શેરડી

શેરડીમાં ઘાસ જેવો અંકુર

Sugarcane grassy shoot phytoplasma

બેક્ટેરિયા

ટૂંકમાં

  • સાંકળા અને આછા પાંદડા.
  • ચેપગ્રસ્ત છોડનો ઘાસ જેવો દેખાવ.
  • ખેડૂતનું કામ અટકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

પ્રાથમિક લક્ષણો જયારે પાક 3-4 મહિનાનો હોય ત્યારે કુમળી અવસ્થામાં દેખાય છે. તાજાં પાંદડાં રંગે નિસ્તેજ અને પાતળા તથા સાંકળા દેખાય છે. જેમ જેમ રોગ વિકસે છે, દરેક નવા છોડ સફેદ અથવા પીળા રંગ સાથે વધે છે જેનાથી છોડને ઘાસ જેવો દેખાવ મળે છે. અસરગ્રસ્ત ઝુંડનો અકાળે વધારાની ગૌણ કળીઓનો પ્રસાર થવાથી વિકાસ અટકે છે. સંપૂર્ણ ઊગેલ સાંઠા પર આજુબાજુ અંકુર ફૂટવા અને પીળીશ સાથે પછીનો ચેપ દેખાય છે. સામાન્યરીતે, અસરગ્રસ્ત ગાંઠમાંથી નિર્માણ પામેલ ચેપગ્રસ્ત છોડ લણણી કરી શકાય તેવા સાંઠા નિર્માણ કરતા નથી અને સામાન્ય રીતે ઘણાં ઝુંડ લણણી ફરી અંકુરણ પામતાં નથી, જેનાથી જમીનમાંથી નવા ઉગતાં છોડમાં ગાબડા દેખાય છે. જો સાંઠાની રચના થાય, તો તેની ગાંઠો વચ્ચે ઓછું અંતર અને પાતળા દેખાય છે, નીચલી ગાંઠો પર હવાઈ મૂળ જોઈ શકાય છે. સામાન્ય રીતે આવા સાંઠા પર કળીઓ કાગળ જેવી અને અસાધારણ રીતે વિસ્તરેલ હોય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ રોગની સીધી સારવાર શક્ય નથી. જોકે, એફિડ, જે શેરડી માં ઘાસ જેવા અંકુરના રોગનું મુખ્ય વાહક છે, ને હજુ નિયંત્રિત કરી શકાય છે. હળવા ઉપદ્રવના કિસ્સામાં, એક સરળ સોફ્ટ ઇન્સેકટીસાઇઙલ સાબુ અથવા છોડના તેલ પર આધારિત દ્રાવણનો ઉપયોગ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રોગનો સીધીરીતે સામનો કરવા માટે કોઈ જ રાસાયણિક નિયંત્રણ ઉપલબ્ધ નથી, પરંતુ જો વધુ માત્રામાં એફિડ અથવા તીતીઘોડા જોવા મળે તો જંતુનાશકો વાપરી શકાય છે. એક માસના અંતરાલ સાથે, બે વાર ડાયમેથોએટ (@ 1 મિલી / લી પાણી) અથવા મિથાઇલ-ડિમેટન (@ 2 મિલી / લઈ પાણી) પર આધારિત ઉત્પાદનોનો છંટકાવ કરી શકાય.

તે શાના કારણે થયું?

આ રોગ બેક્ટેરિયા જેવા સજીવો - ફાયટોપ્લાઝ્મા ના કારણે થાય છે. ફાયટોપ્લાઝ્માનું પ્રાથમિક વિસ્થાપન અસરગ્રસ્ત બીજની સામગ્રી (રોપા) દ્વારા થાય છે. પછીનું વિસ્થાપન ફ્લોએમ - ખાતા જંતુઓ, ખાસ કરીને તીતીઘોડા અને એફિડ ડોડર, એક મૂળના પરોપજીવી દ્વારા થાય છે. તે યાંત્રિક રીતે કાપવાની છરીઓ દ્વારા પણ પ્રસારિત થઇ શકે છે. જુવાર અને મકાઈ એ રોગ માટે વૈકલ્પિક યજમાનો છે. આ લક્ષણો આયર્નની ઉણપ સાથે સામ્યતા ધરાવે છે પરંતુ તે તમારા ખેતરમાં અનિયમિત રીતે અલગ-અલગ વિસ્તારોમાં દેખાય છે.


નિવારક પગલાં

  • ફક્ત તંદુરસ્ત બીજ જ વાપરો અને સીઓ 86249, સિઓજી 93076 અને સીઓસી 22 જેવી પ્રતિરોધક જાતો વાવેતર માટે ઉપયોગમાં લો.
  • તમારા બીજની સામગ્રી માંથી પરોપજીવી દુર કરવા, તમારી બીજની ચેપગ્રસ્ત સામગ્રીને 2 કલાક માટે 50 ° સે ગરમ ​​પાણીથી અથવા ભેજવાળી હવાથી સારવાર આપો (2 ½ કલાક 54 ° સે તાપમાને).
  • તમે તમારી બીજની સામગ્રીને, વાવેતર પહેલાં, લેડરમાયસીન(એક એન્ટિબાયોટિક) ના 500 પીપીએમ દ્રાવણ સાથે સારવાર આપી શકો છો.
  • રોગ અને / અથવા જંતુઓના લક્ષણો માટે નિયમિત રીતે તમારા ખેતરનું નિરીક્ષણ કરો.
  • જો તમને વાવેતર પછી બે અઠવાડિયાની અંદર અસરગ્રસ્ત છોડ મળે, તો હજુ પણ તમે તેની જગ્યાએ નવા તંદુરસ્ત છોડ લગાવી શકો છો.
  • અસરગ્રસ્ત છોડ દૂર કરો અને તેને સળગાવીને તુરંત નાશ કરો.
  • એફિડ જેવા જંતુઓનો ફેલાવો કરતાં કીડાંને નિયંત્રિત કરવા માટે પીળા ભેજવાળા છટકાં વાપરવા.
  • પાકની ફેરબદલીથી પણ તમારા ખેતરમાં ચેપની માત્રા ઘટાડી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો