ખાટાં ફળો

સાઈટ્ર્સમાં લીલા રંગનો રોગ

Liberibacter asiaticus

બેક્ટેરિયા

ટૂંકમાં

  • પાંદડા પર ડાઘ.
  • નસોનું પીળા પડી જવું.
  • વૃક્ષનો રૂંધાયેલો વિકાસ.
  • અકાળે પાંદડા ખરવા.
  • ફળ લીલા રંગનાં થઈ જાય છે અને તેનો વિકાસ અટકી જાય છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

પીળા રંગની કૂંપણ ફૂટેલી જોવા મળવી તે આ રોગનું પહેલું લક્ષણ કહી શકાય છે, આથી જ તેનું નામ huanglongbing (જેનો મતલબ પીળા ડ્રેગનનો રોગ) એમ થાય છે. ધીરે ધીરે પાંદડા નિસ્તેજ પીળા રંગનાં થતાં જાય છે અને તેના પર ડાઘા જોવા મળે છે, જેથી ઝિંક અને મેગ્નેશિયમની ઉણપ હોય તેવું લાગે છે. આ રોગ અને પોષકતત્વોની ઉણપને અલગ તારવવા માટે પાંદડાની નસોની આસપાસ ધ્યાન કેન્દ્રિત કરવાથી ખ્યાલ આવી શકે છે, જો પાંદડાની નસથી સમાંતરે રેખાઓ જોવા મળે છે તે પોષકતત્વોની ખામી છે, જયારે આ રોગમાં પાંદડા પર આડી-અવળી રેખાઓ જોવા મળે છે. સમયાંતરે ચેપગ્રસ્ત ઝાડ રૂંધાયેલો વિકાસ દર્શાવે છે, પાંદડા ખરી પડે છે અને ડીંટા મરી જાય છે. ઝાડ પર ઘણી ઋતુઓમાં ફૂલ આવીને ખરી પડે છે અને તેના પર નાનાં, અનિયમિત અને જાડી નિસ્તેજ રંગની છાલવાળા ફળ આવે છે, જોકે તળિયા આગળ ફળ લીલું રહે છે (તેથી જ તેનું નામ સાઈટ્ર્સમાં લીલા રંગનો રોગ પડયું છે).

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને આ રોગની સામે અસરકારક કોઈ જૈવિક ઉપચાર વિશે જાણ નથી. જો તમને કોઈ કાર્યક્ષમ ઉપાય ખ્યાલ હોય તો મહેરબાની કરીને અમને જણાવો. અમે તમારા જવાબની રાહ જોઈ રહ્યા છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. જંતુનાશકના યોગ્ય ઉપયોગથી સાયલીડ પર સારું નિયંત્રણ મેળવી શકાય છે, જેથી રોગનો ફેલાવો ઓછો થાય છે. એન્ટીબયોટિક ટેટ્રાસાયક્લિનનું ઝાડનાં થડમાં ઇન્જેક્શન આપવાથી આંશિક રીતે તેના સ્વાસ્થ્યમાં સુધાર જોઈ શકાય છે, પરંતુ બરાબર અસર કરવા માટે આ પ્રક્રિયાને વારંવાર કરવી જરૂરી છે. ટેટ્રાસાયક્લિન phytotoxic (ફાયટોટોક્સિક) છે, અને તે પર્યાવરણ પર નકારાત્મક અસર કરી શકે છે. આ જ કારણે, છેલ્લા ઘણા વર્ષોમાં તેનો ઉપયોગ ઓછો થઈ ગયો છે.

તે શાના કારણે થયું?

Candidatus Liberibacter asiaticus બેક્ટેરિયા દ્વારા huanglongbing (HLB)ના લક્ષણો જોવા મળે છે. Diaphorina citri અને Trioza erytreae દ્વારા તેમનું સતત વહન થાય છે, આ બંને સાયલીડ પરિબળો દરેક સાઈટ્ર્સમાં હાજર હોય છે. યુવા અને પુખ્ત બંનેને HLB નો ચેપ લાગી શકે છે, જે તેમના ૩-૪ મહિનાના જીવનચક્ર દરમિયાન તે ચેપગ્રસ્ત રહે છે અને બીજાને ચેપ પણ લગાડે છે. Huanglongbing પધ્ધતિસર પરિસ્થિતિ છે અને તેની હાજરી દેખાવમાં ૩ મહિનાથી માંડીને ઘણા વર્ષો સુધીનો સમય લાગી શકે છે. બીજ દ્વારા પણ તેનો ફેલાવો થઇ શકે છે. આ રોગની જેમ અન્ય રોગકારક જીવો અથવા રોગમાં પણ પાંદડા પર ડાઘ જોવા મળે છે. તે માટે જ પેશીઓના સેમ્પલને લેબોરેટરીમાં મોકલી તેનું પરીક્ષણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી મૂળ કારણ જાણી શકાય.


નિવારક પગલાં

  • તમારા દેશમાં શક્ય સંસર્ગનિષેધ નિયમો વિશે સજાગ રહો.
  • નિયમિતરીતે સાઈટ્ર્સના વિકાસને ચકાસો, જેથી રોગનાં લક્ષણોને ઓળખી શકાય.
  • ચેપગ્રસ્ત છોડ/ઝાડને તરત જ દૂર કરો.
  • સાઈટ્ર્સની ખેતીમાં વપરાતા સાધનો અને કામ કરતા વ્યક્તિઓએ સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ.
  • Murraya paniculata, Severinia buxifolia અને citrus (Rutaceae) જેવા સાયલીડનાં બીજા યજમાન છોડને હટાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો