કેળા

કેળાંમાં ઝેન્થોમોનાસ થી કરમાસ

Xanthomonas campestris pv. musacearum

બેક્ટેરિયા

ટૂંકમાં

  • છોડના ભાગો માંથી બેક્ટેરિયલ સ્ત્રાવ ઝરે છે.
  • ફળમાં આંતરિક વિકૃતિકરણ અને અકાળે પાકવું.
  • પાંદડામાં કરમાશ અને પીળા પડવું.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

સામાન્ય રીતે ચેપ લાગ્યા બાદ 3 અઠવાડિયામાં લક્ષણો દેખાય છે. રોગ અને તેનો ફેલાવો મુખ્યત્વે છોડની જાત, વૃદ્ધિનો તબક્કો અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. ચેપગ્રસ્ત છોડમાં પાંદડાં ક્રમશઃ પીળા અને શિથિલ બને છે, તથા ફળ અસમાન અને અકાળે પાકે છે. જોકે, છોડના વિવિધ ભાગમાંથી પીળાશ પડતો બેક્ટેરિયલ સ્ત્રાવ ઉત્સર્જિત થાય છે તે મુખ્ય રોગનું લક્ષણ છે. ચેપગ્રસ્ત કેળાં નો આડો છેદ લેતા તેની વાહક પેશીઓમાં પીળા-નારંગી રંગનું વિકૃતિકરણ દેખાય છે અને કોષો પર ઘેરા કથ્થાઈ રંગના ડાઘા દેખાય છે. પુષ્પપત્ર ક્રમશઃ કરમાવા અને નર કળીઓમાં નબળાઈ નો ફાલ પર દેખાતા લક્ષણોમાં સમાવેશ થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી, આ બેક્ટેરિયાના ફેલાવાને નિયંત્રિત કરવા માટે કોઈ જૈવિક સારવાર જાણીતી નથી. જો તમે કોઇ જાણતાં હો તો કૃપા કરીને અમને જાણ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ બેક્ટેરિયાના કારણે છોડમાં નિર્માણ થતા રોગોની સારવાર કરવા માટે પરંપરાગત એન્ટીબાયોટીક્સ વાપરી શકાય છે, પરંતુ તે ખર્ચની રીતે ભાગ્યે જ અસરકારક છે. કેટલાક કિસ્સાઓમાં ચેપી કેળાંના પાકના નાશ અને રોગને વધુ ફેલાતો ટાળવા માટે આર્થિકરીતે પોષાય અને અસરકારક સારવાર માટે વનસ્પતિનાશકની સલાહ આપવામાં આવી છે.

તે શાના કારણે થયું?

ઝેન્થોમોનાસકેમપેસ્ટ્રીસ પીવી. મુંસેસિરમ, દૃઢ બેક્ટેરિયા, ના કારણે લક્ષણો નિર્માણ થાય છે, જે ખાસ કરીને કેળાં વાવેતરમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. તેનો ફેલાવો ખેતી માટેની ચેપગ્રસ્ત સામગ્રી, દૂષિત સાધનો, ખુલ્લા નર ફૂલોથી હવાજન્ય વાહકો દ્વારા થાય છે. બેક્ટેરિયા પણ માટીને 4 મહિના સુધી બગાડી શકે છે અને આ ચેપનો મુખ્ય સ્ત્રોત છે. ભેજનું પ્રમાણ અસ્તિત્વને અસર કરે છે, જે સૂકી જમીનમાં તેનો દર સૌથી નીચો હોય છે. ડંખવગરની માખી(એપીડે), મધમાખીઓ (ડ્રોસોફિલિડે) અને ઘાસની માખી(ક્લોરોપીડે)ની પ્રજાતિના જંતુઓનો હવજન્ય વાહકોમાં સમાવેશ થાય છે. જે નર પુષ્પ દ્વારા ચેપી સ્ત્રાવ ઉત્પાદિત કર્યા બાદ એક કેળાં પરથી બીજા કેળાંમાં રોગનો ફેલાવો કરે છે.


નિવારક પગલાં

  • જ્યારે ખેતીની સામગ્રી આયાત કરો ત્યારે સંસર્ગનિષેધ વિનિયમો ધ્યાનમાં રાખો.
  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતો પસંદ કરો.
  • રોગના સંકેતો માટે તમારા છોડનું નિયમિત નિરીક્ષણ કરો.
  • ચેપગ્રસ્ત છોડ અને કચરો ખેતરમાંથી ઝડપથી દૂર કરો અને તેનો નાશ કરો.
  • સ્વચ્છ અને ચેપમુક્ત સાધનોનો ઉપયોગ કરવાની ખાતરી કરો.
  • વાહકના ફેલાવાને અટકાવવા નર ફૂલો દૂર કરો.
  • ખેતરમાં ચેપગ્રસ્ત સામગ્રીનું પરિવહન ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો