PEMV
વાયરસ
પાંદડાની નીચલી બાજુ પર ખાડા જેવો ભાગ દેખાવો એ મુખ્ય લક્ષણ છે. રોગના કણોનો ભરાવો થયાના 5-7 દિવસ બાદ ઉપરની તરફ આવેલા પાંદડા નીચેની તરફ વળે છે. ત્યાર બાદ તેની નસ સુકાય છે અને પાંદડાની સપાટી પર અનિયમિત પીળા કણો અને નાના કદના અનિયમિત અર્ધપારદર્શક ડાઘનો વિકાસ થાય છે. શીંગના કદ અને ગુણવત્તા પર ગંભીર અસર થાય છે, જેથી ઉપજને નુકસાન થાય છે.
વાવેતર માટે પ્રતિકારક્ષમ જાતોનો ઉપયોગ કરો. એફિડની વસતીને નિયંત્રિત કરવા માટે પીળા ચીપકું ફાંસા નો ઉપયોગ કરો. એફિડની વસતીને ઘટાડવા માટે સરહદ પર મકાઈ, જુવાર અથવા બાજરી જેવા ઉંચા પાકનું વાવેતર કરો.
હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો એફિડ વસ્તીનું નિરીક્ષણ કરો અને યોગ્ય સમય પર પ્રમાણિત જંતુનાશકો લાગુ કરો.
મોઝેઇક વાયરસ (લ્યુટોવિરિડે) ના કારણે નુકસાન થાય છે અને તે એફિડ્સ (એસીરીથોસિફન પિસમ અને માયઝસ ઓર્નાટસ) દ્વારા અનિયમિત રીતે ફેલાય છે. વાયરસનો ફેલાવો કરવામાં પુખ્ત વયના કીડા કરતા બાળ કિડાં વધુ કાર્યક્ષમ હોય છે. રોગની તીવ્રતા યજમાન છોડ અને વાતાવરણની પરિસ્થિતિ પર આધાર રાખે છે.