અન્ય

તડબૂચમાં મોઝેક વાયરસ

WMV

વાયરસ

ટૂંકમાં

  • પાંદડા પર પ્રણાલીગત મોઝેક પેટર્ન અથવા ડાઘ.
  • પાંદડાઓની ક્ષતિગ્રસ્ત રચના.
  • તડબૂચ પર ઘાટા લીલા ડાઘ.

માં પણ મળી શકે છે

4 પાક
કારેલા
કાકડી
તરબૂચ
કોળુ

અન્ય

લક્ષણો

રોગના લક્ષણો પાકનાં પ્રકાર, ચેપનો સમયગાળો અને પર્યાવરણીય પરિસ્થિતિઓ જેવા પરિબળો પર આધાર રાખે છે. આ ઉપરાંત, અન્ય વાયરસ સાથે મિશ્ર ચેપ લાગી શકે છે, જેમ કે કાકડીમાં મોઝેક વાયરસ અને ઝુકીચીની પીળો મોઝેક વાયરસ, આ કારણે લક્ષણો દેખાતાં નથી અથવા અલગ પ્રકારનાં લક્ષણો દેખાય છે. મોટેભાગે તેઓને પાંદડા પર પ્રણાલીગત મોઝેક અથવા ડાઘવાળી પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પેશીઓ પર ઉપસેલો ભાગ જોવા મળે છે અને પાંદડા પર અલગ અલગ પ્રમાણમાં રંગવિહીનતા જોવા મળે છે. ફળોમાં રંગ વિભાજન એ મુખ્ય લક્ષણ છે. તડબૂચ પર ઘાટા લીલા રંગનાં અથવા રંગવિહીન ડાઘ દેખાય છે, ઉદાહરણ તરીકે સ્ટ્રો જેવી રંગીન સપાટી ધરાવતા ફળો પર. વટાણામાં પાંદડા પરનાં ડાઘ નેક્રોસીસમાં ફેરવાય છે. પાંદડા પર થતાં નુકસાનના કારણે આ વાયરસથી પણ પાકના વૃદ્ધિ દર અને ઉપજમાં ઘટાડો જોવા મળે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ખનીજ તેલના છંટકાવથી વાયરસ અને તેના પરિવહનમાં ઘટાડો નોંધાયો છે, તેથી તે અસરકારક ઉપાય સાબિત થઇ શકે છે. એફિડના ઘણા કુદરતી શિકારીઓ છે, સારી રીતે પાક ઉગાડવા માટે તેમની કાળજી લઈ શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જોકે આ વાયરસની રસાયણ દ્વારા સીધી સારવાર શક્ય નથી પરંતુ તેના મુખ્ય પરિવાહક એફિડની વસ્તીને અમુક હદ સુધી નિયંત્રણમાં લઈ શકાય છે. જોકે, ઘણીવાર એફિડ સામે રક્ષણ આપતાં બહુ ઓછા જંતુનાશકો ઉપલબ્ધ હોય છે. એફિડના રસાયણિક ઉપચાર માટે તેની માહિતીને ચકાસો.

તે શાના કારણે થયું?

આ અવનવાં લક્ષણોનું કારણ તડબૂચમાં મોઝેક વાયરસ હોઈ શકે છે. તે બીજજન્ય ન હોવાના કારણે બીજ દ્વારા ફેલાતો નથી, પરંતુ અન્ય ઘણી બધી રીતે ફેલાઈ શકે છે જેમ કે વેક્ટર(મુખ્ય એફિડ) અથવા કોઈ વ્યક્તિ કે સાધન સાથે ભૌતિક સંપર્ક વગેરે. છોડમાંથી રસ ચૂસતી વખતે એફિડને વાયરસ લાગે છે અને આ સંપર્કના થોડા કલાકોમાં એફિડ દ્વારા આ વાયરસનું અસતત રીતે અન્ય છોડ પર પરિવહન થાય છે. અન્ય મુખ્ય વૈકલ્પિક છોડમાં કુકુરબીટ સિવાય વટાણા અને આલ્ફાઆલ્ફાનો સમાવેશ થાય છે. વાયરસનું પરિવહન અસતત હોવાથી જંતુનાશકોનો ઉપયોગ અસરકારક પરિણામ આપતો નથી, માટે એફિડનું નિયંત્રણ કરતા ઉપાયો જ વધુ ઉપયોગી નીવડે છે. એકવાર ખેતરમાં વાયરસ લાગે પછી જંતુનાશક દ્વારા તેને ખતમ કરતા પહેલા મુખ્યત્વે તેનું પરિવહન અન્ય નવા છોડ પર થઇ ગયું હોય છે.


નિવારક પગલાં

  • ઘણા પાકોની રોગ પ્રતિકારક જાતો બજારમાં ઉપલબ્ધ છે, તેની વાવણી કરો.
  • એફિડની હાજરી અને રોગનાં લક્ષણોની હાજરી ચકાસવા માટે નિયમિતપણે ખેતરની દેખરેખ રાખો.
  • જૂના પાકોનો કચરો દૂર કરો.
  • લાભકારક જંતુઓનો વિનાશ ટાળવા માટે જંતુનાશકોનો જરુરી માત્રામાં જ ઉપયોગ કરો.
  • ચીકણી પટ્ટીઓનો ઉપયોગ કરી એફિડની રક્ષા કરતી કીડીની વસ્તીઓને નિયંત્રણમાં રાખો.
  • ખેતર અને તેની આસપાસમાં નીંદણ અને આલ્ફાઆલ્ફાને નિયંત્રિત કરો.
  • એફિડથી રક્ષણ મેળવવા અને તેના કારણે થતાં નુકસાનને રોકવા પ્લાસ્ટિક મલ્ચનો ઉપયોગ કરો.
  • એફિડને બીજા છોડમાં ફેલાતું રોકવા માટે હરોળ પર આવરણ લગાડો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો