દ્રાક્ષ

સૂક્ષ્મ કીડાના કારણે દ્રાક્ષમાં કાટ જેવો રોગ

Calepitrimerus vitis

સૂક્ષ્મ જીવાત

ટૂંકમાં

  • પાંદડા પર નાના અર્ધપારદર્શક ટપકાં.
  • પાંદડા પર સફેદ વાળ.
  • પાંદડાંના રંગમાં ઘેરા લીલા-જાંબલી રંગનું અને આકારમાં વિકૃતિકરણ.
  • અટકેલો વિકાસ.
  • અત્યંત નાના જંતુઓ, જે બહિર્ગોળ કાચ વગર જોવા અઘરા છે.

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

પાંદડાં પર જોવા મળતાં અસંખ્ય ટપકાંની ભાત એ પ્રારંભિક લક્ષણો છે, અને સૂર્યપ્રકાશમાં જોતાં તે સમગ્ર પાંદડાને આવરી લેતાં જોવા મળે છે. પાંદડાં દીઠ નાના, અર્ધપારદર્શક સુષ્ક બિંદુઓની સંખ્યા છોડમાં કેટલો ઉપદ્રવ છે તેનો ખ્યાલ આપે છે. પુષ્કળ માત્રામાં સફેદ વાળની હાજરી પણ ઉપદ્રવની એક નિશાની છે. ઈજાના પરિણામે પાંદડાઓ પાછળથી ઘેરા લીલા-જાંબલી રંગના બને છે અને વિકૃત રીતે વિકસે છે. ઋતુના પ્રારંભમાં ગંભીર ચેપ અંકુર અને પાંદડાને ભારે નુકશાન પહોંચાડી શકે છે. પાનખર અને અટકેલ વિકાસ જોઈ શકાય છે. ફૂલોને ઈજા પહોંચવાથી અથવા વિકાસ અટકાવાથી ફળનું ઉત્પાદન ઘટી શકે છે. દ્રાક્ષ ધીમા વિકાસ સાથે ઋતુના અંતમાં વિકાસ પામે છે, તેથી સામાન્ય રીતે, સૂક્ષ્મ કીડાના કારણે દ્રાક્ષમાં કાટ જેવો રોગ એ એક નાની સમસ્યા છે. તેમછતાં પણ, જો જંતુની વસ્તીમાં ઝડપી વિકાસ માટે બધી જ પરિસ્થિતિ મળી રહે તો, ઉપજ અને ગુણવત્તાને નુકસાન થઇ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ રોગની જીવાતના અસંખ્ય કુદરતી દુશ્મનો છે, ખાસ કરીને શિકારી જીવાત. સમયસર સુષુપ્તાવસ્થા દરમ્યાન અને કુંપણ ફૂટવાના સમયે પલાળી શકાય તેવા સલ્ફરથી સારવાર કરવાથી પણ આ અતિ સૂક્ષ્મ જંતુને અટકાવવા મદદ મળી રહે છે. જોકે, એક વાર છંટકાવ બંધ કર્યા બાદ તેમની વસ્તી વધી શકે છે. લીમડાના તેલના અર્ક અથવા અમુક જંતુનાશક સાબુનો પાંદડા પર છંટકાવ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મોટા ભાગના કિસ્સાઓમાં, જંતુનું નિયંત્રણ કરવા માટે જંતુનાશકોનો ઉપયોગ કરતો નથી કારણકે તે લાભદાયી હિંસક અતિ સૂક્ષ્મ જંતુઓની વસ્તી ઘટાડે છે, જે રોગ પેદા કરતી જીવાત ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તે શાના કારણે થયું?

વિટિસ વિનિફેરાના જવાબદાર જંતુ, દ્રાક્ષમાં કાટ જેવો રોગ નિર્માણ કરતાં સૂક્ષ્મ કીડા (કેલૅપિતરીમેરસ વિટિસ)ના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે પુખ્ત માદા તરીકે વેલાની છાલ અથવા ફાટમાં ઠંડી દરમ્યાન ટકી રહે છે, અને તેઓ ત્યાંથી વસંતઋતુના પ્રારંભમાં તે વિકાસશીલ અંકુર પર સ્થળાંતર કરે છે. તેનું અતિ સૂક્ષ્મ કદ અને અપારદર્શક રંગ તેને ઓળખવા માટે મુશ્કેલ બનાવે છે. ઘણી વખત પાંદડા પર, તે સફેદ વાળ દ્વારા ઘેરાયેલ હોય છે. તેઓ વસંતઋતુના પ્રારંભમાં તાજાં પાંદડાં અને ડાળીઓ પરના અંકુરને, તેની ચાંચ(મોઢાનો ભાગ) બાહ્ય આવરણમાં નાખી અને ચૂસીને, ખાય છે. ખાતી વખતે દાખલ કરવામાં આવેલ પદાર્થો કેટલાંક હોર્મોન્સના ગુણધર્મો ધરાવે છે અને તેનાથી પેશીઓમાં વિકૃતિ પેદા થાય છે. ઉનાળાના મધ્ય સુધીમાં, આ અતિ સૂક્ષ્મ જંતુઓ ઠંડી દરમ્યાન તેમના રક્ષણ માટે જગ્યા શોધે છે. અનેક હિંસક જીવાત અને જંતુઓ તેમના પર નભે છે તેથી સામાન્ય રીતે આ સમસ્યા નથી.


નિવારક પગલાં

  • ખેતરને તૈયાર કરતી વખતે તેમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરો.
  • જમીનમાં કાર્બનની માત્રા સંતુલિત રાખવા જૈવિક ખાતર આપો.
  • રોગના સંકેતો માટે છોડનું સંપૂર્ણપણે નિરીક્ષણ કરો.
  • જંતુના ચિહ્નો માટે નિયમિત રીતે વાડીનું નિરીક્ષણ કરો.
  • લાભદાયી અતિ સૂક્ષ્મ જીવાત અને જંતુઓની વસ્તી જળવાઈ રહે તે માટે જંતુનાશકોનો નિયંત્રિત ઉપયોગ કરો.
  • યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ખાતર આપવાની ખાતરી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો