કોળુ

કાકડીના પાકમાં બેક્ટેરિયાના કારણે સુકારો

Erwinia tracheiphila

બેક્ટેરિયા

ટૂંકમાં

  • છોડ સૂકાવો.

માં પણ મળી શકે છે

5 પાક
કારેલા
કાકડી
તરબૂચ
કોળુ
વધુ

કોળુ

લક્ષણો

સામાન્ય રીતે, કાકડીના પાકમાં બેક્ટેરિયાના કારણે કરમાશ ટોચના પાંદડાથી શરૂ થાય છે. આ પાંદડા નિસ્તેજ જણાય છે અને રોગ વધુ વકરતાં તેની કિનારી કથ્થઈ રંગની બની શકે છે. અસરગ્રસ્ત છોડ દિવસ દરમિયાન સુકાય પરંતુ રાત્રી દરમિયાન ફરી તાજો થઈ શકે છે. આ રોગની ચકાસણી માટે, તેનો ફેલાવો કરતાં જંતુઓને શોધો: પટ્ટાવાળી અને ટપકાં વાળી ભમરી. ઉપરાંત, જો તમે સુકાયેલ પાંદડાની બાજુની દાંડી ખેંચશો તો તેમાં કદાચ બેક્ટેરિયાના કારણે નિર્માણ થયેલ રેસાઓ જોઈ શકો છો. જો કે, આ બારીક રેસાઓની ગેરહાજરી આ રોગ નથી એવું નક્કી કરતુ નથી પણ જો રેસાઓ જણાય તો નક્કી આ રોગની ચોક્કસ સાબિતી છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જો છોડ પર રોગના થોડાક જ ચિહ્નો દેખાય, તો રોગને વધુ ફેલાતો અટકાવવા માટે તેને દૂર કરી દાટી દો. તમે છટકાં તરીકે જીવાતો માટે ખૂબ જ આકર્ષક એવા કુકુર્બીટ પ્રજાતિના પાકો પણ રોપી શકો છો. આ છટકા તરીકે વાવેલ છોડ, તમારા મુખ્ય પાક પર પહોંચતી જીવાતોને વિચલિત કરી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

યાદ રાખો, એકવાર છોડને બેક્ટેરિયાના કારણે કરમાવવાનો ચેપ લાગે ત્યારબાદ તે રોગનું સીધું નિયંત્રિત શક્ય નથી, તેથી ભમરીઓ દ્વારા નિવારણ કરવું મુખ્ય બને છે. જો પ્રારંભિક તબક્કામાં તમને તમારા છોડના ચોથા ભાગમાં બે કીડા જોવા મળે તો તમારે જંતુનાશકનો ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ. જેમ જેમ છોડ મોટો થાય છે, તેમ તેમ છોડના ચોથા ભાગમાં લગભગ આઠ કીડા સુધી જોવા મળે છે. કીડાઓ તંદુરસ્ત છોડને ચેપ ન લગાડે તે માટે જે છોડ પર બેક્ટેરિયાને કારણે કરમાશ દેખાય તેને ખેતરમાંથી દૂર કરવો મહત્વપૂર્ણ છે. આખા છોડ પર, ખાસ કરીને છોડના જમીન પાસેના થડ પર અને પાંદડાંની નીચે કે જ્યાં કીડાઓ છુપાયેલા રહે છે ત્યાં જંતુનાશકથી સપ્રમાણ, હળવો છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

ખાસ કરીને કાકડીઓમાં જોવા મળતો બેક્ટેરિયા ના કારણે કરમાવવાનો રોગ એક બેક્ટેરિયાના કારણે થાય છે જે ચોક્કસ જંતુઓ - પટ્ટાવાળી અને ટપકાં વળી ભમરી - દ્વારા ફેલાય છે. આ ભમરી શિયાળા દરમિયાન પોતાના પેટમાં બેક્ટેરિયાનું વહન કરે છે. આ ભમરી ચેપગ્રસ્ત છોડને ખાવાથી સંક્રમિત થાય છે, અને પછી જ્યારે તે સારા છોડને ખાય છે ત્યારે બેક્ટેરિયા તંદુરસ્ત છોડમાં પ્રવેશે છે. એકવાર બેક્ટેરિયા છોડમાં પ્રવેશે કરે પછી ઝડપથી વિકાસ પામે છે અને છોડની વાહક પ્રણાલીમાં અવરોધ નિર્માણ છે, જેના કારણે છોડ સુકાઈ જાય છે. આ બેક્ટેરિયા બિયારણ દ્વારા ફેલાતા નથી તેમજ માટીમાં રહેતા નથી. તે માત્ર થોડા સમય માટે છોડના કચરામાં ટકી રહે છે.


નિવારક પગલાં

  • કાકડીને બેક્ટેરિયાના કારણે સુકાતી બચાવવા માટે તેમાં રહેલ ભમરીઓનું અસરકારક રીતે સંચાલન કરવું જરૂરી છે.
  • ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર આ ભમરી માટે તમારી વાડીને તપાસો અને જો તમને તે દેખાય તો વધુ વખત નજર રાખો.
  • આ ભમરી પાંદડાની નીચેની બાજુ પર છુપાવાનું પસંદ કરે છે, તેથી ત્યાં વધુ ધ્યાન રાખો.
  • દિવસની ગરમી દરમિયાન સુકાઈ જતા છોડ કે જે બીજા દિવસે સવાર સુધીમાં ફરી તાજા ન થતા હોય તેના પર નજર રાખો, કારણ કે આ બેક્ટેરિયાના કારણે થતા સુકારાનું સામાન્ય લક્ષણ છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો