કેપ્સિકમ અને મરચાં

મરચી ના પાદડાં ને વાળતા વિષાણુ

CLCV

વાયરસ

ટૂંકમાં

  • પાદડાં ઉપર ની કિનારી તરફ વળે છે.
  • નસો પીળી પડે છે.
  • પાદડાં નુ કદ ઘટે છે.
  • જૂના પાંદડા ચામડા જેવા અને બરડ બની જાય છે.
  • છોડ નો વિકાસ અટકે છે.
  • ફળો ના ઝુમખા નાના કદના બને છે.

માં પણ મળી શકે છે


કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

મરચાના પાદડાં ને વાળતા વિષાણુના લક્ષણો પાંદડા ઉપર ની તરફ વળે, નશો પીળી પડે અને પાંદડા નું કદ ઘટે છે તેના દ્વારા જોઈ શકાય. વધુમાં અંદરની ગાંઠો અને પાંદડાના ડીટાં સંકોચાઈને નસો ફૂલી જાય છે. જૂના પાંદડા ચામડા જેવા અને બરડ બની જાય છે. જો છોડ ને મોસમ ની શરૂઆતમાં ચેપ લાગશે તો તેમની વૃદ્ધિ, અટકશે પરિણામે ઉપજમાં નોંધપાત્ર ઘટાડો આવે છે. સંવેદનશીલ વાવેતરમાં ફળની રચના પ્રારંભિક અને વિકૃત હોય છે. વિષાણુથી, કાંટા અને જીવાતના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાથી થતા નુકસાન સમાન જ લક્ષણોનું નિર્માણ થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

રોપાઓને કાચા ગાયના દૂધ (૧૫%) સાથે ૨૦ મિનિટ સુધી સારવાર કરો અને ત્યારબાદ તેમને એક ઠેકાણેથી ઉખાડીને બીજે ઠેકાણે મૂકો. સફેદ માખીઓની વસ્તી સામાન્ય રીતે લેસિંગ્સ, મોટા-આંખોવાળા કીડા અને મિનિટ પાઇરેટ બગ્સ જેવા કુદરતી દુશ્મનો દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ૨૦ લિટર પાણીમાં ૫ ચમચી સાબુ મિક્સ કરો અને સફેદ માખી ઓને નિયંત્રણમાં રાખવા માટે આ મિશ્રણને અઠવાડિયામાં। બે અઠવાડિયા ના અંતરમાં છાંટો.ખાતરી કરો કે તેલ છોડને સારી રીતે આવરી લે છે, ખાસ કરીને પાંદડાની નીચેની બાજુ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક ઉપચાર સાથે નિવારક પગલાં સાથે સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં લો. મરચાંના પાદડાં ને વાળતા વિષાણુને રોકવા અથવા ઘટાડવા માટે કોઈ જાણીતી અસરકારક પદ્ધતિઓ મળી નથી. રાસાયણિક નિયંત્રણ પદ્ધતિઓ અનુસરો, જેમ કે ઇમિડાક્લોપ્રિડ અથવા ડાયનોટેફ્યુરાન.વેક્ટરને નિયંત્રિત કરવા માટે રોપતા પહેલા ઇમિડાક્લોપ્રિડ અથવા લેમ્બડા-સિહાલોથ્રિન સાથે રોપાઓ પર છંટકાવ કરો. જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ લાભદાયી જંતુઓને નુકસાન પહોંચાડશે અને ઘણી સફેદ માખી ની પ્રજાતિઓ પણ પ્રતિરોધક બનશે.આને રોકવા માટે, જંતુનાશકો વચ્ચે યોગ્ય પરિભ્રમણની ખાતરી કરો અને ફક્ત પસંદગીયુક્ત ઉપયોગ કરો.

તે શાના કારણે થયું?

બેગોમો વાઈરસના કારણે લક્ષણો નિર્માણ થાય છે, જે સામાન્યરીતે સફેદ માખીઓ દ્વારા ફેલાય છે. તેઓ આછા પીળા શરીર સાથે ૧.૫ મીમી લાંબી, મીણ જેવી સફેદ પાંખો, પીળું શરીર અને પાંદડાની નીચેની બાજુએ વારંવાર જોવા મળે છે. રોગનો ફેલાવો પવનની સ્થિતિ પર આધારિત છે, જે સૂચવે છે કે સફેદ માખીઓ ક્યાં સુધી મુસાફરી કરી શકે છે. મધ્યથી છેલ્લે સુધીની મોસમમાં સફેદ માખી સૌથી વધારે સમસ્યા ઊભી કરે છે. આ રોગ બીજજન્ય નથી તેથી વિષાણુ યજમાનો (જેમ કે તમાકુ અને ટમેટા ) અને નીંદણ દ્વારા જમીનમાં જ રહે છે. કેટલાક વધારાના પરિબળો કે જે રોગના વિકાસને સમર્થન આપી શકે છે તે છે તાજેતરનો વરસાદ, ચેપગ્રસ્ત પ્રત્યારોપણ અને નીંદણની હાજરી છે. નર્સરીમાં, મરચાંના છોડને બીજ અને વનસ્પતિના તબક્કા દરમિયાન ચેપ લાગવાની સંભાવના હોય છે.


નિવારક પગલાં

  • માત્ર વિષાણુ મુકત છોડ માંથી બીજ કાઢો અને ઉપલબ્ધ છોડ પ્રતિરોધક પ્રજાતિઓ નો ઉપયોગ કરો.
  • તમારા ખેતર ની આસપાસ અવરોધ વાળા પાક ની ઓછામાં ઓછી બે હરોળ બનાવો જેમ કે મકાઈ જુવાર અથવા મોતી બાજરી.સફેદ માખી ની વસ્તીને નિયંત્રિત કરો અને છોડ ઉપર નાયલોનની જાડી નાખીને છોડ નું રક્ષણ કરો.
  • નિયમિત રીતે દેખરેખ રાખો જેથી વળાંકવાળા પાંદડાં અને અટકેલા વિકાસ ના ચેપના લક્ષણો શરૂઆતમાં જ જાણી શકાય.
  • તમારા ખેતરમાં સફેદ માખીઓને આકર્ષિત કરે તેવા સંખ્યાબંધ ચીટકી જાય તેવા પીળા ફંદા અથવા શીટ્સ મૂકો.
  • છોડને જાળી નીચે ઉગાડી જંતુઓને નિયંત્રિત કરો, જે છોડ પર થતી સફેદ માખી ને પણ નિયંત્રિત કરે છે.ખેતર અને તેની આસપાસ નીંદણ ના હોય તેની ખાતરી કરો.
  • ચેપ વાળા છોડ ને ભેગા કરી, બાળી તેનો નાશ કરો.
  • લણણી પછી ઊંડી ખેડ કરો અથવા બધા છોડના કાટમાળને બાળી નાખો.
  • મિશ્રિત પાક લઇ લાભદાયક જંતુઓને પ્રોત્સાહન આપો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો