કેળા

મોકોનો રોગ

Ralstonia solanacearum

બેક્ટેરિયા

ટૂંકમાં

  • ચેપગ્રસ્ત છોડના પાંદડા નમે છે, અને અંતમાં ખરી પડે છે.
  • જયારે કાપીને જોવામાં આવે તો સ્પષ્ટ, વાહક પેશીઓમાં આછા પીળા કે કથ્થઈ રંગનું વિકૃતિકરણ દેખાય છે.
  • ફળના ગરમાં સૂકો સડો નિર્માણ થવાથી, દૂષિત ફળો વિકૃતરીતે વિકાસ પામે છે અને ચીમળાઇ જાય છે.
  • જયારે ફળને છોલવામાં આવે ત્યારે જીવાણુયુક્ત ઝરણ જોઈ શકાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

ચેપગ્રસ્ત છોડના તાજાં પાંદડાં નમે છે, અને પછી નાશ પામે છે અને ખરી પડે છે. પાંદડાંના ડીટાંની ક્ષમતા ઓછી થાય છે, લીલા પાંદડા લટકી પડે છે અને વૃક્ષ નબળું દેખાય છે. જેમ જેમ રોગ વિકસે છે, જૂના પાંદડાઓને પણ તેની અસર થાય છે. જયારે કાપીને જોવામાં આવે તો સ્પષ્ટ, વાહક પેશીઓમાં આછા પીળા કે કથ્થઈ રંગનું વિકૃતિકરણ દેખાય છે. ફળના ગરમાં સૂકો સડો નિર્માણ થવાથી, દૂષિત ફળો વિકૃતરીતે વિકાસ પામે છે અને ચીમળાઇ જાય છે, જે ફળની સપાટી પર ઘેરા કથ્થાઈ રંગના વિકૃતિકરણ તરીકે દેખાય છે. જયારે ફળને છોલવામાં આવે ત્યારે જીવાણુયુક્ત ઝરણ જોઈ શકાય છે. વૃક્ષની પરિવહન પેશીઓમાં બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે અને છોડના ઉપરના ભાગમાં પાણી અને પોષકતત્વોના વાહનમાં વિક્ષપ ઉભો કરે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

છોડની આસપાસ બ્લિચિંગ પાવડર છાંટવાથી રોગના ફેલાવા સામે મદદ થઈ શકે છે. વાવેતર પહેલા માટીમાં 1% બોર્ડેક્સના મિશ્રણ, 0.4% કોપર ઓક્સીકલોરાઇડ અથવા સ્ટ્રેપ્ટોમાઈસીન કે સ્ટેપ્ટોસાયક્લીન(5 ગ્રા/10 લીટર) જેવા જંતુનાશકો ભેળવી શકાય છે. વાવણી પહેલાં બિયારણને પણ 30 મિનિટ માટે 0.4% કોપર ઓક્સીકલોરાઇડ(4 ગ્રા / લિ) થી સારવાર આપી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ મોકોના રોગ માટે કોઈ જ સીધી રાસાયણિક સારવાર ઉપલબ્ધ નથી.

તે શાના કારણે થયું?

મોકો એ કેળાંનો રોગ છે જે રેલસ્ટોનિયા સોલેનેસિરમ બેક્ટેરિયા ના કારણે નિર્માણ થાય છે. તે આખા વર્ષ દરમ્યાન છોડની ચેપગ્રસ્ત પેશીઓમાં કે અન્ય યજમાનોમાં અથવા 18 મહિના સુધી જમીનમાં ટકી રહે છે. સામાન્ય રીતે વધુ તાપમાન અને માટીમાં ભેજનું વધુ પ્રમાણ રોગના ફેલાવાની તરફેણ કરે છે. રોગ પેદા કરતા જીવાણુનું ફેલાવો એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર અથવા ખેતરો વચ્ચે વિવિધ પ્રકારે થઈ શકે છે. (મૂળથી લઈને ફળની છાલ સુધી) વૃક્ષના તમામ ભાગો ચેપના સંભવિત સ્ત્રોત છે. આથી, કાપણી અને છોડને થતીઇજાઓ ટાળવી જોઇએ. જ્યારે દૂષિત માટીની હેરફેર કરવામાં આવે છે, ત્યારે કારના ટાયર, સાધનો, બુટચપ્પલ અથવા પ્રાણીઓ ચેપના અન્ય સ્ત્રોત બને છે. ફૂલો પર નભતાં જંતુઓ અથવા પક્ષીઓ (મધમાખી, ભમરી અને ફળની માખી) અને વૈકલ્પિક યજમાનો પણ ચેપનું ફેલાવો કરી શકે છે. સિંચાઇ અથવા પાણીના વહેણથી પણ રોગ ફેલાઈ શકે છે.


નિવારક પગલાં

  • માત્ર પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ તંદુરસ્ત છોડની સામગ્રીનો ઉપયોગ કરો.
  • રોગની નિશાની માટે નિયમિતપણે ખેતરનું નિરીક્ષણ કરો.
  • વનસ્પતિના અવશેષોને દૂર કરી અને બાળી નાખો.
  • ચાસમાં સિંચાઈ ટાળો અને જો શક્ય હોય તો જીવાણુમુક્ત પાણીનો ઉપયોગ કરો.
  • રોગને વધુ ફેલાતો અટકાવવા કાપવાના સાધનો, બુટ-ચપ્પલ અને વાહનના ટાયરને ચેપમુક્ત કરો.
  • છોડના મૂળમાં 10% તાજા ગાયના છાણની સ્લરી પાથરો.
  • ખેતરમાંથી નીંદણ અને હેલિકોનિયા પ્રજાતિઓને દૂર કરો.
  • પાણીના નિકાલની સારી વ્યવસ્થા પુરી પાડો.
  • ઓછામાં ઓછા 6 મહિના માટે જમીનને પડતર રહેવા દો.
  • 12 મહિના માટે પાકની ફેરબદલી કરો.
  • રોગને ફેલાતો અટકાવવા માટે ફ્રેન્ચ ગલગોટાના ફૂલને ભૂસાના આવરણ તરીકે જમીન પર પાથરો.
  • ખેતરમાં કામ કરતી વખતે છોડને નુકસાન ન થાય તેની ખાતરી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો