ટામેટા

ટામેટામાં જીવાણુ જન્ય ક્ષય (કેન્કર)

Clavibacter michiganensis subs. michiganensis

બેક્ટેરિયા

ટૂંકમાં

  • કિનારીથી શરૂ કરી - પાંદડાનું પીળા પડવું, વળવું અને શિથિલ થવું.
  • ફળ પર આભા સાથે કથ્થાઈ ટપકાં.
  • ઉભા પટ્ટાઓ સાથે સડેલી ડાળી.
  • થડનું વિભાજન થવું.

માં પણ મળી શકે છે


ટામેટા

લક્ષણો

દૂષિત રોપાઓ પાંદડાંની શીરા અને દાંડી પર નાના, સફેદ ટપકાં સાથે નબળા, અટકેલ વિકાસવાળા છોડ પેદા કરે છે. પુખ્ત છોડમાં નિર્માણ પામેલ લક્ષણો નવી પેશીઓ (પ્રણાલીગત) માં પ્રાથમિક ચેપ ફેલાવાથી અથવા પછીના ચેપના પરિણામે હોઈ શકે છે. પાંદડાની શીરા વચ્ચેની પીળાશ, જુના પાંદડાનું વળવું અને શિથિલ થવું (ક્યારેક માત્ર એક જ બાજુ) ના લક્ષણએ પધ્ધતિસરનો ફેલાવો દર્શાવે છે. પાછળથી, પાંદડા છેવટે કથ્થાઈ બને છે અને ખરી પડે છે. પાંદડાની દાંડી સામાન્ય લીલી અને નિશ્ચિતપણે ડાળી સાથે જોડાયેલ રહે છે. નવા ચેપના લક્ષણો પાંદડુંની કિનારી પર ઘેરા કથ્થાઈ રંગના જખમ અને પાંદડાની સપાટી પર ગોળ ટપકાં ફરતે તેજસ્વી આભા સાથે જોઈ શકાય છે. ડાળીનો આધાર સડે છે અને ઘેરી કથ્થાઈ બને છે અને ઉપલા ભાગ પર કથ્થાઈ રંગના ઉભા પટ્ટાઓ દેખાય છે. થડમાં પછીથી વિભાજિત થાય છે અને લાંબા, કથ્થાઈ ક્ષય થવાની રચના થાય છે. ફળો પર, તેજસ્વી આભા સાથે કથ્થાઈ ટપકાં દેખાય છે. જેમ જેમ રોગ વિકસે છે, સમગ્ર પ્લાન્ટ સુકાય જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

બીજને 8% એસિટિક એસિડ અથવા 5% હાઇડ્રોક્લોરિક એસિડ માં પલાળો. તમે મિથાઈલ બ્રોમાઇડ અથવા પાણીથી સારવારનો પણ ઉપયોગ કરી શકો છો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. વારંવાર વરસાદ અને લાંબા સમય સુધી ભીના વાતાવરણમાં, બેક્ટેરિયાનાશકનો છંટકાવ વાજબી હોઈ શકે છે. આનાથી પાંદડાંમાં ફૂગ અને ફળમાં ટપકાંના બનાવનું પ્રમાણ ઘટાડી શકાય છે. જો સુરક્ષાત્મક પગલા લેવાના હોય તો, તાંબુ-આધારિત ઉત્પાદનોના ઉપયોગથી થોડો લાભ થાય છે કારણકે સ્થાનિક ચેપથી થોડા આર્થિક નુકશાનનો ખતરો રહે છે.

તે શાના કારણે થયું?

બેક્ટેરિયા બીજમાં, છોડના અવશેષો અથવા જમીનમાં ટકી શકે છે. રોગનું વિસ્થાપન ચેપગ્રસ્ત બીજ, જમીનમાંના જીવાણુઓ, અથવા ચુંટતી વખતે થાય છે. બેક્ટેરિયા પાંદડાની નસોમાં ગુણાન્વિત થઇ પાણી અને પોષકતત્વોના પરિવહનમાં વિક્ષેપ પાડે છે. પરિણામે, છોડમાં કરમાશ અને સુકાવાનું શરૂ થાય છે. જમીનમાં ભેજનું વધુ પ્રમાણ અથવા ભેજવાળું વાતાવરણ અને હુંફાળું તાપમાન (24 થી 32 ° C) રોગના વિકાસની તરફેણ કરે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત રોગ મુક્ત બીજ અથવા રોપા પસંદ કરો.
  • જો ઉપલબ્ધ હોય, પ્રતિકારક્ષમ જાતો પસંદ કરો.
  • રોપાના ઉછેર માટે ખેતરને બદલે માટી વગરની પેદાશો લઇ પ્લાસ્ટિકની ટ્રેનો ઉપયોગ કરી શકાય છે.
  • જો શક્ય હોય, બેક્ટેરિયાને મારવા માટે ક્યારી અને જમીનને વરાળથી સારવાર આપો.
  • તમારી સાધન-સામગ્રી સાફ રાખો.
  • Solanaceae પરિવારના નીંદણ દૂર કરો.
  • ખેતરનું નિરીક્ષણ કરો અને રોગગ્રસ્ત છોડને જમીન પાસેથી કાપી લો.
  • ઓછામાં ઓછા બે અથવા ત્રણ વર્ષ માટે બિન Solanaceae પાક સાથે ટમેટાંની ફેરબદલી કરો.
  • લણણી પછી ઊંડી ખેડ કરો અને ચેપગ્રસ્ત પાકના અવશેષોને દફનાવી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો