CLCuV
વાયરસ
આ વાયરસનું મુખ્ય લક્ષણ એ પાંદડાનું ઉપરની તરફ વળવું એ છે. વધારામાં, પાંદડાની નસો જાડી અને ઘાટી થઈ શકે છે અને પાંદડાની નીચે, સામાન્ય રીતે પાંદડાના આકારમાં વધારાનો વિકાસ (enactions) થાય છે. ફૂલની કળીઓ બંધ રહે છે અને પછી બોલની સાથે ખરી શકે છે. જો છોડને ઋતુની શરૂઆતમાં ચેપ લાગ્યો હોય, તો તેમનો વિકાસ અટકી જાય છે અને ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
સફેદ માખીઓની વસ્તીને સામાન્ય રીતે કુદરતી શત્રુઓ (દા.ત. લેસવિંગ્સ, મોટી આંખોવાળા ખટમલ, મિનિટ પાઇરેટ બગ) દ્વારા નિયંત્રિત કરી શકાય છે, તેથી રાસાયણિક જંતુનાશક દવાઓનો મોટા પ્રમાણમાં છંટકાવ કરીને તેમને મારવાની ગણતરી ન રાખો. લીમડાના તેલ અથવા પેટ્રોલિયમ આધારિત તેલનો છોડ અને ખાસ કરીને પાંદડાઓની નીચેના ભાગમાં છંટકાવ કરી શકાય છે. તાજેતરના સંશોધન દ્વારા જૈવિક નિયંત્રણ ઉપાયો જેવા કે ફાયદાકારક આઇસોલેટેડ બેક્ટેરિયલ સ્ટ્રેન્સ (બેસિલસ, સ્યુડોમોનાસ અને બુર્કોલ્ડરિયા) વાયરસની ઘટનાઓને ઘટાડવાના સાધન તરીકે ઉપયોગી હોવાની સંભાવના નોંધવામાં આવી છે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કપાસના પાંદડાને વાળી નાખનાર વાયરસને રોકવા અથવા ઘટાડવા માટે કોઈ જાણીતી પદ્ધતિઓ નથી. ઇમાડાક્લોપ્રિડ અથવા ડાયનોટેફ્યુરાન જેવા જંતુનાશકોના રૂપમાં રાસાયણિક નિયંત્રણનો ઉપયોગ સફેદ માખીઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે. જો કે,જંતુનાશકનો સાવધાની સાથે ઉપયોગ કરવો જોઇએ, કારણ કે જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવાથી ઘણી સફેદ માખીઓની પ્રજાતિઓમાં તે જંતુનાશક માટે પ્રતિરોધ પેદા થાય છે. આવા બનાવની સંભાવના ઘટાડવા માટે, અલગ અલગ જંતુનાશક દવાઓનો વારાફરતી ઉપયોગ કરો.
કપાસમાં પાંદડા વાળી નાખનાર વાયરસ મુખ્યત્વે સફેદ માખીઓ દ્વારા ફેલાય છે. આ રોગનો ફેલાવો એ પવન પર આધારિત છે કારણે કે સફેદ માખીઓ પવનના કારણે દૂર સુધી પ્રસરી શકે છે. ઋતુની મધ્યથી અંત સુધીમાં સફેદ માખીઓ સૌથી સમસ્યારૂપ છે. આ રોગ અન્ય આશ્રયસ્થાનો જેમ કે ઝાડ સાથે પણ સંકળાયેલ છે. આ રોગ બીજ-જન્ય ન હોવાથી વૈકલ્પિક યજમાનો (જેમ કે તમાકુ અને ટામેટા) તથા નીંદણ ઉપર પણ જમીનમાં જળવાઈ રહે છે. કેટલાક વધારાના પરિબળો જે આ રોગના વિકાસને સમર્થન આપી શકે છે તેમાં વરસાદ, ચેપગ્રસ્ત રોપાઓ અને નીંદણની હાજરીનો સમાવેશ થાય છે. ૨૦-૩૦º સેલ્શિયસ તાપમાનના ગાળા હેઠળ આ વાયરસ ફેલાવવાની સંભાવના પણ વધારે હોય છે. નર્સરીમાં, કપાસના છોડને રોપા અને વૃદ્ધિ તબક્કા દરમિયાન ચેપ લાગવાની સંભાવના સૌથી વધુ હોય છે.