રીંગણ

રીંગણના છોડ પર નાના પાંદડા

Phytoplasma

બેક્ટેરિયા

ટૂંકમાં

  • પાંદડાના કદમાં ઘટાડો.
  • પાંદડા પીળા પડવા.
  • ફળના ઉત્પાદનમાં અવરોધ.

માં પણ મળી શકે છે

1 પાક

રીંગણ

લક્ષણો

ચેપગ્રસ્ત છોડને આછા પીળા રંગના નાના, નરમ, પાતળા અને દૂષિત પાંદડા દ્વારા દર્શાવી શકાય છે. કાંટાળી જાતોનો છોડ સુંવાળો બને છે અને તેના કાંટા ગુમાવે છે. સામાન્ય રીતે છોડની વૃદ્ધિ અટકે છે અને બે ગાંઠ વચ્ચેનું અંતર અને પાંદડાંના ડીટાં ટૂંકા હોય છે. તે ખુબ જ માત્રામાં ડાળીઓ અને મૂળ નિર્માણ કરે છે જેનાથી છોડને ગુચ્છાદાર દેખાવ મળે છે અને તેથી તે ડાકણની સાવરણી તરીકે પણ ઓળખાય છે. ફૂલના ભાગો (ગુચ્છેદાર પાંદડા જેવા) વિકૃત અને મોટે ભાગે ચોખ્ખા હોય છે. વિકાસશીલ ફળો સખત, ખડતલ બને છે અને પાકતાં નથી. જેમ જેમ રોગ વિકસે છે, નવા નિર્માણ થતા પાંદડા તેના મૂળ કદ કરતાં માત્ર 1/3 - 1/4 જ વધે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

લેસવીંગ, ડેમસેલ કીડા, ઝીણા પાઇરેટ કીડા જેવા લાભદાયક જંતુઓ આ રોગના જંતુના ઈંડા અને લાર્વાના તબક્કા માટેના કેટલાક ખાઉધરા શિકારી છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાહક જંતુઓને નાબૂદ કરવા માટે થિયમેથોકસામ, એસીટામીપ્રીડ, થિયોસાયકલેમ અને માલાથિયોનનો ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ફિટોપ્લાઝ્મા તરીકે ઓળખાતા બેક્ટેરિયા જેવા પરોપજીવી ના કારણે લક્ષણો નિર્માણ થાય છે. મુખ્યત્વે એક છોડ પરથી બીજા છોડ પર વહન જંતુઓ, તીતીઘોડાની વિવિધ પ્રજાતિઓ, ખાસ કરીને હિંસિમોનાસ ફાયસિટીઝ, દ્વારા થાય છે. તે છોડની વૃદ્ધિના બધા તબક્કામાં અસર કરે છે.


નિવારક પગલાં

  • પેડેગોડા જેવી રોગ- પ્રતિકારક જાતોની વાવણી કરો.
  • મરચાં/મરી જેવા વૈકલ્પિક યજમાન છોડની ખેતી ન કરો.
  • વાવણી વખતે પર્યાપ્ત માત્રામાં જગ્યા રાખો, 90 * 75 સે.મી આદર્શ છે.
  • વાહક જંતુઓની મહત્તમ વસ્તી ટાળવા માટે વાવેતરના સમયનું આયોજન કરો.
  • તીતીઘોડા ના ઉપદ્રવના ચિન્હો જોવા માટે ખેતરનું નિયમિત પણે નિરીક્ષણ કરો, અને તે રોગ મુક્ત છે તેની ખાતરી કરો.
  • ચેપગ્રસ્ત છોડને તુરંત જ દૂર કરો અને તેનો નાશ કરો.
  • સંવેદનશીલ યજમાન છોડ (નીંદણ)થી છુટકારો મેળવો.
  • તમારા ખેતર ની આસપાસ વાડ કરવા યોગ્ય પાકનો ઉપયોગ કરો જે પાકને વાહક જંતુઓ દ્વારા થતા ચેપને અવરોધે છે.
  • નૈસર્ગિક દુશ્મનો અને લાભદાયક જંતુને જાળવી રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો