Xanthomonas axonopodis pv. glycines
બેક્ટેરિયા
તાજાં પાંદડાંની એક અથવા બંને બાજુઓ પર બારીક, આછા લીલા રંગના ટપકાં દેખાય છે. આ ટપકાંનું કેન્દ્ર ઉપસેલું હોય છે અને બાદમાં નાની આછી બદામી અથવા નારંગી રંગની ફોલ્લીમાં પરિણામે છે, જે ઘણી વખત પાંદડું નસો પર વિકાસ પામે છે. રોગના અંતિમ ચરણમાં, તેઓ ભેગી મળી અને મોટા બદામી અનિયમિત જખમમાં ફેરવાય છે, ઘણીવાર પીળા રંગની આભા પણ દેખાય છે. આ નાશ પામેલ વિસ્તાર પવનથી ફાટી શકે છે, અને પાંદડાને ખરબચડો દેખાવ આપે છે. નાની ઉપસેલ ફોલ્લીઓ શીંગો પર પણ વિકસી શકે છે. રોગથી અકાળે પાન ખરી પડે છે અને બીજના કદ અને જથ્થામાં ઘટાડો થઈ શકે છે.
માફ કરશો, અમને Xanthomonas axonopodis સામે કોઇપણ વૈકલ્પિક સારવાર વિશે ખબર નથી. જો તમે આ રોગ સામે લડવામાં મદદરૂપ થાય એવું કાંઈ જાણતા હોવ તો કૃપા કરીને અમારો સંપર્ક કરશો. અમે તમારા તરફથી ઉપાયો જાણવા માટે ઉત્સુક છીએ.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ઇચ્છીત પરિણામ માટે રોગના પ્રારંભિક તબક્કે કોપર આધારિત ફુગનાશક(ઉદાહરણ તરીકે કોપર ઓક્સિકલોરાઇડ, 3 ગ્રા/લિ પાણી માં) નો ઉપયોગ કરો.
લક્ષણો Xanthomonas axonopodis pv. glycinesના કારણે નિર્માણ થાય છે. તે બીજજન્ય જીવાણુ છે જે ઠંડી દરમ્યાન જમીનમાં પાકના અવશેષો ટકી શકે છે. તે પવન, પાણીના ટીપાં અથવા જંતુઓ દ્વારા વહન પામી અને કુદરતી મુખ કે થયેલ યાંત્રિક ઇજાઓ મારફતે છોડમાં પ્રવેશ કરે છે. મોટાભાગે રોગ મોસમની શરૂઆતમાં જોવા મળે છે, પરંતુ ક્યારેક પાછળથી પણ ચેપ લાગવો શક્ય છે. ગરમ અને ભેજવાળા હવામાનમાં વારંવાર વરસાદ અને ભીના ભીના હોવાની પરિસ્થિતિમાં રોગનો ફેલાવો થાય છે. 30-33 ° સે વચ્ચેનું તાપમાન રોગ વિકાસ માટે શ્રેષ્ઠ છે. આ રોગ પેદા કરતા જીવાણુના નિયમનમાં પોટાશ અને ફોસ્ફરસ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.