટોચ પર જવાના પ્રવાસને અટકાવે છે. ગુંદર રીંગની ઉપર મુકાયેલ ઇંડાને બ્રશ વડે દૂર કરી શકાય. ઇયળોને જે તે ક્ષેત્રમાં બંધ કરવા બેસીલસ થુરીનજેનેસીસ પર આધારિત ઉત્પાદનો પણ લાગુ કરી શકાય છે. લીમડાના અર્ક (અજદિરાચટા ઇન્ડિકા)ને સમાવતા કાર્યક્રમો પણ અસરકારક છે. લાર્વાને લક્ષ્યમાં રાખીને, જ્યારે પાંદડા સંપૂર્ણપણે વિસ્તરણ પામે ત્યારે સ્પીનોસેડ ફોર્મ્યુલાનો છંટકાવ કરી શકાય છે. સ્પીનોસેડ મધમાખીઓ માટે હાનિકારક હોઇ શકે છે અને તેથી સંપૂર્ણ મોર આવ્યા બાદ તેનો ઉપયોગ ન કરવો જોઇએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ધ્યાન રાખો કે જયારે ઈયળ કળીઓ અંદર હોય ત્યારે તેને જંતુનાશકોથી રક્ષણ મળે છે. છોડના સંકલિત રક્ષણ કાર્યક્રમોમાં ડાયફ્લુબેન્ઝયુરોન પર આધારિત ઉત્પાદનોનો ઉપયોગ થાય છે. જંતુ વૃદ્ધિ નિયમનકર્તા ટેબ્યુફેનોઝાઇડ। શિયાળાના ફૂદાં સામે અત્યંત અસરકારક છે, જે તેમને પ્રજનન કરતાં રોકે છે, અને તે રીતે તેનો નાશ કરે છે.

તે શાના કારણે થયું?

શિયાળાના ફૂદાં, ઓપેરોફટેરા બ્રૂમેટા, ની ઈયળ દ્વારા નુકસાન થાય છે. સમાગમ કર્યા પછી, માદા ઠંડીમાં ટકી રહે તેવા ઈંડા છાલ પર, છાલની ફાટ તથા છાલની ફોતરી નીચે મૂકે છે. જ્યારે સરેરાશ તાપમાન 12-13ºC ની આસપાસ હોય ત્યારે આ ઇંડા સેવાય છે. ઇંડામાંથી બહાર આવેલ ઈયળ વૃક્ષના થડ પર ઉપર ચડે છે અને નવી ઉભરતી કળીઓ વચ્ચે સળવળાટ કરે છે. તેઓ બંધ અંકુરમાં કાણું પાડીશકતા નથી, પરંતુ જયારે તે ખુલે છે, તેઓ પાંદડા નીચેની નરમ પેશીઓ પર ઉઝરડા કરે છો. ભીનો ઉનાળો અને હળવા અને ભેજવાળી શરદ ઋતુ આ જંતુના જીવન ચક્રની તરફેણ કરે છે. પુખ્ત ઇયળો ખીલવા માટે જમીન પર પડે છે. જરદાળુ, ચેરી, સફરજન, પ્લમ, કિસમિસ અને કેટલાક વન્ય વૃક્ષોનો યજમાન છોડમાં સમાવેશ થાય છે.


નિવારક પગલાં

  • રોગ પેદા કરતા જીવાણુના ચિહ્નો માટે વાડીની નિયમિત ચકાસણી કરો.
  • વાડીની નજીક સંવેદનશીલ છોડનું વાવેતર ટાળો.
  • નીંદણ વૈકલ્પિક યજમાનો તરીકે વર્તતા હોવાથી તેને દૂર કરો.
  • વૃક્ષનો કચરો શક્ય તેટલી વહેલી તકે દૂર કરો અને તેમને વાડીથી દૂર ઊંડે દફનાવી અથવા સળગાવીને નાશ કરો.
  • લણણી પછી ખેતરમાં પુપાયને શિકારી માટે અને ઠંડા તાપમાન માં સ્પષ્ટ કરવા ઊંડી ખેડ કરો.
  • માદાને ભૂમિ પરથી તેના વૃક્ષની ટોચ પર જવાના પ્રવાસને રોકવા માટે ગુંદરની રિંગ્સનો ઉપયોગ કરો .

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો