Xanthomonas vasicola pv. vasculorum
બેક્ટેરિયા
સામાન્ય રીતે પ્રથમ નીચલા પાંદડા પર લક્ષણો નો ઉદભવ થાય અને અનુકૂળ પરિસ્થિતિ દરમ્યાન ઉપર ની બાજુ ફેલાય છે.પાંદડા પર વિવિધ લંબાઈની સાંકડી , નારંગી-કથ્થઈ અથવા રાતી રેખાઓ વિકસે છે. તેઓ અર્ધપારદર્શક અને ઊંચીનીચી કિનારી વાળા અને પીળાશ પડતા રંગના હોય છે , ખાસ કરીને જ્યારે પાંદડા પાછળના ભાગથી પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્પષ્ટ દેખાય છે. કેટલાક કિસ્સાઓમાં, જખમ મધ્ય અથવા ઉપલા પાંદડા પર પ્રથમ દેખાઈ શકે છે. લક્ષણો વર્ણશંકર વચ્ચે વ્યાપકરૂપે બદલાય છે અને નાના જખમ થી માંડી ને 50 % અથવા તેથી વધુ પાંદડાના વિસ્તારને આવરી લે છે. આને કારણે અનાજનું ભરણ અને ઉપજ પર અસર પડી શકે છે. દૂર કરેલા પાંદડા ના વિભાગો પાસેથી ચીકણા પદાર્થનું ઝરવું એ આ રોગની અન્ય નિશાની છે.
આજ દિન સુધી, આ રોગ માટે કોઈ જ જૈવિક નિયંત્રણ વિકલ્પો ઉપલબ્ધ નથી. તેની ઘટના ટાળવા અને અસર ઘટાડવા માટે પ્રતિબંધક પગલાં જરૂરી છે. જો તમે કંઈક જાણતા હોવ તો કૃપા કરીને અમને જાણ કરશો.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. આ રોગ ની અસર અને ઘટના ને નિયંત્રિત કરવા માટે કોઈ જ રાસાયણિક નિયંત્રણ વિકલ્પો ઉપલબ્ધ નથી.
લક્ષણો ઝેન્થોમોનાસ વસિકોલા પીવી. વાસ્ક્યુલોરમ ને કારણે થાય છે, એક બેક્ટેરિયમ કે જે શિયાળા દરમ્યાન ચેપી પાકના અવશેષો માં રહી શકે છે. તે વૃદ્ધિની શરૂઆતના તબક્કા દરમિયાન વરસાદ ના છાંટા અને પવન દ્વારા તંદુરસ્ત છોડમાં ફેલાય છે. ચેપી પાકના અવશેષો પણ ખેતરના સાધનો, લણણી ના યંત્ર અથવા દાંડીના ખોરાક સાથે ખેતરો વચ્ચે ફેલાઈ શકે છે. તે કોઇ પણ અગાઉના ઘા થયા વગર, સીધા છોડની પેશીઓમાં દાખલ થઈ શકે છે. જો સંવેદનશીલ છોડ ઉગાડવામાં આવે અને કોઈ પગલાં લેવામાં ના આવે તો ચેપ અનેક વર્ષો સુધી એકજ ખેતરમાં વિકાસી શકે છે.ઉચ્ચ પ્રમાણમાં ભેજ , ભારે વરસાદ અને લાંબા સમય સુધી પાંદડા પર ભીનાશ રોગના વિકાસ માટે અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ છે. જાણવામાં આવ્યું છે કે ઉપરથી સિંચાઈ અને ગરમ હવામાન દરમિયાન સિંચાઈ પણ રોગની અસર વધારી શકે છે.