ટામેટા

ટામેટા માં જીવાણુજન્ય ટપકા

Xanthomonas spp. & Pseudomonas syringae pv. tomato

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • યુવાન પાંદડા પર નાના, પીળા-લીલા જખમ.
  • પાંદડાઓ વિકૃત અને વળી ગયેલ.
  • જૂના પાંદડાં અને ફળો પર પીળા રંગની આભાવાળા ઘાટા, પાણી શોષાવાથી થતા જખમ.

માં પણ મળી શકે છે


ટામેટા

લક્ષણો

આ બેક્ટેરિયા ટમેટાના પર્ણસમૂહ, દાંડી અને ફળ પર હુમલો કરે છે. પ્રથમ લક્ષણોમાં યુવાન પાંદડા પર નાના , પીળા-લીલા જખમ, જે સામાન્ય રીતે વિકૃત અને વળેલા દેખાય છે.જૂના પર્ણસમૂહ પર, જખમ શિરા દ્વારા મર્યાદિત, સમય જતાં કોણીય ઘાટના થાય છે. તેઓ પહેલા ઘાટા લીલા અને ચીકાશવાળા દેખાય છે, ઘણી વખત પીળા રંગની આભા દ્વારા ઘેરાયેલા હોય છે. તે સામાન્ય રીતે પાંદડાની કિનારી અથવા ટોચ પર અનેકગણા વધારે હોય છે.જો પરિસ્થિતિ સાનુકૂળ હોય તો, તેઓ ઝડપથી 0.25 થી 0.5 સે.મી. જેટલા પહોળા વિસ્તરે છે અને કથ્થઇ-લાલ સોનેરી બની જાય છે. આખરે, ટપકા, ઘા કરેલા કાણા જેવા લાગે છે કારણ કે કેન્દ્ર સુકાઈ જાય છે અને વિખેરાઈ જાય છે.ફળ પર ના ટપકા (0.5 સે.મી. સુધી) નિસ્તેજ-લીલા, પાણી શોષાયેલ વિસ્તારો તરીકે શરૂઆત થાય છે, જે આખરે ખરબચડા, કથ્થઈ અને ચિથરેહાલ થઈ જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જીવાણુ જન્ય ટપકા ની સારવાર ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ છે - જો રોગ મોસમની શરૂઆતમાં થાય છે, તો સમગ્ર પાકનો નાશ કરવો હિતાવહ છે. તાંબું-ધરાવતાં જીવાણુનાશકો પર્ણસમૂહ અને ફળ પર રક્ષણાત્મક આવરણ પૂરું પાડે છે. જીવાણુ જન્ય વિષાણુ (બેક્ટેરિયોફેગેસ) જે ખાસ બેક્ટેરિયા મારવા ઉપલબ્ધ છે. બીજને 1.3% સોડિયમ હાઇપોક્લોરાઇટમાં એક મિનિટ માટે અથવા ગરમ પાણી (50 ° સે)માં 25 મિનિટ માટે ડુબાડી રાખવાથી રોગના બનાવોનું પ્રમાણ ઘટાડી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. તાંબું-ધરાવતાં જીવાણુનાશકો નો સંરક્ષક તરીકે ઉપયોગ કરી શકાય છે અને તે રોગમાં આંશિક નિયંત્રણ આપે છે. રોગના પ્રથમ ચિન્હો દેખાય તે સમયે અને પછી 10 થી 14 દિવસના અંતરાલે જ્યારે ગરમ, ભેજવાળુ વાતાવરણ થાય ત્યારે લાગુ પાડવું. તાંબા સામે પ્રતિકાર વિકાસ સતત થતો રહેતો હોવાથી, તાંબું-આધારિત જીવાણુનાશકો સાથે મંકોઝેબ ના સંયોજન ની પણ ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

જીવાણુ જન્ય ટપકા જીનસ Xanthomonas અને Pseudomonas syringae pv. જીવાણુ ની ઘણી પ્રજાતિઓ ને કારણે થાય છે. તે વિશ્વભરમાં થાય છે અને ગરમ, ભેજવાળા વાતાવરણ ઉગાડવામાં આવતા ટમેટાં પર થતો સૌથી વિનાશક રોગો પૈકીમાંનો એક છે. રોગ પેદા કરતા જીવાણુ બીજ માં અથવા બીજ પર , છોડના અવશેષો અને ચોક્કસ નીંદણ પર ટકી શકે છે. તેને જમીનમાં ટકી રહેવા માટે દિવસો થી અઠવાડિયા જેટલો ખૂબ જ મર્યાદિત સમયગાળો હોય છે. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય છે, ત્યારે તે તંદુરસ્ત છોડ પર વરસાદ કે ઉપરથી કરવામાં આવતી સિંચાઈ મારફતે ફેલાય છે.તે પાંદડા પર ના છિદ્રો અને જખમો દ્વારા છોડમાં પ્રવેશે છે.25 થી 30 ° સે વચ્ચે નું તાપમાન શ્રેષ્ઠ રહે છે. એકવાર જો પાક ચેપગ્રસ્ત થાય તો, રોગને નિયંત્રિત કરવો ખૂબ જ મુશ્કેલ છે અને પાકને સંપૂર્ણ નુકસાન થઈ શકે છે.


નિવારક પગલાં

  • જો શક્ય હોય તો પ્રમાણિત રોગ મુક્ત બીજ ની વાવણી કરો.જો સ્થાનિક રીતે ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતો વાપરો.
  • નિયમિત ખેતરની ચકાસણી કરો ,ખાસ કરીને વાદળછાયુ વાતાવરણ હોય ત્યારે.
  • બીજ અથવા પાંદડાંપર ટપકાવાળા છોડ ને દૂર કરો અને બાળી દો.ખેતર અને આસપાસમાંથી નીંદણ દૂર કરો જમીનમાંથી છોડને ચેપ થતો ટાળવામાં મદદ માટે છોડની આસપાસ લીલા ઘાસનું વાવેતર કરો.
  • સાધન સામગ્રી શુદ્ધ કરો.
  • ઉપરથી સિંચાઈ ટાળો અને જ્યારે પર્ણસમૂહ ભીના હોય ત્યારે ખેતરમાં કામ કરવાનું ટાળો.
  • લણણી પછી છોડના અવશેષો માટીમાં ઊંડે સુધી જાય તેમાટે ખેડ કરો.
  • વૈકલ્પિક રીતે, છોડના અવશેષો દૂર કરો અને કેટલાક સપ્તાહો કે મહિનાઓ માટે (સૌરીકરણ) જમીન પડતર છોડી દો.
  • 2-3 વર્ષે બિન-સંવેદનશીલ છોડ સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો