સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીના પાંદડામાં કોણીય ટપકાં

Xanthomonas fragariae

બેક્ટેરિયા

ટૂંકમાં

  • પાંદડાની નીચલી સપાટી પર પાણીપચ્યા, અર્ધપારદર્શક અને કોણીય ટપકાં.
  • જે પાછળથી એકરૂપ થઇ લાલ-કથ્થઈ પટ્ટાની રચના કરે છે.
  • આ ડાઘમાંથી બેક્ટેરિયલ સ્ત્રાવ થાય છે.
  • ફળની દાંડી કડક અને ફળ સુકાઈ ગયેલા હોય છે.

માં પણ મળી શકે છે

1 પાક
સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી

લક્ષણો

છોડની જાત, હવામાન અને સમયના આધારે રોગના લક્ષણો ભિન્ન હોય છે. શરૂઆતમાં, પાંદડાની નીચલી સપાટી પર પાણીપચ્યા, ઘેરા લીલા રંગના કોણીય ટપકાંથી તેને ઓળખી શકાય છે. જ્યારે તેને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે તો અર્ધપારદર્શક દેખાય છે, અને ફરતે પાંદડાની નાની નસો હોય છે. વધુ ભેજ વાળા વાતાવરણમાં, આ ડાઘમાંથી ચીકણા ટપકાં જેવો બેક્ટેરિયલ સ્ત્રાવ બહાર આવે છે. જેમ જેમ રોગ વધે કરે છે તેમ તેમ, આ ડાઘ પાંદડાની ઉપરની સપાટી પર અનિયમિત, કથ્થઈ કે લાલ રંગના ટપકાં તરીકે દેખાય છે. પાછળથી એકરૂપ થઇને મોટો સુકાયેલ ભાગ બનાવે છે, જેનાથી પાંદડાં ખરબચડા અને ઉઝરડાં પડેલા દેખાય છે. પાણીના પુરવઠામાં ખલેલ પડવાના કારણે ફળની દાંડીઓ કથ્થઈ-કાળા રંગની થઈ શકે છે અને ફળો નબળા પડી શકે છે. આ ફળની ગુણવત્તા અને દેખાવને અસર કરે છે. ફળો વધુ ગાળ્યા નથી હોતા, પરંતુ સામાન્ય રીતે તે એક જ પ્રકારની સમાનતા ધરાવતાં હોય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પ્રમાણિત કાર્બનિક કોપર સંયોજનોનો છંટકાવ રોગને ઘટાડવા માટે મદદ કરી શકે છે. ઋતુની શરૂઆતમાં, સાઇટ્રિક અને લેક્ટિક એસિડ ધરાવતા સંયોજનોનો ઉપયોગ વધતાં પાંદડાં અને ફળને બચાવવા માટે મદદ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. નીચા તાપમાને થતા બેક્ટેરિયલ સ્ત્રાવના કારણે એક છોડ પરથી બીજા છોડ પર રોગનો ફેલાવો અટકાવવા માટે કોપર આધારિત ઉત્પાદનોને લાગુ કરી શકાય છે. જો કે, છોડને નુકશાન ન થાય તે માટે તેની માત્રા અને ફરી લાગુ કરવા માટે કાળજીપૂર્વક આયોજન કરવાની જરૂર છે. સૂકી પરીસ્થિતિ અને મોર આવવાની શરૂઆત થયા પછી કોપર એજન્ટનો ઉપયોગ કરશો નહીં. કોપર સલ્ફેટ કરતાં કોપર હાઇડ્રોક્સાઇડ ધરાવતા ઉત્પાદનો વધુ અસરકારક હોઈ શકે છે. નર્સરીના સમયગાળા દરમિયાન ઓક્સોલિનિક એસિડ લાગુ કરવાથી સારા પરિણામો મળે છે. ખેતીના તબક્કે વેલીડેમાઇસિન-A એક અસરકારક સંયોજન છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો ઝેંથોમોનાસ ફ્રેજીરીના બેક્ટેરિયાના કારણે થાય છે, જે જમીન પર પડેલા સૂકા પાંદડાં અને જમીનમાં દટાયેલા પાંદડામાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહે છે. તે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓ માટે પણ પ્રતિરોધક હોય છે. વસંતઋતુમાં, આ પરોપજીવી ફરી વિકાસ શરૂ કરે છે અને નવા તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે, અને તે એક છોડ પરથી બીજા છોડ પર વરસાદ અથવા ઉપરથી પડતા પાણીવાળી સિંચાઇથી ફેલાય છે. પાંદડાની નીચલી સપાટી પર સ્ત્રાવ થવો એ આગળના લક્ષણો છે. બંને કિસ્સામાં, છોડ પરના કુદરતી છિદ્રો અથવા ખેતીકામ દરમિયાલ છોડને પડેલા ડાઘ દ્વારા છોડમાં પ્રવેશ કરે છે. બીજી રીતે, ચેપગ્રસ્ત રોપાઓ મારફતે પણ રોગ નવા ખેતરમાં દાખલ થઇ શકે છે. આ રોગ માટે ઠંડી અને ભેજવાળી પરિસ્થિતિઓ અનુકૂળ રહે છે, જેમ કે વસંત દરમિયાનના ઠંડા દિવસો સાથે રાત્રી દરમિયાન ખુબ જ નીચું તાપમાન.


નિવારક પગલાં

  • વાવેતર માટે પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ તંદુરસ્ત બિયારણનો જ ઉપયોગ કરો.
  • જો તમારા વિસ્તારમાંઉપલબ્ધ હોય તો, પ્રતિકારક્ષમ જાતોની રોપણી કરો.
  • છોડ વચ્ચે પૂરતી જગ્યા રાખો.
  • સિંચાઈ કરતી વખતે, છોડ ઝડપી સુકાય તેની ખાતરી કરો તેમજ ઉપરથી પડતા પાણી વાળી સિંચાઇ ન કરો.
  • ઘાસનું મલચ પાણીના છાંટા ઉડતા અટકાવવા મદદ કરી શકે છે.
  • પાંદડાં ભીના હોય ત્યારે ખેતીના સાધનો અને હાર્વેસ્ટર્સની કામગીરી ઓછી કરો.
  • ખેતરમાં કામ કરતી વખતે છોડને ઇજા ન થાય તેનું ધ્યાન રાખો.
  • જુદા જુદા વર્ષે જુદા જુદા વાવેલા પાક લેવાની ભલામણ કરવામાં આવે છે.
  • જ્યાં સ્ટ્રોબેરીના પાંદડામાં કોણીય ટપકાંનો રોગ જોવા મળે ત જગ્યાએ આગામી 3 વર્ષ માટે સ્ટ્રોબેરીની રોપણી કરવી નહીં.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો