અન્ય

ટોચ પર ગાંઠો

Agrobacterium

બેક્ટેરિયા

ટૂંકમાં

  • આ એક બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે જે વૃક્ષ અને બારીમાસની વનસ્પતિના થડ અને મૂળિયા પર અસર કરે છે.
  • ઉનાળાની શરૂઆતમાં, પ્રારંભિક લક્ષણો નાની આંટી જેવા વધુ પડતા વિકાસ તરીકે દર્શાવે છે.
  • તે સાંઠા, મૂળ, થડ અને ડાળીઓ પર ગઠ્ઠા જેવા નિર્માણ કરે છે.

માં પણ મળી શકે છે

4 પાક
બદામ
દ્રાક્ષ
ઓલિવ
પીચ

અન્ય

લક્ષણો

વેલાના નીચલા થડ પર ગાંઠની રચના એ રોગની વિશિષ્ટ લાક્ષણિકતા છે. થડ અને ટોચ (જેથી રોગનું સામાન્ય નામ એવું છે) ઉપરાંત, આવા સોજા કલમ ચોટાડેલ હોય તેની આસપાસ અથવા મૂળ પર પણ વિકાસ પામી શકે છે. પ્રારંભિક લક્ષણો ઉનાળાની શરૂઆતમાં, 20° સે અથવા તેની ઉપરના તાપમાને, નાની આંટી જેવા વધુ પડતા વિકાસ તરીકે દર્શાવે છે. આ આંટી ઝડપથી વિકાસ પામે છે અને નરમ, ગાદી જેવું, લગભગ ગોળાકારે ગાંઠ બનાવે છે જે સારીએવી મોટી બની શકે છે. તે મોટી થયા બાદ, તેમાંથી ભીનાશ દૂર થાય છે, સુકાય છે, ઘાટા રંગની બને છે. એકવાર ગાંઠ વધવાનું શરૂ થાય કે, તે અસરગ્રસ્ત વૃક્ષના વેલા અથવા શાખા ફરતે પટ્ટો રચે છે અને પાણી તથા પોષકતત્વોના પરિવહનમાં વિક્ષેપ કરી શકે છે. જેનાથી વૃદ્ધિ અટકે છે અને કુમળા વેલા અથવા વૃક્ષોનો નાશ થઇ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સંખ્યાબંધ પાકમાં ટોચ પર ગાંઠનું નિયંત્રણ કરવા માટે કે-84 પ્રજાતિના એગ્રોબેક્ટેરિયમ રેડિયોબેક્ટરના હરીફ બેક્ટેરિયાનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. કમનસીબે, આ પદ્ધતિ દ્રાક્ષમાં કામ કરતી નથી. વૈકલ્પિક રીતે એફ2 / 5 પ્રજાતિના બેક્ટેરિયમ એ. વિટિસ વાપરવાની પદ્ધતિનો ઉપયોગ આશાસ્પદ પરિણામો આપે છે, પરંતુ હજુ સુધી તે વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ટોચ પર ગાંઠ ના રોગ (જીવાણુનાશક, એન્ટિબાયોટિક્સ) સામે હાલમાં કોઈ જ રાસાયણિક સારવાર ઉપલબ્ધ નથી, કારણ કે તે માત્ર લક્ષણોની સારવાર કરે છે અને જીવાણુનો ચેપ દૂર કરતો નથી. રોગના નિયંત્રણ માટે, વેલા અને ખેતીની જગ્યાએ ઇજાઓ થતી રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.

તે શાના કારણે થયું?

ટોચ પર ગાંઠનો રોગ દ્રાક્ષને તથા આર્થિક રીતે અગત્યના યજમાનોની લાંબી શ્રેણી, જેમ કે પીચના વૃક્ષો, ને અસર કરે છે. આ રોગ એગ્રોબેક્ટેરિયમ વીટીસ બેક્ટેરિયા દ્વારા નિર્માણ થાય છે, અને તે નાશ પામેલ છોડના કચરામાં જમીન પર અથવા માટીની નીચે ઘણા વર્ષો સુધી ટકી શકે છે. પછી આમાં વસાહતો બને છે અને નવા લાકડા માટે ચેપનો સ્ત્રોત બની શકે છે. ઝખ્મ પામેલ કોઈપણ જગ્યા રોગ પેદા કરતા જીવાણુનું માટે સંભવિત પ્રવેશ સ્થાન બની શકે છે અને ગાંઠની રચના કરી શકે છે. આ પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિઓ (ઠંડી, કરા), મૂળને થતું યાંત્રિક ઘર્ષણ અથવા ખેતરમાં કામ કરતી વખતે (કાપણી, કલમ ચઢાવવી, ચૂષકોને દૂર કરવા) નિર્માણ થતી ઇજાઓ હોઈ શકે છે. બેક્ટેરિયા લક્ષણો નિર્માણ કર્યા વગર વર્ષો સુધી જીવંત લાકડાં અને છોડની પેશીઓમાં વૃદ્ધિ કરી શકે છે. આમ, વિસ્તારોમાં રોગ નો ફેલાવો દેખીતી રીતે જ તંદુરસ્ત કાપણીના વહન દ્વારા થઈ શકે છે. રોગની સૌથી ખરાબ અસરો ટાળવા માટે એક યોગ્ય જગ્યાની પસંદ કરવી એ નિર્ણાયક છે. ઉદાહરણ તરીકે, એવા વિસ્તારોમાં કે જ્યાં શિયાળા દરમિયાન ઠંડીથી થતી ઈજા સામાન્ય છે, ત્યાં રોગના બનાવ વધુ હોઈ શકે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ તંદુરસ્ત વાવેતરની સામગ્રી પસંદ કરો.
  • ઠંડુંથી થતી ઇજાઓ પ્રત્યે પ્રતિકારક્ષમતા ધરાવતી જાતોનું વાવેતર કરો.
  • ખાસ કરીને જે પ્રદેશોમાં તાપમાન ઘણું નીચું જતું હોય ત્યાં, યોગ્ય ખેતરની પસંદગી એ રોગ ટાળવા માટે મહત્વપૂર્ણ બની જાય છે.
  • ટોચ પર ગાંઠો ના રોગનો કોઈ ઇતિહાસ ન હોય તેવી જમીન પર વાવણી કરો.
  • ઉદાહરણ તરીકે યોગ્ય કાપણી કરીને હવાઉજાસ વધારો.
  • ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા પુરી પાડો.
  • ખેતરમાં કામ કરતી વખતે વનસ્પતિઓને નુકસાન થતું ટાળો.
  • ખેતીની શંકાશીલ સામગ્રીનું અન્ય બગીચાઓમાં પરિવહન થતું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો