ખાટાં ફળો

ખાટા ફળોમાં કાટ જેવો રોગ નિર્માણ કરતી સૂક્ષ્મ જીવાત

Phyllocoptruta oleivora

સૂક્ષ્મ જીવાત

ટૂંકમાં

  • આ જીવાત નારંગીના ઝાડમાં કાટ જેવો રોગ નિર્માણ કરતી સૂક્ષ્મ જીવાત અને લીંબુના ઝાડ પર રૂપેરી રંગની સૂક્ષ્મ જીવાત તરીકે ઓળખાય છે.
  • ફળોની દેખીતી સપાટી પર, જે 1.3 સેમી કે તેથી વધુ હોય છે, પર નભે છે.
  • ફળની સપાટી ચાંદી જેવા રંગની, લાલ અથવા કાળા રંગની બને છે.
  • વસંત ઋતુના અંત ભાગથી ઉનાળાના અંત સમય સુધી નુકસાન થઈ શકે છે.
  • પરિણામે, તાજા ફળો ના બજારમાં તેનું ધોરણ અને રસની ગુણવત્તામાં ઘટાડો થાય છે.
  • ગંભીર કિસ્સાઓમાં, ઉપજમાં ઘટાડો થાય છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

ઝાડની પ્રજાતિ અને ફળની પરિપક્વતાના આધારે લક્ષણો બદલાય છે. સામાન્ય રીતે, નારંગીના ફળ, પાંદડાં અને ડાળીઓની સપાટી ઉપર જોવા મળતા બ્રોન્ઝ રંગ દ્વારા ખાટા ફળોમાં કાટ જેવું દ્રવ્ય નિર્માણ કરતી સૂક્ષ્મ જીવાતના પ્રારંભિક લક્ષણો જોવા મળે છે. લીલા ફળ, પાંદડાં અને થડ ઉપર ખોરાકના કારણે નુકસાન જોઈ શકાય છે. પાંદડાની બંને સપાટી અને ફળની ત્વચા પર સૂક્ષ્મ જીવાત નભે છે અને તેમાં લાળ દાખલ કરે છે, જેનાથી બહારની ત્વચાના કોષો છુટા પડે છે. બહારની ત્વચા તેનો ચળકાટનો ગુણધર્મ ગુમાવે છે, અને નિસ્તેજ અને બ્રોન્ઝ જેવો રંગ અથવા કાટ નિર્માણ થયેલ વિસ્તારમાં પીળા રંગના પટ્ટાઓ જોવા મળે છે. શરૂઆતમાં, પાંદડાની નીચેની સપાટી ઉપર આછા રંગના ચાઠાં દેખાય છે અને પછી સુકાયેલ ટપકા નિર્માણ થાય છે. ખોરાકને કારણે તેની ત્વચાના કોષો નાશ પામે છે અને તેની સપાટી લીંબુના ઝાડમાં ચાંદી જેવા રંગની, પરિપક્વ નારંગીના ઝાડમાં કાટ જેવા કથ્થઈ રંગની, અને લીલા રંગની નારંગીમાં કાળા રંગની બને છે. જ્યારે ઋતુની શરૂઆત માં કાટ નિર્માણ કરતી સૂક્ષ્મ જીવાતના કારણે નુકસાન થાય ત્યારે તેને “રસ્ટીન્ગ” કહેવામાં આવે છે અને જયારે પરિપક્વ ફળને નુકસાન પહોંચે છે ત્યારે તેને ”બ્રોન્ઝિંન્ગ” કહેવામાં આવે છે. ઇજાગ્રસ્ત સપાટી લીસી અને ઘેરા કથ્થઈ રંગની હોય છે, અને જો ઝાડ પર ફળ લાંબા સમય સુધી ટકી રહે તો, આ ખામીઓ વધુ ગંભીર સ્વરૂપ લઇ શકે છે. જો ફળને પરિપક્વતા પહેલા નુકશાન પહોંચે તો ચેપગ્રસ્ત ફળ કદમાં નાના દેખાય છે. ભારે માત્રામાં ચેપ લાગવાથી કુમળા ઝાડ પર ગંભીર નુકસાન પહોંચી શકે છે. ખાટા ફળોમાં કાટ નિર્માણ કરતી સૂક્ષ્મજીવાત જ્યારે વસંત ઋતુની શરૂઆત માં ફળ પર નભે છે ત્યારે તેની છાલ રંગે ઉનાળામાં દેખાય એના કરતાં આછા રંગની અને તેનું માળખું થોડું ખરબચડું બને છે. જેને શાર્કસ્કિન તરીકે ઓળખવામાં આવે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કાટ જેવો રોગ નિર્માણ કરતી સૂક્ષ્મ જીવાત પર હુમલો કરવા માટે યુસીયસ સિટરીફોલીઅસ, પ્રોનેમેટ્સ અનબીક્વિટ્સ અને અમ્બલીસેઇસ પ્રજાતિઓ અને પરોપજીવી ફૂગ, હિરસુટેલ્લા થોમ્પસોનીલ જેવા શિકારી જીવાતો નો ઉપયોગ, ખાટા ફળોમાં અતિ સૂક્ષ્મ જંતુઓ ની વસ્તી નિયંત્રિત રાખવા માં મદદ કરે છે. પાંદડાં પર તેલ ( 4 લિટર પાણી માં 3 ચમચી રસોઈમાં વપરાતું તેલ અને અડધી ચમચી ડિટર્જન્ટ સાબુ) પર આધારિત છંટકાવ અથવા સાબુ નું દ્રાવણ (પ્રત્યેક 4 લિટર પાણીમાં 2 ચમચી સાબુ / પ્રવાહી ધોવાનો સાબુ ) નો છંટકાવ સૂક્ષ્મ જીવાત ના ઉપદ્રવને ઘટાડી શકે છે. જ્યારે તાપમાન 35 ° સે. થી વધારે હોય ત્યારે તેલનો છંટકાવ કરવો નહીં. પાંદડાની નીચેની બાજુ છંટકાવ કરો અને જો જરૂરી લાગે તો 3 થી 4 અઠવાડિયા પછી ફરીથી છંટકાવ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધાયનમાં રાખો. જયારે 30% કરતા વધુ વૃક્ષો ચેપગ્રસ્ત થાય ત્યારે પગલાં લેવા. તમારી રાસાયણિક સારવાર લાભદાયક જંતુઓ ને પણ અસર કરી શકે છે તે માટે કાળજીપૂર્વક પસંદ કરો. તમામ સૂક્ષ્મ જંતુનાશકોનો ઉપયોગ પ્રતિકાર નો વિકાસ ઘટાડવા માટે ફક્ત વર્ષમાં એક વાર જ કરવો જોઇએ. સૂક્ષ્મ જીવાણુઓ ના સમુદાય ને દૂર કરવા માટે સ્પીરોડીકલોફેન, ડીફ્લુબેન્ઝયુરોન , એબેમેકટીન, એસક્વિનોસીલ , સ્પીરોટેટ્રામેટ , માઈક્રોનાઇઝ્ડ અથવા વેટટેબલ સલ્ફર, ફેનપાયરોક્સિમેટ અને કલોરપાયરીફોસ જેવા જંતુનાશકો નો ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

કાટ જેવું દ્રવ્ય નિર્માણ કરતી સૂક્ષ્મ જીવાતની ખાવાની પ્રવૃત્તિના કારણે નુકસાન નિર્માણ થાય છે. તેની નૈસર્ગીક રીતે અતિ સૂક્ષ્મ હોય છે અને નરી આંખે ભાગ્યે જ જોઈ શકાય છે. જ્યારે ફળ અને પાંદડાની સપાટી પર તે વિપુલ માત્રામાં હાજર હોય ત્યારે જ તે વધુ સ્પષ્ટ બને છે. જે પાઉડર જેવાં રજકણોનો દેખાવ આપે છે. પાંદડાંની અથવા ફળની સપાટી પર નાના સમૂહમાં, સફેદ, ગોળાકાર ઈંડા મૂકે છે. ઈંડામાંથી પરિપક્વ સૂક્ષ્મ જીવાત નિર્માણ થાય તે પહેલા સક્રિય બાળકીડાના બે તબક્કા આવે છે. 30° સે તાપમાને, છ દિવસમાં સૂક્ષ્મ જીવાતની એક પેઢી પૂરી થાય છે. માદા જીવાત 4 થી 6 અઠવાડિયા સુધી જીવે છે અને તેના જીવનકાળ દરમ્યાન 30 ઇંડા મૂકી શકે છે. વાડીમાં જોવા મળતા છૂટાછવાયા ચાઠાંવાળા ફળો એ કાટ નિર્માણ કરતી સૂક્ષ્મ જીવાતના ઉપદ્રવની પ્રારંભિક નિશાની છે. જ્યારે કોઈ પણ ઋતુમાં આવા લક્ષણો જોવા મળે, ત્યારે આગામી ઋતુ માટે તેને કાટ નિર્માણ કરતી સૂક્ષ્મ જીવાત માટેની ગંભીર ચેતવણી ગણાવી જોઈએ. આ અતિ સૂક્ષ્મ જીવાત માટે ભેજવાળી પરિસ્થિતિ અનુકૂળ રહે છે અને ઉષ્ણકટિબંધીય અને પેટા-ઉષ્ણકટિબંધીય આબોહવામાં તે ખુબજ સામાન્ય હોય છે. પવન દ્વારા અતિ સૂક્ષ્મ જીવાત એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફેલાઈ શકે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો સહનશીલ જાતો પસંદ કરો.
  • ઉપદ્રવના લક્ષણો માટે હાથ લેન્સ વડે વાડી નું નિરીક્ષણ કરો.
  • અન્ય જંતુઓ અને પક્ષીઓ જેવી શિકારી પ્રજાતિઓ માટે યોગ્ય પરિસ્થિતિ જાળવો.
  • છાંટણી દ્વારા વૃક્ષો વચ્ચે સારીરીતે હવાની અવરજવર જાળવો.
  • વાડી માંથી નિંદામણ કરીને નીંદણ નું નિયંત્રણ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો