કપાસ

કપાસ પર બંચી ટોપ

Cotton Bunchy Top Virus

વાયરસ

ટૂંકમાં

  • નાના પાંદડા, ટૂંકી ડાળીઓ અને નાના બોલ (કપાસના કાલા).
  • પાંદડાની પેશીઓનું ચામડા જેવું અને બરડ બનવું.
  • મૂળિયાં રુવાંટીવાળા અને ઘાટા છીકણી રંગના દેખાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

પાંદડા સામાન્ય રીતે ટૂંકી ડાળીઓ ધરાવે છે અને કિનારીની આસપાસ નિસ્તેજ, આછા-લીલા કોણીય વિસ્તાર વિકસાવે છે. તંદુરસ્ત છોડ પરના પાંદડાની તુલનામાં તેઓ ચામડા જેવા અને બરડ દેખાય છે. પછીથી છોડ પર નાના પાંદડા, ટૂંકી ડાળીઓ અને નાના બોલ જોવા મળી શકે છે. જો ચેપ ખૂબ જ પ્રારંભિક તબક્કે લાગે છે (દા.ત. રોપા અવસ્થામાં), તો આખા છોડનો વિકાસ રૂંધાયેલો જોવા મળે છે. મૂળિયાં રુવાંટીવવાળા અને ઘેરા છીકણી રંગના (સામાન્ય રીતે આછા પીળા છીકણી રંગના) દેખાય છે અને મૂળ શાખાઓ પર નાની ગાંઠ જોવા મળે છે. અસરગ્રસ્ત છોડમાં બોલની સંખ્યા ઓછી થાય છે અને આખરે ઉપજ પણ ઓછી થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

એફિડના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે લાભકારક જંતુઓ, જેમ કે શિકારી લેડીબગ્સ, લેસવિંગ્સ, સોલ્જર ભૃંગ અને પરોપજીવી ભમરીઓ મહત્વની ભૂમિકા નિભાવે છે. ઓછા ઉપદ્રવના કિસ્સામાં, છોડજન્ય તેલ આધારિત અથવા કોમળ જંતુનાશક સાબુ પર આધારિત સંયોજનનો ઉપયોગ કરો. જ્યારે હવામાન ભેજયુક્ત હોય છે, ત્યારે એફિડ્સ ફંગલ રોગો માટે ખૂબ સંવેદનશીલ બને છે. અસરગ્રસ્ત છોડ પર સાદા પાણીનો છંટકાવ પણ એફિડસને દૂર કરી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. સાયપરમેથ્રિન અથવા ક્લોરપાયરિફોઝ ધરાવતા જંતુનાશકોનો ઉપયોગ એફિડ્સ સામે સ્પ્રે તરીકે થઈ શકે છે. પ્રતિકારના વિકાસને ટાળવા માટે જુદા જુદા ઉત્પાદનોનો છંટકાવ કરવો જોઈએ.

તે શાના કારણે થયું?

આ લક્ષણો કપાસમાં બંચી ટોપ વાયરસના કારણે થાય છે, જે ફક્ત છોડની પેશીઓમાં જ જીવી શકે છે. એફિડ ગોસિપી દ્વારા તેનો ફેલાવો થાય છે. ચેપ લાગવાથી લક્ષણો દેખાય તે પ્રક્રિયાનો સમયગાળો સામાન્ય રીતે ૩-૮ અઠવાડિયાનો હોય છે. એફિડનો વધારે ઉપદ્રવ ધરાવતા ખેતરમાં આ વાયરસનું સૌથી વધુ જોખમ હોય છે. અગાઉની ઋતુના ટકી રહેલા છોડ કે તેના મૂળ એફિડ અને અન્ય રોગ માટે યજમાન તરીકે કાર્ય કરે છે, અને નવી ઋતુમાં ચેપનો સ્રોત બને છે. એફિડના પ્રજનન, પોષણ અને ફેલાવા માટે આબોહવાની પરિસ્થિતિઓ પણ જવાબદાર છે.


નિવારક પગલાં

  • લણણી બાદ અને વાવણી પહેલા ખેતરમાંથી પાકના કચરાને સંપૂર્ણ રીતે સાફ કરી તેનો નાશ કરી દો અને ખેતર ખેડી બધો કચરો દૂર કરો.
  • ખેતર અને આસપાસના વિસ્તારમાંથી નીંદણ દૂર કરો.
  • એફિડ્સ સામે રસાયણિક ઉત્પાદનોનો વધુ પડતો ઉપયોગ ટાળો, કારણ કે આમ કરવાથી તેમનામાં પ્રતિકારનો વિકાસ થાય છે.
  • એફિડ્સની તપાસ કરવા માટે નિયમિતપણે કપાસના યુવાન છોડનું નિરીક્ષણ કરો અને ખેતરમાં હાજર એફિડનું મૂલ્યાંકન કરો.
  • કીડીઓની વસ્તીને નિયંત્રિત કરો કારણ કે તે એફિડનું રક્ષણ કરે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો