તમાકુ

પાક બળી જવો

Pseudomonas syringae pv. tabaci

બેક્ટેરિયા

ટૂંકમાં

  • મુખ્યત્વે પાંદડાં પર કથ્થઈ રંગના, સુકાયેલા ટપકાં.
  • સામાન્ય રીતે આ ટપકાં પીળા રંગની આભાથી ઘેરાયેલ હોય છે.
  • ચેપગ્રસ્ત પાંદડા કરમાઈ, પીળું પડી અને ખરી પડે છે.
  • પાકનો વિકાસ ધીમો પડે છે અથવા વિકાસ થતો જ નથી.

માં પણ મળી શકે છે

1 પાક
તમાકુ

તમાકુ

લક્ષણો

આ લક્ષણો ઝડપથી વિકાસ પામી શકે છે. ટપકાં મુખ્યત્વે પાંદડા પર જોવા મળે છે, ઉપરાંત તે છોડની દાંડી, ફૂલો અને તમાકુની સીંગો પર પણ નિર્માણ થઈ શકે છે. સામાન્ય રીતે, આ ટપકાં પીળા રંગની આભાથી ઘેરાયેલા હોય છે. આ ટપકાં શરૂઆતમાં નાના, આછા-લીલા રંગના ગોળાકારે શરૂ થાય છે, જેનું કેન્દ્ર બાદમાં પેશીઓ નાશ પામવાના કારણે કથ્થઈ રંગનું બને છે. આ ટપકાંઓ એકરૂપ થઇ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, પાંદડાનો ક્ષતિગ્રસ્ત ભાગ ખરી પડે છે, અને માત્ર પાંદડાની નસો બાકી રહે છે. છોડ બળવાનો આ રોગ નર્સરીમાં રહેલ રોપાઓ સહિત, છોડના વિકાસના કોઈપણ તબક્કે અસર કરી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

નિવારક માપદંડ અને ખેતીની યોગ્ય પદ્ધતિ એ છોડ બળી જવાના રોગનું નિયંત્રણ કરવા માટેના વિકલ્પો છે.

રાસાયણિક નિયંત્રણ

આ જંતુના નિયંત્રણ માટે છોડની વૃદ્ધિના પ્રારંભિક તબક્કામાં બોર્ડેક્સ મિશ્રણ જેવા કોપર આધારિત રસાયણનો ઉપયોગ કરી શકાય છે. જે વિસ્તારોમાં ખેતી માટે મંજૂરી પ્રાપ્ત હોય તો ત્યાં એન્ટિબાયોટિક સ્ટ્રેપ્ટોમાસીન પણ વિકલ્પ તરીકે ગણી શકાય છે. જો કે, બેક્ટેરિયા ઝડપથી તેની સામે પ્રતિકારક્ષમતા નિર્માણ કરી શકે છે તેથી સ્ટ્રેપ્ટોમાસીનની અસરકારકતા ઓછી પણ થઇ શકે છે. જંતુનાશકો અથવા કોઈપણ પ્રકારના રાસાયણિક ઉત્પાદનનો ઉપયોગ કરતી વખતે, રક્ષણાત્મક કપડાં પહેરવા અને લેબલ પર લખેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવી ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. દરેક દેશ પ્રમાણે નિયમો જુદાજુદા હોય શકે છે, તમે તમારા વિસ્તાર પ્રમાણેના ચોક્કસ નિયમોનું પાલન કરી રહ્યા છો તેની ખાતરી કરો. તેનાથી ચોક્કસપણે સલામતી મળે છે અને સફળ સારવારની શક્યતા વધે છે.

તે શાના કારણે થયું?

આ રોગનું કારણ બને છે તે બેક્ટેરિયા ગરમ અને ભેજવાળી પરિસ્થિતિઓમાં, તેમજ ઘણીવાર મુશળધાર વરસાદ તોફાન પછી વધુ ફેલાય છે. રોગ કેવી રીતે અને ક્યાં ફેલાય તે માટે પવન મોટી ભૂમિકા ભજવે છે. ફુવારાથી પાણી છાંટવાથી પણ આ જ પ્રકારે બેક્ટેરિયાનો ફેલાવો થાય છે. કુદરતી અથવા બેક્ટેરિયા દ્વારા નિર્માણ થયેલ છિદ્રો દ્વારા તમાકુના છોડમાં બેક્ટેરિયા પ્રવેશ કરે છે. એકવાર અંદર પ્રવેશ કર્યા બાદ છોડની અંદર બેક્ટેરિયા વિકાસ પામે છે અને વધુ ફેલાય છે. જયારે છોડ સડે અને નાશ પામે, ત્યારે તે બેક્ટેરિયા ફરીથી પર્યાવરણમાં પ્રવેશે છે, તથા આજુબાજુના અન્ય છોડને ચેપ લગાવી શકે છે અથવા બે વર્ષ સુધી જમીનમાં જીવંત રહી શકે છે. ચેપગ્રસ્ત છોડનો કચરો, માટી અથવા ખેતરના સાધનો દ્વારા પણ તે અન્ય વિસ્તારોમાં ફેલાઈ શકે છે.


નિવારક પગલાં

  • શરૂઆતમાં બેક્ટેરિયાનું જોખમ ઓછું કરવા માટે તંદુરસ્ત રોપાઓ સાથે શરૂઆત કરો.
  • ખેતરને સ્વચ્છ રાખો અને બેક્ટેરિયા છુપાઈ શકે તેવા કાટમાળને ખેતરમાંથી દૂર કરો.
  • વધુ પડતો ભેજ રોગ માટે અનુકૂળ હોવાથી, પાકને વધુ પડતું પાણી આપવાનું ટાળો.
  • જંતુઓના કરડવાથી છોડમાં કાણા પડે છે, જેના દ્વારા બેક્ટેરિયા છોડમાં દાખલ થઇ શકે છે તેથી ખેતરમાં જંતુઓની વસ્તીનું નિયમન કરો.
  • ખાસ કરીને વરસાદ પછી, પાકમાં રોગના ચિહ્નો જોવા માટે વારંવાર તેને તપાસો.
  • તંદુરસ્ત છોડમાં બેક્ટેરિયાનો ફેલાવો થતો રોકવા માટે ચેપગ્રસ્ત છોડની સામગ્રીને દૂર કરી તેનો નાશ કરો.
  • જમીનમાં બેક્ટેરિયાનો વધારો ન થાય તે માટે પાકને બદલતા રહો.
  • બેક્ટેરિયા જમીનમાં ટકી ન રહે તે માટે, રોગ પડ્યા બાદ ઓછામાં ઓછા બે વર્ષ સુધી તે ખેતરમાં તમાકુનું વાવેતર કરવું નહિ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો