Polyphagotarsonemus latus
સૂક્ષ્મ જીવાત
નુકસાન હમેશા હર્બિસાઈડસ ના દુરુપયોગ અને પોષકતત્વોની ઉણપને કારણે થતા નુકસાન જેવું લાગે છે. પાંદડાં વળી જાય છે, જાડા થાય છે અને કથ્થઇ બની જાય છે. નીચેની બાજુ મુખ્ય શિરાઓ ની વચ્ચે ચેતનવંતા બદામી વિસ્તારો દેખાય છે. મોર નિરસ્ત અને કુમળા પર્ણસમૂહ વારંવાર વિકૃત બને છે. જ્યારે વસ્તી ગીચતા વધારે પ્રમાણ માં હોય છે ત્યારે અટકેલા વિકાસ અને અંકુરણ નું મૃત્યુ જોઇ શકાય છે. જીવાતના ખોરાકને કારણે થતા નુકસાન ને લીધે ફળો ચાંદી જેવા અને ચેતનવંતા બદામી વિસ્તારો દેખાય છે.
ઉપદ્રવ પછી રોગને નિયંત્રિત કરવા માટે, નિયોસીયુલસ ક્યુક્યુમેરીસ અને એમ્બલીસીયસ મોન્ટડોરેન્સિસ જેવા સૂક્ષ્મ જંતુઓ ના કુદરતી શિકારી નો ઉપયોગ કરો. લસણના સ્પ્રે અને જંતુનાશક સાબુ નો પણ પ્રયાસ કરો. નાના કુમળા છોડની ગરમ પાણી (43 ° સે થી 49 ° સે 15 મિનિટ માટે ) સાથેની સારવાર પણ સૂક્ષ્મ જંતુઓ ના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે મદદ કરે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. માત્ર વધારે પ્રમાણ માં જંતુઓ ના ઉપદ્રવ માંજ રસાયણો નો ઉપયોગ કરો. સૂક્ષ્મ જંતુઓ નું ટૂંકું જીવન ચક્ર તેમને પ્રતિકાર વિકસાવવા મદદ કરે છે જેના કારણે રાસાયણિક સારવારની મદદથી તેમને નિયંત્રિત કરવા મુશ્કેલ હોય છે. જો જંતુનાશકો ખરેખર જરૂરી હોય તો, અબામેકટીન, સ્પીરોમેસીફેન અથવા પાયરીડિન સમાવતા ઉત્પાદનો નો છંટકાવ કરો.
વ્યાપક સૂક્ષ્મ જંતુઓ તાજાં પાંદડાં અને કળીઓને વીંધે છે અને ઘા માંથી સ્ફુરતા સત્વ ને ચૂસે છે. તેમની લાળમાં છોડ -હોર્મોન જેવા પદાર્થો હોય છે જેના કારણે પેશ વિકૃત થાય છે. સૂક્ષ્મ જંતુઓ ખૂબ જ નાના હોય છે અને બૃહદદર્શક કાચ વગર જોવા મુશ્કેલ. પુખ્ત લગભગ 0.2 એમએમ લાંબા અને અંડાકાર આકારના હોય છે. રંગ પીળો અને લીલો વચ્ચે બદલાય છે. પુખ્ત માદાઓ પાંદડા ની નીચેના ભાગ પર અથવા ફળો ના પાયાના ભાગમાં દિવસ દરમ્યાન લગભગ પાંચ ઇંડા મૂકે છે. બે અથવા ત્રણ દિવસમાં લાર્વા સેવન પામે છે. અતિ સૂક્ષ્મ જંતુઓનો ફેલાવો ખૂબ ધીમે થાય છે, સિવાય કે જ્યાં સુધી તેઓ રોગના ફેલાવા માટે કોઈ જંતુ નો ઉપયોગ કરે અથવા પવન દ્વારા ફેલાય નહીં. આ પ્રજાતિ ગ્રીનહાઉસ માં હાજર ગરમ ભેજવાળી સ્થિતિમાં ઝડપથી વધે છે.