Acidovorax citrulli
બેક્ટેરિયા
વહેલાંમાં વહેલાં વાવણીનાં પાંચથી આઠ દિવસમાં તમને આ લક્ષણો જોવા મળી શકે છે. આ લક્ષણોમાં બીજપત્રની નીચેની બાજુએ પાણી ભરેલ ડાઘ જોવા મળે છે અને ઘણીવાર તે ભીંજાયેલ હોય છે. પુખ્ત છોડમાં, પાંદડાની નસોની આસપાસ ઘાટા લાલથી છીકણી રંગનાં કોણીય ડાઘ જોવા મળે છે. ફળ પાકવાના સમયની તુરંત પહેલા તેની સપાટી પર શરૂઆતમાં નાની ઓલીવ રંગની, અનિયમિત ફોલ્લીઓ જોવા મળે છે. આ ફોલ્લીઓ ઝડપથી ફેલાઈને એકરૂપ થઈ ઘાટા લીલા રંગનાં મોટા ડાઘ બનાવે છે. જેમ રોગનું પ્રમાણ વધે છે, તેમ આ ફોલ્લીઓની આસપાસ તિરાડો પડતી જાય છે અને તેમાંથી પીળાશ પડતા નારંગી રંગનું પ્રવાહી બહાર આવે છે. ઈજાગ્રસ્ત ભાગ પર તકવાદી જીવો આક્રમણ કરે છે અને ફળને અંદરથી સડાવી દે છે.
ડ્રાય હીટ ટ્રીટમેન્ટ દ્વારા બીજની સારવાર કરી મોટાભાગના રોગકારક જીવોને દૂર કરી શકાય છે. ૩-૫ દિવસ સુધી ૮૫° એ સારવાર કરવાથી અસરકારક રીતે મોટાભાગના રોગકારક જીવોને મારી શકાય છે. કોપર આધારિત બેક્ટેરિયા-નાશકનો ઉપયોગ કરી રોગનાં ફેલાવાને ઘટાડી શકાય છે અને ફળને ચેપ લાગવાથી બચાવી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. જો ખેતરમાં આ રોગની હાજરી જોવા મળે તો કોપર આધારિત બેક્ટેરિયા નાશક જેવા કે ક્યુપ્રિક હાઇડ્રોક્સાઈડ, કોપર હાઇડ્રોક્સોસલ્ફેટ અથવા કોપર ઓક્સિક્લોરાઈડ રોગની તીવ્રતાને ઘટાડી તેના ફેલાવા તથા ફળમાં ચેપ લગતા અટકાવી શકે છે. ફૂલ આવ્યાં પહેલા અથવા ફૂલ બેસ્યા પછીથી શરુ કરીને ફળ પાકવા સુધીના સમયગાળામાં નિયમિતપણે તેનો ઉપયોગ કરવો જોઈએ.
Acidovorax citrulli નામનું બેકટેરિયમ જે બીજની અંદર અને ઉપર તથા ચેપગ્રસ્ત ફળના બીજમાં, જમીન પર પડેલ છોડના કચરા પર, અને કુકુરબીટ પરિવારના નીંદણ કે વૈકલ્પિક યજમાન છોડ પર જીવી શકે છે. બધી કુકુરબીટ જાતો અમુક હદ સુધી આ રોગથી સંવેદનશીલ છે પરંતુ રોગનાં લક્ષણોની તીવ્રતામાં ફેરફાર જોવા મળે છે. ચેપગ્રસ્ત બીજ રોગનાં ફેલાવાનું સૌથી મહત્વનું અને પ્રાથમિક કારણ ગણાય છે. પછીથી એક છોડમાંથી બીજા છોડમાં ચેપ લાગવા માટે પાણીનો છંટકાવ (વરસાદ અથવા ફુવારા સિંચાઈ પદ્ધતિ), કામદારોના હાથ કે કપડા દ્વારા જીવાણુંઓનું વહન અથવા સાધનો દ્વારા થતો ફેલાવો જવાબદાર છે. ઊંચુ તાપમાન (૩૨° સેલ્શિયસ) અને સાથે ભેજનું ઊંચું (૭૦%થી વધુ) પ્રમાણ ચેપ અને રોગની તીવ્રતામાં વધારો કરે છે. પરાગ બેસવાના અને ફૂલ આવવાના ૨-૩ અઠવાડિયા બાદ ફળને ચેપ લાગી શકે છે. પરંતુ જેમ ફળ પાકે છે તેમ તેના પર મીણ જેવું સ્તર બને છે જે અન્ય ચેપને આમંત્રણ આપે છે.