Spiroplasma kunkelii
બેક્ટેરિયા
સામાન્ય રીતે એસ. કૂંકેલી દ્વારા નિર્માણ થતાં ચેપના પ્રાથમિક નોંધપાત્ર લક્ષણો પાંદડા શિથિલ થવા અને તેની પીળી કિનારી દ્વારા જોવા મળે છે. પછી જૂના પાંદડાઓ, તેની અણીથી શરૂ કરીને પછી ધીમેધીમે બાકીની પેશીઓ સુધી ફેલાઈ લાલ રંગના બને છે. આ લક્ષણો દેખાયાના લગભગ 2-4 દિવસમાં, કુમળા પાંદડાંના પાયામાં નાના પીળાશ પડતાં ટપકાં દેખાય છે. જેમજેમ તે વધે છે, આ ટપકાં એકરૂપ થઈને, પાંદડાંની શિરાને સમાંતર, ક્યારેક પાંદડાંની ટોચ સુધી ફેલાયેલ, પટ્ટીઓની રચના કરે છે. પ્રારંભિક તબક્કે ચેપ લાગેલ છોડમાં ગંભીર રીતે વળેલા અને વિકૃત પાંદડા તથા બે ગાંઠો વચ્ચેનું અંતર ખુબ જ ટૂંકું હોય છે. ઘણા બધા પર્ણદંડ તથા ટોચ પર નવી વધતી શાખા દેખાય છે, જે ક્યારેક એક છોડ પર 6-7ની સંખ્યામાં હોય છે, જેનાથી છોડનો દેખાવ ગુચ્છાદાર ઝાડી જેવો બને છે. ડૂંડા સામાન્ય કદ કરતાં નાના હોય છે અને તે યોગ્ય રીતે ભરાયેલ હોતા નથી, ઘણી વખત દાણા છુટા છુટા હોય છે.
એસ. કૂંકેલી ને નિયંત્રિત કરવા માટે કોઈ જ સીધો જૈવિક ઉપચાર ઉપલબ્ધ નથી. તીતીઘોડાથી થતાં તીવ્ર ઉપદ્રવને નિયંત્રિત કરવા કેટલાંક મેટરહીઝીયમ એનીસોપલીએ, બેઉવેરીયા બેસીયાના, પેસીલોમાઇસિસ ફુમોસોરોસિયસ અને વર્ટિસિલિયમ લેકાની જેવા પરોપજીવી ફૂગની જાતો સમાવતા જૈવિક કીટનાશકનો ઉપયોગ કરી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ રોગને નિયંત્રિત કરવા માટે કોઈ જ રાસાયણિક સારવાર ઉપલબ્ધ નથી. સામાન્ય રીતે તીતીઘોડાની વસતી ઘટાડવા માટે જંતુનાશકથી સારવારની ભલામણ કરવામાં આવતી નથી. તેથી, સુરક્ષાત્મક પગલા એ તીતીઘોડા અને મકાઇના અટકેલા વિકાસના રોગ બંનેને ટાળવા માટે ચાવીરૂપ બની જાય છે.
રોગના લક્ષણો મકાઈની જાત અને ઉંચાઈ પર આધાર રાખે છે. આ રોગ બેક્ટેરિયા જેવા સજીવ સ્પાયરોપ્લાઝ્મા કૂંકેલી દ્વારા થાય છે, અને તે માત્ર મકાઈના છોડને ચેપ લગાડે છે. આ પરોપજીવીના ઠંડી દરમ્યાન ટકી રહેવાના સમયગાળા દરમ્યાન સંખ્યાબંધ તીતીઘોડા દા.ત. ડાલબુલસ મેઇડીસ, ડી એલિમિનેટસ, એક્સિટીએનસ એક્સિટીઓસસ, ગ્રેમીનેલા નિગ્રીફોન્સ અને સ્ટીરેલસ બાયકોલોર દ્વારા તેનું વહન થાય છે. વસંતઋતુના પ્રારંભમાં જ્યારે તેનો ફેલાવો થાય છે, તેઓ છોડના ભાગને ખાય છે અને રોગ પેદા કરતા જીવાણુનું વહન કરે છે. મકાઈના છોડને ચેપ લાગ્યા બાદ સામાન્ય રીતે 3 અઠવાડિયા બાદ પ્રથમ વાર રોગના લક્ષણો દેખાય છે. ઉનાળાની ઋતુ દરમિયાન તીતીઘોડાની વસ્તી વધુ હોવાથી તે દરમ્યાન રોગ સૌથી વધુ ગંભીર હોય છે તે આશ્ચર્યની વાત નથી. જોકે, તે વસંતમાં વાવેતર કરાયેલ મકાઈ પર પણ જોવા મળે છે.