ઓલિવ

ઓલિવમાં ગાંઠ

Pseudomonas savastanoi pv. savastanoi

બેક્ટેરિયા

ટૂંકમાં

  • ડાળીઓ, થડ અને શાખાઓ, અને ક્યારેક પાંદડાની દાંડી, પર ગાંઠોની હાજરી.
  • વૃક્ષની છાલ પરની આ વિકૃતિ ઘણા સેન્ટીમીટર સુધી વધી શકે છે.
  • વૃક્ષોમાં ઓછી તાજગી દેખાય છે અને તેનો વિકાસ ઘટે છે.

માં પણ મળી શકે છે

1 પાક
ઓલિવ

ઓલિવ

લક્ષણો

વસંત અને ઉનાળા દરમિયાન ડાળી, શાખાઓ, થડ અને મૂળ પર ગાંઠો દેખાવી એ આ રોગનું મુખ્ય લક્ષણ છે. તેનો વિકાસ ડાળીઓ પર થાય છે પરંતુ સામાન્ય રીતે પાંદડા કે ફળની દાંડી પર થતો નથી. છાલ પરની આ વિકૃતિનો ઘેરાવો કેટલાક સેમી વ્યાસ સુધી પહોંચી શકે છે અને ક્યારેક તે પાંદડા અથવા કળીઓ પર પણ થઇ શકે છે. આ ગાંઠ પેશીઓમાં પોષકતત્વો અને પાણીના પરિવહનને અટકાવે છે, તેથી ડાળીનો નાશ થઇ શકે છે. સામાન્ય રીતે, ચેપગ્રસ્ત વૃક્ષોમાં તાજગી અને વિકાસ ઓછો જોવા મળે છે. જેમ જેમ ગાંઠો વધે છે, તે ડાળીમાં ઘેરાવો નાખે છે અને અસરગ્રસ્ત ડાળીનો નાશ કરે છે, જેનાથી ફળોની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે અને વાડીમાં નવા જ વાવેલ છોડનો નાશ કરે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

નિવારક પગલાં તરીકે વર્ષ દરમિયાન બે વખત(પાનખર અને વસંત) કાર્બનિક, કોપર આધારિત બેક્ટેરિયાનાશક ઉત્પાદનો ના ઉપયોગથી વૃક્ષમાં ગાંઠો નિર્માણ થતી અટકાવી શકાય છે. ચેપની શક્યતા ઘટાડવા માટે કાપણીના કારણે નિર્માણ થતાં ડાઘની પણ કોપર આધારિત બેક્ટેરિયાનાશક( જેમ કે બોરડેક્સ મિશ્રણ) સાથે સારવાર કરવી જોઈએ. પ્રમાણિત ઓર્ગેનિક ખેતીમાં કોપર સલ્ફેટ ધરાવતાં કેટલાક ઉત્પાદનોના ઉપયોગની પણ મંજૂરી આપવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. આ પરોપજીવીને નિયંત્રિત કરવું એ ખુબ જ અઘરું છે. વર્ષ દરમિયાન બે વખત કોપર આધારિત બેક્ટેરિયાનાશક ઉત્પાદનો (મેનકોઝબ સાથે)નો ઉપયોગ કરવાથી વાડીમાં આ રોગની ઘટનાઓને ઘટાડી શકાય છે. ચેપની શક્યતા ઘટાડવા માટે કાપણીના કારણે નિર્માણ થતાં ડાઘની પણ કોપર આધારિત બેક્ટેરિયાનાશક સાથે સારવાર કરવી જોઈએ. લણણી બાદ તુરંત જ લણણી કરાયેલ વૃક્ષની સારવાર કરવી જોઈએ.

તે શાના કારણે થયું?

સ્યુડોમોનાસ સાવસ્તોનો પ્રજાતિને એક પ્રકારના બેક્ટેરિયાના કારણે લક્ષણો નિર્માણ થાય છે. આ પરોપજીવી ઓલિવનાં પાંદડાં નહિ પણ વૃક્ષની છાલ નભે છે. ઓલીવની પ્રજાતિ ના આધારે ચેપની તીવ્રતા અલગ અલગ હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે કુમળા ઓલિવ વૃક્ષો, જુના કરતા વધુ સંવેદનશીલ હોય છે. ગાંઠોમાં બેક્ટેરિયા ટકી રહે છે અને જ્યારે વરસાદ પડે ત્યારે ચેપી બેક્ટેરિયલ સ્ત્રાવ રૂપે બહાર આવે છે. તે સમગ્ર વર્ષ દરમિયાન વરસાદના ઝાપટાં અથવા ખેતીકામ કરતી વખતે યાંત્રિક રીતે અન્ય તંદુરસ્ત છોડમાં ફેલાય છે. પાંદડાં પરના ઉઝરડાં, ફાટેલી છાલ, કાપણી અથવા લણણી ના કારણે પડતાં ડાઘ તેના ફેલાવા માટે સહાયરૂપ છે. સામાન્ય રીતે થીજવી દેતા શિયાળાના દિવસો સાથેનો વરસાદ રોગચાળો માટે સંપૂર્ણ અનુકૂળતા નિર્માણ કરે છે થવું માટે તે ખાસ કરીને સમસ્યારૂપ હોય છે. ચેપ લાગ્યા પછી 10 દિવસ અથવા કેટલાક મહિના પછી, એકાકી અથવા સમૂહમાં ગાંઠો જોવા મળે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક્ષમ જાતો પસંદ કરો.
  • સૂકા મોસમ દરમિયાન ગુમડાવાળી અસરગ્રસ્ત ડાળીઓને કાપી નાખો.
  • ખાસ કરીને લણણી સમયે, જ્યારે પાંદડાં ભીના હોય ત્યારે વાડીમાં કામ ન કરો.
  • જો શક્ય હોય તો, જ્યારે વરસાદની આગાહી હોય ત્યારે લણણી ન કરો.
  • જંતુમુક્ત ખાતર અને સાધનો સાથે કામ કરો અને કામ કરતી વખતે તેને નિયમિત રીતે જંતુમુક્ત કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો