બટાટા

બટાકાનો એસ વાયરસ

PVS

વાયરસ

ટૂંકમાં

  • પાંદડા તામ્ર રંગના અને વિકૃત બનવા.
  • પાંદડા પર ઝીણા ટપકા નિર્માણ થવા.

માં પણ મળી શકે છે

1 પાક

બટાટા

લક્ષણો

વાયરસના લક્ષણો યજમાન, પર્યાવરણીય પરિસ્થિતિઓ સહિતના અનેક પરિબળો પર આધાર રાખીને ખૂબ જ બદલાઇ શકે છે. મોટાભાગની પ્રજાતિમાં, વાયરલ ચેપ લક્ષણો વિહીન રહે છે. જ્યારે વૃદ્ધિના શરૂઆતના તબક્કામાં ચેપ લાગે ત્યારે કેટલીક જાતોમાં નસો થોડી ઊંડે ઉતરેલી, ખરબચડાં પાંદડાં, વધુ ખુલ્લો વિકાસ, કાબરચીતરી આંખ, પાંદડાં પર તામ્ર અથવા નાના સુકાયેલ (કાળા) ટપકાં દેખાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

એફિડ માટેના શિકારી અસંખ્ય છે અને તેને ખેતીની સારી પધ્ધતિ દ્વારા પ્રોત્સાહિત કરવા જોઈએ. પાણી અને ડિટર્જન્ટના થોડા ટીપાંના મિશ્રણ સાથે છોડના પાંદડા પર હળવો છંટકાવ કરીને પણ એફિડને દૂર કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જોકે વાયરસનો રસાયણો દ્વારા સીધો ઉપચાર શક્ય નથી, છતાં પરિવહન કરતાં વાહકોને, મુખ્યત્વે એફિડ, એક ચોક્કસ સ્તર સુધી નિયંત્રિત કરી શકો છો. એફિડ અને તેના શક્ય રાસાયણિક નિયંત્રણ માટે ડેટાબેઝને તપાસો. અમારા ઉત્પાદનની શીટમાં એફિડ માટેના જંતુનાશકો આપવામાં આવેલ છે.

તે શાના કારણે થયું?

પોટેટો એસ વાયરસ, કે જે કાર્લાવાયરસ છે, તેનાથી નુકસાન થાય છે. તે મુખ્યત્વે એફિડ દ્વારા અનિયમિતરીતે ફેલાય છે. તે મશીનરી, સાધનો અને ખેતરમાં ચાલવાથી છોડને થતાં નુકસાન દ્વારા પણ યાંત્રિક રીતે ફેલાઈ શકે છે. અંતરની દ્રષ્ટિએ એફિડ દ્વારા થતું વહન સૌથી વધુ કાર્યક્ષમ ફેલાવો છે. મોસમમાં પાછળથી છોડ પીએસવી માટે પ્રતિકારક્ષમ હોય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રમાણિત પ્રતિકારકક્ષમ જાતોની વાવણીની સામગ્રીનો ઉપયોગ કરવો.
  • નર્સરી ને વાહક જંતુઓથી મુક્ત રાખો.
  • ખેતરમાં યાંત્રિક રીતે ફેલાવો અટકાવવા, સ્વચ્છતા માટેની સારી આદતો કેળવો.
  • અસરગ્રસ્ત છોડ તેમજ કોઈપણ પ્રકારના વૈકલ્પિક યજમાન છોડને(નીંદણ) દૂર કરો અને તેનો નાશ કરો.
  • શંકાસ્પદ બટાકાની સામગ્રીનું અન્ય ખેતરોમાં પરિવહન ન કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો