Phytoplasma asteris
બેક્ટેરિયા
લક્ષણોની તિવ્રતા મકાઈના છોડની જાત અને ચેપના તબક્કા પર આધાર રાખે છે. સામાન્ય રીતે, વલયાકાર પાંદડાની કિનારી પીળી પડવી અને જુના પાંદડા લાલ રંગના બનવા એ મકાઈમાં પી. એસ્ટેરીસ દ્વારા નિર્માણ થતાં ચેપના પ્રાથમિક લક્ષણો છે. આ લક્ષણો રોગની તીવ્રતા વધારે છે, અને છેવટે પાંદની કિનારી ઘણીવાર ફાટે અથવા ચીંથરેહાલ બને છે. ઘણા બધા મકાઈના અંકુરણ અને ટોચ પર વધુ પાંદડા ફૂટવાથી મકાઈ નો છોડ ગુચ્છેદાર દેખાવ દર્શાવે છે. ગાંઠો વચ્ચેનું ટૂંકું અંતર અને અટકેલો વિકાસ સ્પષ્ટ દેખાઈ આવે છે. ઘણી વાર નર ફાલની રચના થતી નથી અથવા ઉજ્જડ હોય છે. છોડ પર ડૂંડા હોતા નથી અથવા ડૂંડા ફેલાયેલ હોય છે, જેથી અનાજના દાણા ઉત્પન્ન થતાં નથી અથવા નહિવત હોય છે.
પરોપજીવી ફૂગ મેટરહીઝીયમ એનિસોપલીયે, બેઉવેરીયા બેસીયાના, પૅસિલોમાઇસિસ ફુમોસોરોસિયસ અને વેર્ટીસિલિયમ લેકની પર આધારિત જૈવિક કીટનાશક તીતીઘોડાની વસ્તી નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય. એનેગ્રશ એટોમસ જેવા કે પરોપજીવી જંતુની જાતો નો પણ આ હેતુ માટે ઉપયોગ કરી શકાય. લેડીગબ અને લેસેવિંગ જેવા લાભદાયી જંતુ ઇંડા અને લાર્વા બંને તબક્કા માટે ખાઉધરો શિકારી છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સંપર્કજન્ય કાર્બેરિલ પર આધારિત જંતુનાશક ઉત્પાદનો તીતીઘોડાની વસતીને નિયંત્રિત રાખવા માટે ખૂબ જ અસરકારક રહે છે. આ ઉપાય જયારે મકાઈનો છોડ કુમળો હોય ત્યારે મોટા પ્રમાણમાં રોગના બનાવોનું પ્રમાણ ઘટાડી શકે છે. જોકે, મકાઈ ઉગાડતાં મોટા ભાગના પ્રદેશોમાં આર્થિક રીતે આ ઉપચાર શક્ય નથી.
રોગના લક્ષણો મકાઈમાં રોગ ફેલાવતા રોગાણું ફાયટોપ્લાઝ્મા એસ્ટેરીસ બેક્ટેરિયમ દ્વારા ફેલાય છે, જે કેટલાક તીતીઘોડા, જેમ કે મેક્રોસ્ટેલ્સ ક્વાડ્રિલીનેટસ, મારફતે કુદરતી રીતે ફેલાય છે. તે ચેપગ્રસ્ત ખેતીની સામગ્રી (રોપાઓ અથવા કલમ) મારફતે પણ ફેલાય છે, પરંતુ બિયારણ દ્વારા ફેલાતો નથી. આ તીતીઘોડા બીજા યજમાન છોડ પર પણ,જેમ કે પરોપજીવી "અમરવેલ"(કુસ્કુતા એસપીપી.) માં પણ સંખ્યાબંધ રોગાણુ ફેલાવી શકે છે. ઊંચા તાપમાને લક્ષણો વધુ વકરે છે જ્યારે ઠંડા હવામાન દરમ્યાન સામાન્ય રીતે કોઈ અસર થતી નથી અથવા અસર ઓછી થાય છે. પ્રારંભિક ચેપ લક્ષણો અને ઉપજમાં પર પરિણામ દ્રષ્ટિએ પણ ખૂબ ખરાબ અસર કરે છે.