ચોખા

પાંદડા પર બેક્ટેરિયલ રેખાઓ

Xanthomonas oryzae pv. oryzicola

બેક્ટેરિયા

ટૂંકમાં

  • ગાઢા લીલા, પાછળથી બદામી માંથી પીળાશ પડતા ભૂખરા, પાંદડા પર રેખીય જખમ.
  • આખું પાંદડુ બદામી રંગનું થઇ શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

ચેપના પ્રારંભિક તબક્કે, પાંદડામાં ઘાટી લીલી રેખાઓ, પાણીથી ભીંજાયેલા ડાઘા ચેપ લાગેલા પાંદડાઓમાં દેખાય છે. આ જખમોની સંખ્યામાં વધારો થાય છે અને પીળો-નારંગીથી ભૂરા બને છે. જખમ બેક્ટેરિયલ કોષોના સમૂહને એમ્બર રંગના ડાઘા રૂપે દેખાઇ શકે. બેક્ટેરિયલ રેખાઓ ને કારણે પછી થી દેખાતા ચેપના લક્ષણો ફૂગ જેવા જ લાગે છે પણ બેક્ટેરિયલ રેખાઓને કારણે થતા જખમ વધુ રેખીય હોય છે અને કિનારીઓ બેક્ટેરિયલ ફૂગથી સંક્રમિત પાંદડાઓના હાંસિયા જેટલી લહેરાતી નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને ઝેન્થોમોનાસ ઓરિઝા પીવી ઓરીઝિકોલા સામે કોઈપણ વૈકલ્પિક સારવાર વિશે ખબર નથી. જો તમારી પાસે આ રોગ સામે લડવામાં મદદ કરે એવી કોઇ જાણકારી હોય, તો કૃપા કરીને અમારી સાથે સંપર્કમાં રહો. તમારી પાસેથી કંઈક જાણવા માટે અમે ઉત્સુક છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં ભરીને સંકલિત અભિગમનો વિચાર કરો. ગંભીર ચેપના કિસ્સામાં, રોગને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે ઉપરના ભાગે તાંબા આધારિત ફૂગનાશક લગાવો. કોપર ફૂગનાશકનો ઉપયોગ શરૂઆતના તબક્કામાં કરવો નહી. તેનો ઉપયોગ ફક્ત અંતમાં ફૂલો બેસવાના તબક્કામાં કરવો જોઈએ..

તે શાના કારણે થયું?

સિંચાઇના પાણીથી ફેલાતા બેક્ટેરિયા અને ચેપ વરસાદ, ભેજનું ભારે પ્રમાણ અને ઉચ્ચ તાપમાન સાથે જોડાયેલા છે. આ રોગ ઠંડા અને સૂકા વાતાવરણમાં વિકાસશીલ નથી. બેક્ટેરિયા ચીરા અને ઘા દ્વારા પાંદડામાં દાખલ થાય છે અને અંદર અનેક ઘણો વધે છે. રાત્રિ દરમિયાન ભેજવાળી સ્થિતિ અનુસાર પાંદડાની સપાટી પર બેક્ટેરિયલ સ્રાવો રચાય છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત અને પ્રતિરોધક રોપાઓ વાવો.
  • ખેતરો સ્વચ્છ રાખો અને નીંદણ કચરાના યજમાનોને દૂર કરો.
  • ચોખાના ડૂંડા, કચરા, તલખણાં આપમેળે ઉગેલા રોપાની અંદર ખેડ કરો.
  • પોષક દ્રવ્યો યોગ્ય પ્રમાણમાં આપો, ખાસ કરીને નાઇટ્રોજન.
  • ખેતરો અને નર્સરીમાં યોગ્ય રીતે પાણીનું વહન કરો (ડ્રેનેજ).
  • ખેતરને પાક વિનાના સમયમાં સૂકવો જેથી જમીનમાંથી અને બચેલા ઘાસ કચરામાંથી બેક્ટેરીયા મરી જાય.
  • વધારે પૂરના સમયે પાણી ખેતરમાંથી કાઢી નાંખો.
  • બીજ ઠંડા સમયમાં વાવો જેથી પેથોજન ઉગી શકે નહી.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો