Xanthomonas campestris pv. campestris
બેક્ટેરિયા
મોટાભાગના કિસ્સામાં ઉનાળાના અંત ભાગમાં જ કોબીજ ના પાંદડા ઉપર નુકસાન દેખાય છે. પાંદડા ની કિનારી ઉપર પીળા રંગના, ફાચર આકારના પટ્ટાઓ એ મુખ્ય લક્ષણ છે, જે પાછળથી પાંદડાની અંદરની તરફ અને થડમાં નીચેની તરફ આગળ વધે છે. આ લક્ષણ કાળા રંગના સડાને ફ્યુસિરિયમ કરમાશથી અલગ પાડે છે, જેમાં લક્ષણો જમીનના સ્તરથી થડમાં ઉપરની તરફ આગળ વધે છે. જેમ જેમ રોગ વધે છે, પાંદડાનો પીળાશ પડતો ભાગ મોટો થાય છે અને પેશીઓના નાશ થવાના કારણે કથ્થાઈ રંગનો બને છે. રોગના અંતિમ ચરણમાં, પાંદડાની નસો કાળા રંગની બને છે, અને તેથી જ આ રોગનું આવું નામ છે. છેવટે, પાંદડા ખરી પડે છે. રોગ પેદા કરતા જીવાણુ થડમાં દાખલ થાય છે અને વાહક પ્રણાલી દ્વારા ફેલાય છે, જે ક્યારેક જમીનની સપાટી પાસે કાપવામાં આવે તો કાળા રંગના વિકૃત વર્તુળાકાર તરીકે જોવા મળે છે.
રોપાઓની સામગ્રીને 50° C પર 30 મિનિટ માટે ગરમ પાણીથી સારવાર આપી રોગમુક્ત કરવાની ભલામણ કરવામાં આવે છે. આ સારવાર કાળા રંગના સડાના રોગ સામે 100 ટકા અસરકારક નથી પરંતુ રોગની અસરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. બીજનો અંકુરણ દર ઘટી શકે છે, આ તેની ખામી છે.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ખેતરમાં દૂષણ અટકાવવા માટે બીજને ગરમ પાણીથી સારવાર આપવી ખૂબ જ અસરકારક રહે છે. દર સાત કે દસ દિવસે પાંદડાંને કોપર આધારિત ફૂગનાશકથી સારવાર આપવાથી પણ રોગનો ફેલાવો મંદ પડે છે. કમનસીબે, આ સારવારથી કોબીજ ના બાહ્ય પાંદડા પર કાળા ટપકાંનો વિકાસ થઇ શકે છે.
ભૂમિ જન્ય બેક્ટેરિયમXanthomonas campestris ના કારણે લક્ષણો નિર્માણ થાય છે, જે ચેપગ્રસ્ત પાકના કચરામાં અથવા બીજમાં બે વર્ષ સુધી અથવા બ્રેસિકા પરિવારના નિંદણમાં લાંબા સમય સુધી ટકી રહે છે. તે કોબીજના પરિવારના ઘણા શાકભાજીને અસર કરે છે (બ્રોકોલી, ફૂલગોબી, રતાળુ, મૂળો, કોહલરાબી સહિત). પાણીના છાંટા દ્વારા બેક્ટેરિયા તંદુરસ્ત છોડ ઉપર ફેલાય છે અને જુદા જુદા માર્ગે તથા અન્ય જખ્મો મારફતે પેશીઓમાં દાખલ થાય છે. એકવાર છોડને અસર થયા બાદ, આ રોગ ઝડપથી અન્ય કોબીજમાં ફેલાય છે. જો માટી અથવા બિયારણ ચેપગ્રસ્ત હોય તો ક્યારીમાં વધતા છોડ પર પ્રારંભમાં જ લક્ષણો જોવા મળ્યા હશે. ભેજનું ઊંચું પ્રમાણ અને 25-30° સે વચ્ચેનું તાપમાનવાળી પર્યાવરણીય પરિસ્થિતિ બેક્ટેરિયા અને તેના ચેપની પ્રક્રિયાને માટે સાનુકૂળ રહે છે. બેકટેરિયાનો અન્ય છોડ પર ફેલાવો થવા માટે ગીચતા પૂર્ણ કરેલ વાવેતર અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડે છે. આ અવસ્થામાં, ખેતીની ઉપજ 75-90% સુધી ઘટી શકે છે.