અન્ય

ફોડલી નિર્માણ કરતાં સૂક્ષ્મ કીડા

Eriophyidae

સૂક્ષ્મ જીવાત

ટૂંકમાં

  • પાંદડા પર ફોડલીની રચના અને જાડી કિનારી.
  • પાંદડાની નીચેના ભાગમાં મખમલી રેસા.
  • અટકેલા અંકુર અને ફૂલેલી કળીઓ.
  • જીવાતના ખોરાક લેવાના કારણે પાંદડા પર ફુલેલ માળખાં.

માં પણ મળી શકે છે

5 પાક
સફરજન
જરદાળુ
ચેરી
પીચ
વધુ

અન્ય

લક્ષણો

પાંદડા પર મોટી સંખ્યામાં વધુ વિકસેલ (કહેવાતા ફોડલાઓ) દેખાય છે. ફોડલી નિર્માણ કરતાં સૂક્ષ્મ કીડાની પ્રજાતિઓ પર આધાર રાખીને પાંદડાંની કિનારી જાડી થઇ શકે છે. વાળની અતિશય વૃદ્ધિ ના કારણે પાંદડાની નીચેની સપાટી પર મખમલ જેવા રેસા નિર્માણ થાય છે. ફોડલાનો રંગ પીળો કે લાલ હોઈ શકે છે. અંકુર અટકેલા અને કળીઓ ફૂલેલી દેખાય છે. સૂક્ષ્મકીડાના ખાવાના કારણે પાંદડાંની સપાટી પર કડક માળખું વિકાસ પામે છે. વૃક્ષો અંકુરનો એક એવો પ્રસાર ધરાવે છે કે જેનાથી "ડાકણોના 'ઘર" જેવા દેખાય છે. પાંદડા કથ્થાઈ બનવા પણ શક્ય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

મોટા ભાગના કિસ્સાઓમાં, કોઇ જ સારવાર જરૂરી હોતી નથી. જો ઉપદ્રવ ગંભીર લાગે તો, અસરગ્રસ્ત વૃક્ષના ભાગોને દૂર કરી શકાય છે. જો કાપણીની સામગ્રી ના કારણે થતું ચેપનું નુકસાન, અતિ સૂક્ષ્મ જંતુઓ કરતાં વધુ નુકસાનનું કારણ બની શકે, તો અગાઉથી જ નક્કી કરો

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. અબીમેક્ટિન અથવા બાયફેંથ્રિન ધરાવતાં જંતુનાશકો / કીટનાશકો સાથે નિયંત્રક છંટકાવ કરવાથી અતિ સૂક્ષ્મ કીડા સામે વૃક્ષોનું રક્ષણ કરે છે. પલાળેલ સલ્ફરની સારવાર પણ મદદ કરી શકે છે, પરંતુ તે લાભદાયક જીવતોને પણ નુકસાન પહોંચાડી શકે છે.

તે શાના કારણે થયું?

એક અતિ સૂક્ષ્મ જંતુઓ કારણે નુકસાન થાય છે જે સામાન્ય રીતે 0.2મિમિ કદ ધરાવે છે, અને મુખ્યત્વે રસ ઝરતાં ફળોને, પણ કોઈ વાર અન્ય ફળના ઝાડ અથવા અખરોટના વૃક્ષોને પણ અસર કરી શકે છે. આ અતિ સૂક્ષ્મ જંતુઓ લાંબુ શરીર અને પગની માત્ર જોડી ધરાવે છે, જે અન્ય અતિ સૂક્ષ્મ જંતુઓમાં ચાર જોડીથી વિપરીત હોય છે. તે ઠંડી દરમ્યાન છાલ અથવા અંકુરના ભીંગડાની નીચે ટકી રહે છે અને વસંત દરમ્યાન ખોરાક લેવાનું અને ઇંડા મૂકવાનું શરૂ કરે છે. તેઓ પાંદડાંમાંના સત્વને ચૂસીને તેના પર નભે છે અને આમ કરતી વખતે તે છોડની પેશીમાં રસાયણો ફેલાવે છે જેનાથી ફૂલેલા ફોડલાની રચના થાય છે. અતિ સૂક્ષ્મ જંતુઓ આ ફોડલા પર ખોરાક ચુસવાનું ચાલુ રાખે છે, જે વાસ્તવમાં છોડના પૌષ્ટિક સત્વથી ભરેલ હોય છે. તેઓ સામાન્ય રીતે યજમાનને ગંભીર નુકસાન કરતાં નથી.


નિવારક પગલાં

  • ફોડલી નિર્માણ કરતાં સૂક્ષ્મ કીડાની હાજરી માટે નિયમિતપણે વાડીનું નિરીક્ષણ કરો.
  • જો ઉપલબ્ધ હોય તો, સૂક્ષ્મજંતુ પ્રતિકારક અથવા સહિષ્ણુ વૃક્ષની જાતો પસંદ કરો.
  • અસરગ્રસ્ત છોડના ભાગને કાપી લો અને, તેમાંથી વધુ રોગ ફેલાતો અટકાવવા માટે બાળી અથવા દફનાવી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો