કઠોળ

તમાકુ સ્ટ્રીક વાયરસ

TSV

વાયરસ

ટૂંકમાં

  • પાંદડા પર મોઝેઇક પેટર્ન બનાવતા મોટા પીળા કે છીકણી ડાઘ.
  • પાંદડાની પીળી, જાડી અને વિકૃત નસો.
  • છોડના વિકાસનું રુંધાવું.
  • ઓછા ફૂલો, બોલનું ખરી પડવું અને છોડના ઘેરાવામાં કમી.


કઠોળ

લક્ષણો

શરૂઆતમાં, ચેપગ્રસ્ત છોડ નાના, અનિયમિત ક્લોરોટિક વિસ્તારો અથવા પાંદડા પર વિકૃતિકરણો વિકસાવે છે, જેનો વ્યાસ ૨-૫ મીમી હોય છે. સમય જતાં, તેઓ ૫-૧૫ મીમી વ્યાસ ધરાવતા મોટા કોણીય ક્લોરોટિક અથવા નેક્રોટિક ધબ્બા (પીળોથી ભૂરા)માં ફેરવાય છે, જે પાંદડા પર અનિયમિત મોઝેઇક પેટર્ન તરીકે દેખાય છે. પાંદડા નેક્રોટિક બની જાય છે અને અકાળે ખરી શકે છે, પરિણામે છોડનો ઘેરાવો ઓછો થાય છે અને વિકાસ રૂંધાય છે. ઓછા ફૂલ આવે છે અને બોલ પણ અકાળે ખરી જાય છે, જેનાથી ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ચેપગ્રસ્ત પાંદડાઓની નસો પીળી, જાડી અને વિકૃત થઈ જાય છે. નાના પાંદડા પર લક્ષણો વધુ જોવા મળે છે, જે તંદુરસ્ત પાંદડા કરતા રંગમાં પીળા દેખાય છે. ખેતરમાં અસરગ્રસ્ત વિસ્તારો સામાન્ય રીતે નિસ્તેજ લાગે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

તમાકુ સ્ટ્રીક વાયરસ સામે કોઈ સીધી જૈવિક સારવાર ઉપલબ્ધ નથી. જો કે, રોગના કારણો જેમ કે એફિડ્સ અને થ્રીપ્સના નિયંત્રણને ધ્યાનમાં રાખીએ તો ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. વાયરલ રોગોની સીધી સારવાર શક્ય નથી, પરંતુ થ્રિપ્સ, એફિડ્સ અને અન્ય કસ ચૂસી રહેલા જંતુઓને અમુક ડિગ્રી સુધી નિયંત્રિત કરી શકાય છે. વધુ માહિતી માટે થ્રિપ્સ અને એફિડ્સ સામેની રાસાયણિક સારવાર માટેના ડેટાબેઝને તપાસો, ઉદાહરણ તરીકે ફિપ્રોનિલ (૨ મિલી/લિ) અથવા થિઆમેથોક્સમ(thiamethoxam) (0.૨ ગ્રામ/લિ).

તે શાના કારણે થયું?

આ લક્ષણો જે વાયરસને કારણે થાય છે, તેના ઘણા યજમાન છોડ છે, જેમાં તમાકુ (એટલા માટે જ રોગના નામમાં સમાનતા છે), શતાવરીનો છોડ, સ્ટ્રોબેરી, સોયાબીન, સૂર્યમુખી શામેલ છે. વાયરસ બીજવાહક હોઈ શકે છે, તેથી ચેપનો પ્રાથમિક સ્ત્રોત ચેપગ્રસ્ત બીજ હોઈ શકે છે. એક છોડમાંથી છોડમાં રોગનું વહન ગૌણ સંક્રમણ અથવા કીટક (જેવા કે એફિડ અથવા થ્રીપ્સ) દ્વારા તથા ખેતરમાં કામ કરતી વખતે છોડને થયેલ યાંત્રિક ઇજા દ્વારા થઇ શકે છે. ઉપજ પર વાયરસના લક્ષણો અને અસરો છોડની વિવિધતા, પર્યાવરણીય પરિસ્થિતિઓ (તાપમાન અને ભેજ) અને જે વિકાસના તબક્કામાં ચેપ લાગ્યો છે તેના પર આધાર રાખે છે. એફિડ્સ દ્વારા અંતમાં લાગેલ ચેપ સામાન્ય રીતે બીજજન્ય ચેપ કરતા ઓછો તીવ્ર હોય છે.


નિવારક પગલાં

  • વિશ્વસનીય સ્રોતોમાંથી આવતી વાવેતરની તંદુરસ્ત સામગ્રીનો ઉપયોગ કરો.
  • કપાસના વાવેતરમાં સામેલ તમામ સાધનો સાથે કડક સ્વચ્છતાનું પાલન કરો.
  • રોગના કોઈપણ સંકેત અને એફિડ્સ કે થ્રીપ્સ જેવા લક્ષણોનું ધ્યાન રાખવા નિયમિતપણે તમારા છોડ અને ખેતરનું નિરીક્ષણ કરો.
  • ચેપવાળા છોડ અને તેમના કચરાને ખેતરમાંથી દૂર કરી, તેને બાળી કે દાટીને તેનો નાશ કરો.
  • ખેતરો વચ્ચે રોગનો ફેલાવો થવા દેશો નહીં.
  • તમાકુ સ્ટ્રીક વાયરસના વૈકલ્પિક યજમાનો જેવા કે શતાવરીનો છોડ, સ્ટ્રોબેરી, સોયાબીન, સૂર્યમુખી, લેટીસ, તમાકુ વગેરે રોપવાનું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો