ચોખા

ચોખામાં ઘાસવાળા સ્ટંટ વાયરસ

RGSV

વાયરસ

ટૂંકમાં

  • પાનાનું પીળા પડવુ, ઘાસ જેવું દેખાવું, એકદમ સીધો અથવા અટકેલ વિકાસ, પાંદડા ઉપર કાળા ટપકાં.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

ચોખાના પાકને તમામ વિકાસના તમામ તબક્કામાં અસર થઇ શકે છે પરંતુ વનસ્પતિ વૃદ્ધિના સમયગાળા દરમિયાન સૌથી વધુ સંવેદનશીલ હોય છે જેને ખેતી તરીકે ઓળખવામાં આવે છે. સૌથી વધારે સામાન્ય લક્ષણોમાં ગંભીર રીતે વૃદ્ધિ અટકી જવી, વધુ પડતી ખેતીને કારણે ઘાસવાળુ પાસુ અને છોડનો સીધો જ ઉપર તરફ વિકાસ છે. પાંદડા ટૂંકા, સાંકડા, ફીક્કા લીલા અને પીળા હોય છે. તેનેો દેખાવ ડાઘાવાળો છે. નજીકથી જોતા ઘણા ઘાટા બદામી અથવા કાટ જેવા રંગના ડાઘા અથવા પાનની સપાટી પર ચીરા જોવા મળે છે. ઘણી વખત તે આખા પાંદડાને આવરી લે છે. જ્યારે રોપાઓના તબક્કામાં જ ચેપ લાગે તો છોડ ભાગ્યે જ પુખ્ત થાય છે. પાછળના તબક્કામાં ચેપ લાગ્યો હોય તો છોડ પરિપકવ થાય છે પણ સામાન્ય રીતે ડૂંડામાં ઘટાડો થાય છે આ રીતે ઉત્પાદન પર અસર થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

વાયરલ રોગોની સીધી સારવાર શક્ય નથી. લીમડાના બીજકણનો બદામી પ્લાંથોપર્સની વસ્તીને ઘટાડવા માટે મદદ કરી શકે છે અને તેથી આરજીએસવીના ફેલાવાને દબાવવામાં મદદ કરી શકે છે. પ્લેયથોપર્સના કુદરતી દુશ્મનોમાં પાણી સ્ટ્રાઇડર્સ, મિરીડ માંકડ, કરોળિયા અને વિવિધ ભમરા અને માખીઓ જે ઇંડા ખાઇ જાય છે આ બધાનો સમાવેશ થાય છે. બિયારણ વાવેલા ખેતરને એક દિવસ પાણીથી ભરી કાઢવુ જેથી કીટકો તણાઇ જાય, આ રીતે પણ બદામી પ્લાંથોપર્સ કાબુમાં રાખી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. વાયરલ રોગોની સીધી સારવાર શક્ય નથી, પરંતુ જો પ્લાંથોપર્સની ગંભીર સંખ્યા મળી આવે તો જંતુનાશકનો ઉપયોગ કરી શકાય છે. એબેમેક્ટીન, બુપ્રોફેઝિન અને એટોફેનેપ્રોક્સ પર આધારિત ઉત્પાદનો વાપરવા. જ્યાં સમગ્ર વર્ષ ચોખા ઉગાડવામાં આવે છે એવા વિસ્તારમાં રોગના વાહકોની વસ્તનુ નિયંત્રણ જંતુનાશકોથી કરવુ હંમેશા સફળતાપૂર્વકનું હોતુ નથી.

તે શાના કારણે થયું?

આ વાયરસ નિલાપારવાટા (એન. લુંગેન્સ, એન. બકેરી અને એન. મુરી) ની જાતોમાં બદામી પ્લાન્ટહોપર્સ દ્વારા ફેલાય છે. નાના અને પુખ્ત બંન્ને કિટકો લાંબા સમય સુધી વાયરસને લઈ જવાની ક્ષમતા ધરાવે છે.અને તેથી આ નવા નવા છોડવાઓને સાતત્યપૂર્ણ અને એકધારી રીતે ચેપ લગાડે છે. જો કે, પ્લાન્ટહોપર્સને ચેપી છોડ ઉપર ઓછામાં ઓછા 30 મિનિટ માટે વાયરસને લેવા માટે ખાવુ પડે છે. આ રોગ મુખ્યત્વે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં, ચીન, જાપાનમાં અને તાઇવાન, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને ભારત ભરમાં જોવા મળે છે, ખાસ કરીને એવા જ્યાં ચોખાનું મોનોકલ્ચર થતુ હોય તેવા વિસ્તારમાં જોવા મળે છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં, વાયરસ ચોખાના ચીથરેહાલ સ્ટંટ વાયરસ સાથે એકસાથે સહ-સંક્રમિત કરી શકે છે, જે એન. લોગન્સ દ્વારા પણ વહનથી પણ અસર થાય છે અને ગંભીર નુકસાન થાય છે.


નિવારક પગલાં

  • રોગ અને/અથવા જંતુના ચિહ્નો માટે નિયમિત રીતે ખેતરોનુ નિરીક્ષણ કરો.
  • સૂર્યપ્રકાશને છોડના આધાર સુધી પહોંચી શકે તે માટે રોપણીમાં જગ્યા વધારો.
  • તમારા પડોશીની સાથે જ છોડવાઓ રોપો જેથી કિટકનો ટોચનો વસ્તી વધારો નિવારી શકાય.
  • તેમના હુમલા સામે પ્રતિકાર કરી શકે તેવી જાતોનો ઉપયોગ કરો.
  • ખાતર જરૂર પ્રમાણે જ આપો.
  • ખેતરમાં અને આજુબાજુ ઘાસ-કચરો દૂર કરો અને તેનો નાશ કરો.
  • વધારે પડતા જંતુનાશકોનો ઉપયોગ ન કરો કે લાભકારી કિટકોને અવળી અસર કરે.
  • લણણી પછી સાંઠા દૂર કરો અને તેને ખેતરની બહાર તેનો નાશ કરો.
  • ચેપવાળા સાંઠા ઉપર ઉંડી ખેડ કરો જેથી તે વિખરાઇ જાય અને કિટકોનું સાયકલ તૂટી જાય.
  • ચેપ ન લાગે તેવા પાકો સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો