અન્ય

ખૂણિયાનો રોગ

Pseudomonas syringae

બેક્ટેરિયા

ટૂંકમાં

  • પાંદડા પર નાના, ગોળાકાર ડાઘ.
  • પાછળથી તે કોણીય કે અનિયમિત આકારના મોટા પાણીવાળા વિસ્તારમાં ફેરવાય છે.
  • ચેપગ્રસ્ત વિસ્તારો ભૂખરા રંગના થાય છે, ખરી પડે છે અને પાંદડા પર અનિયમિત છિદ્રો છોડે છે.
  • ફળ પર ગોળાકાર ફોલ્લીઓ દેખાય છે જે પછીથી સફેદ થઈ જાય છે અને તેના કારણે તિરાડ પડવાથી ફળ ખુલી જાય છે.

માં પણ મળી શકે છે

5 પાક
કારેલા
કાકડી
તરબૂચ
કોળુ
વધુ

અન્ય

લક્ષણો

શરૂઆતમાં પાંદડા પર નાની ગોળાકાર ફોલ્લીઓ દેખાય છે. આ ફોલ્લીઓ પાછળથી મોટા, કોણીય કે અનિયમિત, પાણીથી ભરેલા ભાગમાં વિકસે છે. ભીના હવામાનમાં પાંદડાની નીચલી બાજુની ફોલ્લીઓમાંથી બેક્ટેરિયલ પ્રવાહી બહાર આવે છે. આ ટીપાં સૂકા હવામાન દરમિયાન ભેજ ગુમાવે છે અને સફેદ પોપડી જેવું બનાવે છે. પાછળથી, ચેપગ્રસ્ત વિસ્તારો નેક્રોટિક બની જાય છે, અને ભૂખરા રંગનાં થઈ સંકોચાઈ જાય છે, ઘણી વખત તે તંદુરસ્ત પાંદડાની પેશીઓ પર અસર કરે છે અને પાંદડા ખરી પડે છે. આ ડાઘની આસપાસ ઘણીવાર પીળા રંગની કિનારીઓ જોવા મળે છે. વિશાળ, અનિયમિત છિદ્રોનાં કારણે પાંદડા ચીંથરેહાલ દેખાય છે. કેટલીક પ્રતિરોધક જાતો પર, જખમ નાના હોય છે અને તેની આસપાસ પીળી કિનારીઓ દેખાતી નથી. ચેપગ્રસ્ત ફળો પર નાની ગોળાકાર જેવી ફોલ્લીઓ દેખાય છે, જે સામાન્ય રીતે સપાટી પર જ હોય છે. જ્યારે અસરગ્રસ્ત પેશીઓ મરી જાય છે, ત્યારે તે સફેદ થઈ જાય છે અને ત્યાં તિરાડ પડે છે, તકવાદી ફૂગ અને બેક્ટેરિયા આ જગ્યાએ વસાહત બનાવે છે અને આખા ફળને સડાવી નાખે છે. યુવાન ફળમાં ચેપ લાગવાથી ઘણાં ફળ ખરી પડે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ચેપગ્રસ્ત બીજની સામગ્રીની લસણના સંયોજન અને ગરમ પાણી (૫૦° સે)થી ૩૦ મિનિટ સુધી સારવાર કરી શકાય છે. ગ્રીનહાઉસમાં, ડિહ્યુમિડિફાયર્સ દ્વારા રાત્રે ભેજનું પ્રમાણ (૮૦-૯૦%) નિયંત્રિત કરીને પાંદડા પર આ ખૂણિયા ડાઘનાં રોગની શક્યતાને ઘટાડી શકાય છે. જૈવિક નિયંત્રણ પરિબળ Pentaphage અસરકારક રીતે P. syringaeને મારી શકે છે. જૈવિક કોપર ફૂગનાશક પણ આ રોગના ફેલાવાને ઓછો કરી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. કોપર હાઇડ્રોક્સાઇડ ધરાવતા જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય છે અને પર્ણસમૂહ ભીનાં હોય ત્યારે તેની સારવાર સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. ગરમીનાં દિવસોમાં પર્ણસમૂહ શુષ્ક હોય ત્યારે આ પાણી છાંટવાથી છોડને ઇજા થાય છે. રોગના નિયંત્રણ માટે અઠવાડિયે એકવાર તેને છાંટી શકાય છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો Pseudomonas syringae બેક્ટેરિયાના કારણે થાય છે, જે તમામ કુકુરબીટ પાકને સંક્રમિત કરી શકે છે. તેઓ ચેપગ્રસ્ત બીજ અથવા જમીન પર છોડના કચરામાં ૨ વર્ષથી વધુ સમય સુધી જીવી શકે છે. જ્યારે ભેજનું પ્રમાણ ઊંચું હોય છે, ત્યારે ચેપગ્રસ્ત ભાગો પર પારદર્શક કે સફેદ રંગનાં ચીકણાં બેક્ટેરિયલ પ્રવાહીનાં ટપકાં જોવા મળે છે. આ બેક્ટેરિયા કામદારોના હાથ અને સાધનસામગ્રી, જંતુઓ, અથવા પાણી કે પવન દ્વારા એક છોડમાંથી બીજા છોડમાં ફેલાઈ શકે છે. આખરે, બેક્ટેરિયા પાંદડાની સપાટી (stomata) પર હાજર છિદ્રો દ્વારા છોડમાં પ્રવેશ કરે છે. જ્યારે ફળને ચેપ લાગે છે, ત્યારે બેક્ટેરિયા ફળનાં માંસની અંદર ઊંડે ઉતરે છે અને બીજને ચેપ લગાડે છે. આશ્ચર્યજનક રીતે, તમાકુ નેક્રોસિસ વાયરસથી પાંદડાઓને લાગતો ચેપ આ ખૂણિયા ડાઘ કરનાર બેક્ટેરિયા સામે ચોક્કસ ડિગ્રી સુધી છોડને રક્ષણ આપે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સ્રોતોમાંથી આવતાં બીજનો ઉપયોગ કરો.
  • જો ઉપલબ્ધ હોય તો, રોગ પ્રતિકારક જાતો પસંદ કરો.
  • ફુવારા સિંચાઈ પદ્ધતિની જગ્યાએ ફરો સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો અને વધુ પાણી ન આપો.
  • વાવણી માટે સારી રીતે પાણી નીકળી જાય તેવી જગ્યાની પસંદગી કરો.
  • ઓછામાં ઓછા ૨ વર્ષથી કાકડી જેવા વેલાવાળા શાકભાજી વાવેલાં ન હોય તેવા ખેતરમાં પાક અને બીજ ઉત્પાદન, બંને માટે વાવણી કરો.
  • ચેપગ્રસ્ત વિસ્તારોમાં ઓછામાં ઓછા ૩ વર્ષ સુધી આ પાક વાવશો નહીં.
  • ચેપગ્રસ્ત અથવા શંકાસ્પદ છોડની સામગ્રીને દૂર કરી તેનો નાશ કરો (ઉદાહરણ તરીકે, તેને બાળી નાખો).
  • રોગના સંકેતોની હાજરી ચકાસવા માટે ખેતરની નિયમિતપણે દેખરેખ રાખો.
  • ખેતરમાં કામ કર્યા પછી સારી રીતે સાધનો સાફ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો