Panonychus citri
સૂક્ષ્મ જીવાત
ઝાડની ફરતે કુમળા પાંદડાં ઉપર બારીક રાખોડી અથવા રૂપેરી રંગ ના રજકણો દ્વારા નુકસાન ના લક્ષણો જોવા મળે છે, જેને સ્ટીપલિંગ કહેવાય છે. કોઈકવાર, ફળ અને ડાળીઓ ઉપર પણ અસર જોવા મળે છે. ગંભીર ઉપદ્રવના કિસ્સામાં, આ રજકણો ભેગા મળી ટપકાનું નિર્માણ કરે છે અને પાંદડાં અથવા લીલા ફળોને રૂપેરી અથવા તામ્ર રંગનો દેખાવ આપે છે. પાંદડાના કોષોને નુકસાન થવાથી પ્રકાશસંશ્લેષણ માટેના વિસ્તારમાં ઘટાડો થાય છે અને આક્રમણ પામેલ કોષોનો સમયાંતરે નાશ થાય છે. અકાળે પાનખર, ડાળીઓનો નાશ, ફળોની ગુણવત્તામાં અને ઝાડની તાજગી માં ઘટાડો જોવા મળે છે. આવું ખાસ કરીને પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હેઠળ જોવા મળે છે, ઉદાહરણ તરીકે સૂકું અને પવન વાળું હવામાન. તેનાથી વિપરીત, પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવાથી રોગના બનાવો અને જંતુ દ્વારા થતાં નુકશાનમાં ઘટાડો થાય છે.
પેનોનીચર્સ સીટ્રી ના માટે શિકારી અને અન્ય કુદરતી દુશ્મનો મોટી સંખ્યામાં છે, કે જે તેના વારંવાર ફેલાવાનું નિયંત્રિત કરવા માટે પૂરતાં છે. કેટલાક દેશમાં જ્યારેખાટાં ફળોમાં જોવા મળતી લાલ સૂક્ષ્મ જીવાતની સંખ્યા ઓછી હોય ત્યારે તેનું અસરકારક રીતે નિયંત્રણ કરવા માટે વિવિધ ફાયટોસેઈડ સૂક્ષ્મ જીવાતનો (ઉદાહરણ તરીકે યુસેઇયસ સતિપુલેટ્સ) ઉપયોગ કરવામાં આવ્યો છે. જીનસ સ્ટેથોરસ ઈન્દ્રગોપની કેટલીક પ્રજાતિઓ જંતુનો આક્રમક રીતે ખોરાકમાં ઉપયોગ કરે છે. ફૂગ અને ખાસ કરીને વાયરસ, પણ ખેતરમાં, પેનોનીચર્સ સીટ્રી ની વસ્તીનું નિયંત્રણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેને તાપમાન દ્વારા વેગ મળે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધાયનમાં રાખો. વ્યાપક પણે અસર કરતાં જંતુનાશકો પરિસ્થિતિમાં વધારો કરી શકે છે તેથી સંયમિત અસર કરતા જંતુનાશકોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કૃત્રિમ પાયરીથ્રોઇડ આ સૂક્ષ્મ જીવાતના ઉપદ્રવમાં વધારો કરે છે. વિવિધ પ્રકારના એકેરીસાઈડ્સ ના ઉપયોગથી પ્રતિકારનો વિકાસ થતો અટકે છે.
ખાટા ફળોમાં જોવા મળતી લાલ રંગની પેનોનીચર્સ સીટ્રી સૂક્ષ્મ જીવાતના પરિપક્વ અને બાલ કીડાની ખાવાની પ્રવૃત્તિના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તેને ઈટ જેવા લાલ રંગના જમરૂખ જેવા આકારના શરીર અને તેની પીઠ પર આવેલા મોતી જેવા ટપકા માંથી બહાર નીકળતા કડક સફેદ વાળ દ્વારા દર્શાવી શકાય છે. તેઓ ખાટા ફળોના ઝાડ ને સંક્રમિત કરે છે અને કોઈક વાર પપૈયા, કસાવા અથવા દ્રાક્ષ જેવા અન્ય પાકને પણ અસર કરે છે. તે પાંદડાની બંને સપાટી ઉપર અસર કરે છે, પરંતુ સામાન્ય રીતે તેને ઉપરની સપાટી ઉપર ખાતા જોઇ શકાય છે. રેશમી તાંતણા ના કારણે તે પવન દ્વારા સરળતાથી એક ઝાડથી બીજા ઝાડ પર પરિવહન કરી શકે છે. બીજી રીતે જંતુઓ અને પક્ષીઓ દ્વારા પણ તેનો ફેલાવો થઇ શકે છે. ચેપગ્રસ્ત સાધન અને ખેતીની સાચવણીની ખરાબ પદ્ધતિ ના કારણે પણ જંતુઓનો અન્ય ખેતરમાં ફેલાવો થઈ શકે છે. પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવાની સારી સિંચાઇની યોજનાઓ દ્વારા આ જંતુથી નિર્માણ થતાં રોગના બનાવો અને નુકસાનમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઇ શકે છે. આનાથી વિપરીત, ખુબ ઓછો અથવા વધુ પ્રમાણમાં ભેજ, વધુ પડતો પવન, દુકાળ અથવા મૂળના અપૂરતા વિકાસથી પરિસ્થતિ કથળી શકે છે. 25° સે તાપમાન અને 50-70% ભેજ એ ખાટાં ફળોમાં જોવા મળતી લાલ સૂક્ષ્મ જીવાત માટે અનુકૂળ પરિસ્થિતિ છે.