Xylella fastidiosa subsp. pauca
બેક્ટેરિયા
ખાટાં ફળોના પાકમાં વિવિધ રંગોના ડાઘથી અસરગ્રસ્ત છોડમાં ઝિન્કની ઊણપ જેવા લક્ષણો જોવા મળે છે. પરિપક્વ પાંદડાની ઉપરની સપાટી ઉપર નસોની વચ્ચે પીળાશ પડતો રંગ જોવા મળે છે. ધીમે ધીમે પાંદડાની નીચેની સપાટી પર, પીળાશ પડતા કોષોની નીચે, નાના, આછા કથ્થઇ રંગના, સહેજ ઉપસેલા રજકણો જોવા મળે છે. શરૂઆતમાં જોવા મળતા આ લક્ષણો કોઈ એક જ ડાળી પૂરતા સીમિત હોઈ શકે છે. પીળાશ પડતો વિસ્તાર ધીમે ધીમે પાંદડાંની કિનારી તરફ વધે છે, અને પાંદડાની નીચેની સપાટી ઉપર પડેલું જખમ ધીમે ધીમે ઘેરા કથ્થઈ રંગનું અથવા સુકાયેલ બને છે. અસરગ્રસ્ત ઝાડમાં તાજગી ઓછી હોય છે અને તેનો વિકાસ પણ અટકેલો જોવા મળે, પરંતુ સામાન્ય રીતે તેનો નાશ થતો નથી. ડાળીની બહારની બાજુએ, સામાન્ય રીતે કુમળા પાંદડાંમાં પાનખર નિર્માણ થઇ શકે છે. ડાળીઓમાં પાનખર નિર્માણ થવાના કારણે ફળની સપાટી પર સૂર્યપ્રકાશથી દાઝવાના કારણે નુકસાન અથવા રંગમાં વિકૃતિ જોવા મળે છે. છાલ કડક, રસ ઓછો અને તે સ્વાદે ખાટાં હોઈ શકે છે.
શાર્પસુટર ની વસતી નિયંત્રિત કરવા માટે ગૉનટૉસેરસ પ્રજાતિની કેટલીક પરોપજીવી ભમરી નો ઉપયોગ થાય છે. આ અતિ સૂક્ષ્મ ભમરી ના લાર્વા તેમના ઇંડા ની અંદર વિકાસ પામે છે અને વિકાસશીલ ગર્ભને મારી નાંખે છે. વળેલી-પાંખો વાળા પરોપજીવી (સ્ટ્રેપસીપટેરન્સ) પણ શાર્પસુટર સહિત વિવિધ જંતુઓ પર અસર કરે છે. શુર્પસુટર ના અન્ય કુદરતી દુશ્મનો માં હિંસક જંતુઓ, અમુક મુક્ત જીવતા કરોળિયા, અને એનોલ્સ જેવા શિકારી જંતુઓ નો સમાવેશ થાય છે. હિરસુટેલા જાતિની કેટલીક ફૂગ પણ આ જંતુઓ પર હુમલો કરે છે અને ઠંડી, ભીની પરિસ્થિતિમાં ખેતરમાં તેને મમી જેવી અવસ્થા માં છોડી શકે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. વાડીની ચકાસણી દ્વારા અથવા પીળા ચીકણા કાર્ડ લટકાવીને રોગાણુઓની વસ્તી નું નિરીક્ષણ કરવું જોઈએ.શાર્પસુટર સામે એસીટામીપ્રીડ સમાવતી પ્રણાલીગત અને પ્રસંગોચિત જંતુનાશકો નો ઉપયોગ કરી શકાય છે.
ઝાયલેલા ફેસ્ટીડીઓસા બેક્ટેરિયાના કારણે ખાટાં ફળોના પાકમાં વિવિધ રંગોના ડાઘ ના લક્ષણો જોવા મળે છે. તે પદ્ધતિસરનો રોગ છે, જે ઝાડની વાહક પેશીઓમાં (જેને ઝાયલેમ કહેવાય છે ) રહે છે, અને તેથી બીજ ઉપરાંત તેનો ફેલાવો ઝાડની ટોચના પાંદડા અને ફળો માં થાય છે. સીકાડેલીડે (શાર્પશૂટર ) પરિવારના વિવિધ જંતુઓ દ્વારા એક ઝાડથી બીજા ઝાડ પર એક સમાન રીતે તેનો ફેલાવો થાય છે. આ તીતીઘોડા છોડની વાહક પેશીઓમાં રહેલ સત્વ પર નભે છે અને બે કલાક ખોરાક લીધા બાદ બેક્ટેરિયાને ગ્રહણ કરી શકે છે. તેની વિપુલ માત્રામાં ખોરાક લેવાની ક્ષમતાના કારણે અને તે પોતાને રોગથી અસર ન થતી હોવાના લક્ષણો તેને એક યોગ્ય વાહક બનાવે છે. રોગના પ્રથમ લક્ષણો ચેપ લાગ્યાના એક વર્ષ બાદ જોવા મળે છે અને તેથી તેની ઓળખ અને સારવાર મુશ્કેલ બને છે.