અડદ અને મગની દાળ

બેક્ટેરિયાથી કઠોળમાં પાંદડામાં ફૂગ

Xanthomonas axonopodis pv. phaseoli

બેક્ટેરિયા

ટૂંકમાં

  • પાંદડા પર નાના, પાણીના ટિપકી જેવા આછા પીળા રંગના ડાઘ.
  • ટપકા વિકાસ પામીને સૂકા, બદામી રંગના અને મૃતપ્રાય ભાગમાં પરિણમે છે.
  • છોડના પાંદડા ખરી શકે છે.
  • વિકાસ અટકે છે.
  • થડ પર લાલાશ પડતી રેખા ઉપસે છે, જે છૂટી પડે ત્યારે પીળાશ પડતો સ્ત્રાવ કરે છે.

માં પણ મળી શકે છે


અડદ અને મગની દાળ

લક્ષણો

વૃદ્ધિના કોઈપણ તબક્કે ચેપ લાગી શકે છે. છોડની ઉંમર પ્રમાણે અલગ અલગ લક્ષણો જોઈ શકાય છે. ચેપગ્રસ્ત બિયારણ માંથી ધરુંનો ટોચનો ભાગ ખામી વાળો તથા પાંદડા પર અને થડ ઉપર ખૂણા વાળા ટપકા દેખાઈ આવે છે. છોડ દિવસ દરમિયાન નમેલો દેખાય છે. જો વૃદ્ધિના પાછળના સમયમાં ચેપ લાગે તો, પાંદડા પર નાના, પાણીના ટિપકી જેવા આછા પીળા રંગના ડાઘ જોવા મળે છે. થોડા સમય બાદ, તે કથ્થઈ, મૃત કોષોનો વિકાસ કરે છે જેનાથી છોડ બળી ગયો હોય એવું લાગે છે. આનાથી છોડનાં પાંદડાં ખરી શકે છે. ચેપગ્રસ્ત છોડ નાનો જ રહેશે અને લાલાશ પડતા- ભૂખરા રંગની શીંગનું નિર્માણ થાય છે. થડ પર લાલાશ પડતી રેખા ઉપસે છે. જે ઘણી વખત છૂટી પડે ત્યારે પીળાશ પડતો સ્ત્રાવ કરે છે. જો સિંગ ના નિર્માણ વખતે ચેપ લાગે તો, તેના બીજ સુકાઈ ગયેલા, સંકોચાયેલા, સડેલા અથવા જુદા કલરના દેખાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને Xanthomonas axonopodis pv. phaseoli સામે કોઇ વૈકલ્પિક સારવાર ખબર નથી. કૃપા કરી, જો તમે આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે એવો કોઈ ઉપાય જાણો છો તો અમારો સંપર્ક કરો. તમારો મત જાણવા માટે અમે આતુર છીયે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. રોગ નિવારણ માટે વારંવાર રાસાયણિક પદ્ધતિ યોગ્ય નથી , કારણ કે બેક્ટેરિયા લાંબા ગાળે પ્રતિકાર ક્ષમતા વિકસાવી શકે છે. બીજને વાવણી પહેલાં 30 મિનિટ માટે 500 પીપીએમ સ્ટ્રેપ્ટોસાયક્લીન દ્રાવણ માં પલાળી શકાય છે. જો જંતુનાશકની જરૂર પડે તો, કોપર ઓક્સિકલોરાઇડ અને એક અધિકૃત એન્ટિબાયોટિક (2 ગ્રામ /લીટર સ્ટ્રેપ્ટોમાઈસિન અથવા પ્લાન્ટોમાઈસિન) ધરાવતા ઉત્પાદનો નો પાંદડાંની સારવાર તરીકે ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ઝેન્થોમોનાસ Xanthomonas axonopodis pv. phaseoli બેક્ટેરિયા વર્ષો સુધી જમીનમાં, બીજમાં, બીજા યજમાન માં અને છોડના કચરા પર નિષ્ક્રિય રહી શકે છે. વરસાદી, ભીનું અને ગરમ હવામાનની અવસ્થા(25-35 ° સે) અને ભેજ તેની તરફેણ કરે છે. રોગ પવન આધારિત વરસાદ, વરસાદના છાંટા અને જંતુઓ (તિત્તીધોડાઓ અને ભ્રમરો) થી વધુ ફેલાય છે. છોડ પરના નૈસર્ગીક મુખ અને ઘાવ પણ તેની તરફેણ કરે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત,રોગ પેદા કરતા જીવાણુથી મુક્ત બિયારણ વાપરો.
  • સ્થિતિસ્થાપક અથવા પ્રતીકારક્ષમ જાતોનું વાવેતર કરો.
  • રોગના લક્ષણો જાણવા માટે તમારા પાક અને ખેતરની નિયમિત ચકાસણી કરો.
  • તમારા વિસ્તારમાં યોગ્ય વાવેતર માટે ના સમયની ખાતરી કરો.
  • પાણીના છંટકાવ વાળી સિંચાઈ પદ્ધતિ ટાળો.
  • તમારી સાધનસામગ્રી સાફ રાખો.
  • ચેપગ્રસ્ત છોડને બાળી ને દૂર કરો અથવા નાશ કરો.
  • આ સમયગાળા દરમિયાન બિન-યજમાન પાક (મકાઇ) સાથે પાકની ફેરબદલી કરવા માટે ભલામણ કરવામાં આવે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો