Xanthomonas alfalfae subsp. citrumelonis
બેક્ટેરિયા
આ રોગ મુખ્યત્વે ત્રણ પાંદડાંવાળી નારંગી અને તેના સંકર જાત, દા.ત. સ્વિન્ગલસાઇટ્રુમેલો ને નર્સરીની અવસ્થામાં અસર કરવા માટે જાણીતી છે. આ જખમ નારંગીની અન્ય જાતો પર જોવા મળતાં ખાટાં ફળોની ઊધઈના લક્ષણો સાથે ખૂબ જ મળતાં આવે છે, પરંતુ ચપટાં કે શોષાયેલ હોય છે અને ઉપસેલા હોતાં નથી. પાંદડા પર, તેઓ તેમના ગોળાકાર, કથ્થઈ રંગના, સુકાયેલ કેન્દ્ર દ્વારા દર્શાવવામાં આવે છે જે ઘણીવાર ફાટી અથવા ખરી પડતાં, પાંદડાંને ખરબચડો "શોટ-છિદ્ર" જેવો દેખાવ આપે છે. તેઓ પણ પાણી સોશાયેલ કિનારી અને પ્રસરેલા પીળા રંગની આભા દ્વારા ઘેરાયેલ હોય છે. વધુ આક્રમક જાતો દ્વારા ઉત્પન્ન થયેલ જખમ ખાટાં ફળોની ઊધઈ ના કારણે નિર્માણ થતાં ઝખ્મ કરતા વધારે આકરા હોય છે. સમય જતાં, તેઓ મોટું અને એકરૂપ બને છે, અને અનિયમિત અથવા કોણીય કથ્થાઈ રંગના બને છે. ગંભીર ચેપના કિસ્સામાં પાંદડા પીળાશ પડતાં અથવા સળગેલા દેખાય છે અને વહેલા ખરી પડે છે, પરિણમે પાનખર સર્જાય છે.
માફ કરશો, અમને ઝેન્થોમોનાસ આલ્ફાલ્ફા માટે કોઇ જ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. ખાટા ફળોમાં બેક્ટેરિયાજન્ય ટપકાંનું નિયંત્રણ કરવા માટે કોઈ સંપૂર્ણપણે સફળ છંટકાવ ઉપલબ્ધ નથી. તેના બનાવ અટકાવવા માટે પ્રતિબંધક પગલાં અને રાસાયણિક સંયોજનથી સારવાર બંનેની જરૂર છે. થોડી અસરકારકતા સાથે એકલાં કોપર આધારિત છંટકાવ અથવા એન્ટિબાયોટિક કે મેન્કોઝેબ રાસાયણ સાથે ભેળવીને વાપરી શકાય છે. પાંદડાને નુકસાન ન થાય અને બેક્ટેરિયામાં પ્રતિકારકતાનો વિકાસ અટકાવવા માટે માત્રામાં ક્રમશઃ ઘટાડો કરવો જોઈએ.
ઝેન્થોમોનાસ આલ્ફાલ્ફે બેક્ટેરિયાના કારણે રોગનું નિર્માણ થાય છે. બેક્ટેરિયાના ત્રણ પેટાજૂથ છે, જે તેમની પ્રજાતિ પર આધાર રાખીને યજમાન ઝાડ પર વિવિધ તીવ્રતાવાળા લક્ષણો નિર્માણ કરે છે. તે પવન, ઝાકળ અથવા ઉપરથી પડતા સિંચાઈના પાણી દ્વારા નૈસર્ગિક રીતે ખેતરમાં ફેલાઇ છે. ખાસ કરીને જ્યારે પાંદડા ભીના હોય ત્યારે, સામાન્ય રીતે ખેતી અથવા વાડીમાં કરવામાં આવતાં કામ ના કારણે પણ તે યાંત્રિક રીતે એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર ફેલાઇ શકે છે. પાંદડા અથવા ડાલી પરના પુષ્પદંડ પર આવેલા નૈસર્ગિક છિદ્રો બેક્ટેરિયા માટે પ્રવેશદ્વાર છે. તેમ છતાં જ્યારે કુમળા છોડની ખાડામાં વાવણી કરવામાં આવે ત્યારે બેક્ટેરિયા નાશ પામે છે અને ધીરે-ધીરે તેના લક્ષણો પણ અદ્રશ્ય થાય છે. થોડા વરસાદ સાથેનું હુંફાળું તાપમાન, અમે પવન સાથેનું વાતાવરણ રોગના વિકાસ અને ફેલાવામાં અનુકૂળ રહે છે. તેનાથી વિરુદ્ધ, જ્યારે વાતાવરણ ગરમ અને સૂકું હોય ત્યારે બેક્ટેરિયાનો વિકાસ અને ચેપની પ્રક્રિયા ધીમી પડે છે.