Oxycenus maxwelli
સૂક્ષ્મ જીવાત
ઓલિવની મસી (સૂક્ષ્મ જંતુ) કોમળ દાંડી, કળીઓ અને પાંદડાની ઉપરની સપાટીને ખાય છે, અને આમ કરીને વિકાસ પામતી પેશીઓને નુકસાન પહોંચાડે છે. પાંદડા પર ટપકાં, પાંદડાના રંગમાં વિકૃતિ અને પાંદડાં મુખ્ય નસની દિશાથી વળી જઈને દાતરડાં જેવો આકાર પામે એ આ સૂક્ષ્મ જંતુઓ દ્વારા હુમલાના મુખ્ય લક્ષણો છે. ઉપદ્રવના કારણે નિર્માણ થતાં અન્ય લક્ષણોમાં વસંત દરમિયાન નાશ પામતી કળીઓ, ફૂલની કળીઓમાં વિકૃતિકરણ, કળીઓનું ફાટવું અને ખરી પડવું, તથા અંકુરનો ઓછી માત્રામાં વિકાસનો સમાવેશ થાય છે. પાંદડાં વચ્ચેની જગ્યામાં વિકૃત ટૂંકું અંતર હોવાના કારણે દૂરથી જોતા તે “ડાકણની સાવરણી” જેવા દેખાય છે. ઓલિવના વૃક્ષ આ ચેપ સામે લડી શકે છે અને તે પોતાને જોઈતો વિકાસ ફરી મેળવી શકે છે માટે સામાન્ય રીતે ઓલિવ માટે આ જંતુ મોટી સમસ્યા નથી. તેમ છતાં, ઓલિવનાં કુમળા છોડને વધુ માત્રામાં ચેપ લાગે તો તેના વિકાસને ગંભીર અસર થઈ શકે છે.
લેડી ભમરા અને અન્ય કેટલાક પ્રકારના શિકારી જંતુઓ ઓ મેક્સવેલ્લી ને ખાય છે અને તેને વાડીમાં દાખલ કરી શકાય છે. વ્યાપકપણે અસર કરતાં જંતુનાશકોના ઉપયોગથી આ શિકારી જંતુનો નાશ ન થાય તેની ખાતરી કરો. ઉનાળા માટે યોગ્ય એવા બાગાયત તેલ, ઓછો સમય માટે અવશેષો છોડતા હોવાથી, પલાળી શકાય તેવા સલ્ફરની સરખામણીએ તે કુદરતી દુશ્મનો માટે ઓછા ઝોખમકારક છે. જ્યારે તાપમાન ઠંડુ હોય ત્યારે ભીના ઓલિવનાં વૃક્ષ પર આ તેલનો ઉપયોગ કરવો જોઈએ.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. જો જંતુ વધુ માત્રામાં જોવા મળે, તો મોર આવતા પહેલાં ઓલિવના વૃક્ષોનો ઉપચાર કરવો જોઈએ. પલાળી શકાય તેવા સલ્ફરનો ઉપયોગ અસરકારક સાબિત થયો છે, પરંતુ 32 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને તે વૃક્ષને નુકસાન કરી શકે છે. તેથી ઊંચા તાપમાને, સલ્ફરના પાવડરનો ઉપયોગ કરવો સારું છે. સલ્ફરનો છંટકાવ કરવો એ અન્ય વિકલ્પ છે.
ઓક્સિસેન્સ મેક્સવેલી, સૂક્ષ્મ જંતુની ખોરાક લેવાની પ્રવૃત્તિના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે એક ખુબ જ નાનું (0.1-0.2 મીમી) જંતુ છે જે નરી આંખે જોઈ પણ શકાતું નથી. તે પીળાશ પડતા કે ઘેરા કથ્થઈ રંગનું, અને ફાચર જેવા આકારનું ચપટું શરીર ધરાવે છે અને ધીમે ધીમે ચાલે છે. આ વિશેષ લાક્ષણિકતા તેને આ પ્રજાતિના અન્ય જંતુઓ કરતા અલગ પાડે છે. તેઓ ફક્ત ઓલિવના વૃક્ષને જ ખાતા હોવાથી, તેમનું જીવનચક્ર ઓલિવના વૃક્ષ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. વસંતઋતુમાં, તે નવા પાંદડા અને કળીઓ પર જાય છે અને ત્યાં માદા જંતુ લગભગ 50 જેટલા ઇંડા મૂકે છે. બહાર આવતા લાર્વા અને બાળકીડા ફૂલોને ઘણીબધી જગ્યાએ ખાઈ નાખતા હોવાથી દાંડીને ગંભીર અસર કરે છે, અને જેથી તે અકાળે ખરી પડે છે. પાછળથી, આ સૂક્ષ્મ જંતુઓ કુમળા ફળો પર હુમલો કરી શકે છે અને તેના કારણે જ્યાં ખોરાક લીધો હોય તે જગ્યાની આસપાસની પેશીઓ વિકૃત અને નબળી પડી શકે છે.