મકાઈ

મકાઇના સાંઠામાં બેક્ટેરિયાવાળો સડો

Dickeya zeae

બેક્ટેરિયા

ટૂંકમાં

  • પાંદડાં, પાંદડાની દાંડી અને પાછળથી સાંઠા માં રંગની વિકૃતિ.
  • દુર્ગંધ અને છોડનો ટોચનો ભાગ બાકીના ભાગથી સરળતાથી અલગ કરી શકાય છે.
  • સાંઠામાં આંતરિક વિકૃતિકરણ અને પાતળો સડો.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

મકાઈના સાંઠા માં બેક્ટેરીયલ સડો પાંદડાં, પાંદડાની દાંડી અને ગાંઠમાં રંગની વિકૃતિના લક્ષણો દ્વારા દર્શાવી શકાય છે. પછી રોગ ઝડપથી સાંઠામાં નિર્માણ થાય છે અને અન્ય પાંદડા સુધી ફેલાય છે. જેમ જેમ કોષો નાશ પામે છે, દુર્ગંધનો અનુભવ થાય છે અને છોડનો ટોચનો ભાગ બાકીના ભાગથી સરળતાથી અલગ કરી શકાય છે. સાંઠામાં સડો થવાથી ટોચ સંપૂર્ણપણે અને ક્યારેક ભાંગી જાય છે. સાંઠાનો આડો છેદ લેતાં તેના રંગમાં આંતરિક વિકૃતિકરણ અને નરમ પાતળો સડો દેખાય છે, જે ગાંઠો પર વધુ કેન્દ્રિત હોય છે. સામાન્ય રીતે બેક્ટેરિયા એક છોડ પરથી બીજા પર ફેલાતા ન હોવાથી, ઘણી વાર રોગગ્રસ્ત છોડ ખેતરમાં છુટા છવાયા પથરાયેલા જોવા મળે છે. જો કે, કેટલાક વાહક જંતુઓ દ્વારા એક છોડ પરથી બીજા પર પરિવહનના અહેવાલો મળેલ છે. જ્યારે વચ્ચે વચ્ચે ભારે વરસાદ પછી ઊંચુ તાપમાન અને ભેજવાળી સ્થિતિ નિર્માણ થાય ત્યારે મકાઈમાં આ રોગ જોવા મળે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ ક્ષણે E. chrysanthemi માટે કોઈ જૈવિક નિયંત્રણના વિકલ્પો ઉપલબ્ધ નથી. જો તમને કાંઈ ખબર હોય તો કૃપા કરીને અમને જાણ કરશો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફૂલ આવવાના આગળના તબક્કે સિંચાઈના પાણીનું કલોરીનેશન અથવા જમીનમાં બ્લિચિંગ પાવડર ભેળવવાની(33% ક્લોરિન @ 10 કિગ્રા / હેક્ટર) ભલામણ કવામાં આવે છે. કોપર ઓક્સિકલોરાઇડ ધરાવતું સંયોજન પણ રોગ સામે અસરકારક રીતે લાગુ પાડી શકાય છે. છેલ્લે, બે તબક્કાના વિભાજનમાં 80 કિગ્રા / હેક્ટર એમઓપી ઉપયોગમાં લેવાથી લક્ષણોની ગંભીરતામાં ઘટાડો થાય છે.

તે શાના કારણે થયું?

Erwinia chrysanthemi બેક્ટેરિયાના કારણે લક્ષણો નિર્માણ થાય છે, જે ઠંડી દરમ્યાન જમીનની ઉપરના સાંઠાના અવશેષોમાં ટકી રહે છે પરંતુ તે ત્યાં એક વર્ષથી વધુ સમય માટે ટકી રહેવા માટે અસમર્થ છે. બેક્ટેરિયા બીજ મારફતે ફેલાય છે તેવા કોઈ પુરાવા મળ્યા નથી. 32-35 ° સે તાપમાને અને સરખામણીમાં વધુ ભેજના પ્રમાણથી રોગના ફેલાવાની તરફેણ થાય છે. વારંવાર વરસાદ અને ફુવારાથી ઉપરથી પડતાં પાણી વાળી સિંચાઈના કારણે પાંદડા લાંબા સમય સુધી ભીના રહે છે અને પાંદડાંના વલયમાં પાણીનો સંચયનું કારણ બને છે. આ પાણી ગરમ થવાથી છોડની પેશીઓને નુકસાન પહોંચી શકે છે, જે મુખ નિર્માણ કરે છે જ્યાંથી ચેપ લાગી શકે છે. ઊંચા તાપમાન અથવા વધુ પડતાં પાણી વાળી સ્થિતિમાં રહેલ છોડ સૌ પ્રથમ તેના પાયામાં ચેપના લક્ષણો દર્શાવે છે. સિંચાઇનું પાણી એ ચેપ માટેનું પ્રાથમિક સ્રોત માનવામાં આવે છે. ચેપના ફેલાવાથી છોડની અન્ય ગાંઠ અસર પામતી હોવા છતાં, જો જંતુ દ્વારા વહન ન થાય તો આ બેક્ટેરિયા પાડોશી છોડને અસર કરતાં નથી.


નિવારક પગલાં

  • પાણીનો ભરાવો ટાળવા તેના નિકાલની યોગ્ય યોજના કરો.
  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો સ્થિતિસ્થાપક જાતોનું વાવેતર કરો.
  • રોગના લક્ષણો માટે ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • વધારે પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાનું ટાળો અને હંમેશા વિભાજિન કરો.
  • ફોસ્ફરસ અને પોટેશિયમની ઊંચી માત્રા સાથે સુધારો કરી રોગના બનાવોને ઘટાડી શકાય.
  • દિવસમાં ઉંચા તાપમાન દરમ્યાન જયારે પાણી છોડના પાંદડાંના વલયમાં એકત્રિત થઇ શકે છે તેવા ગરમ સમયગાળા દરમ્યાન સિંચાઈ કરવાનું ટાળો.
  • સ્થાનિક વિસ્તારોમાં, મકાઈની વાવણી કરતાં પહેલાં ખેડૂતોને જમીનમાં લીલુ ખાતર નાખવાની સલાહ આપવામાં આવે છે.
  • ચક્રનો નાશ કરવા લણણી પછી કચરાને જમીનમાં દાટી દેવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો