MCMV
વાયરસ
વિવિધ સંકર / જાતો અને જે વૃદ્ધિના જે તબક્કામાં છોડને ચેપ લાગે છે તેના પર આધાર રાખીને રોગના લક્ષણોની તીવ્રતા અલગ અલગ હોય છે. રોગને પાંદડા પર અસંખ્ય, ઝીણા પીળાશ પડતાં ચાઠાં અને છટાઓ, જે પાંદડાંની શીરાને સમાન્તર વિકસે છે તેના દ્વારા દર્શાવી શકાય છે. જેમ જેમ તે વૃદ્ધિ પામે છે અને એકરૂપ થાય છે, તેઓ લાંબા પટ્ટાઓ, લીટીઓ અથવા પીળાશ પડતી પેશીઓના ચાઠાં નિર્માણ કરે છે , અને છેલ્લે પાંદડાનો નાશ થાય છે. ગાંઠો વચ્ચે ટૂંકા અંતર સાથે છોડનો વિકાસ અટકેલો દેખાય છે. નર ફૂલ ટૂંકા પુષ્પદંડ વાળા અને થોડા કાંટા સાથે વિકૃત દેખાવ ધરાવે છે. ખાસ કરીને સંવેદનશીલ છોડ અથવા વહેલા ચેપના કિસ્સામાં, ડૂંડાનો યોગ્ય રીતે વિકાસ થતો નથી અને છોડ દીઠ તે ઓછી સંખ્યામાં હોય છે.
આ વાઈરસ કારણે થતા રોગ માટે કોઈ સીધુ નિયંત્રણ શક્ય નથી. આ વાઇરસના બનાવ અટકાવવા માટે, પ્રતિરોધક જાતોનો ઉપયોગ એ શ્રેષ્ઠ પદ્ધતિ છે. ફૂદાં, કિડાં અથવા સૂક્ષ્મ જંતુ જે આ વાયરસના વાહક છે તેના જૈવિક નિયંત્રણ માટે ડેટાબેઝ તપાસો.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાઈરલ રોગોને સીધા રાસાયણિક ઉત્પાદનોથી સારવાર કરીને નિયંત્રિત કરી શકાતા નથી. જોકે, વાહક જંતુઓને જે વાયરસનું વહન કરે છે તેને જંતુનાશકોથી નિયંત્રિત કરી શકો છો.
રોગના લક્ષણો વાયરસ (એમ સી એમ વી) દ્વારા નિર્માણ થાય છે કે જે અનેક પ્રકારના જંતુઓ દ્વારા ફેલાઈ શકે છે: તીતીઘોડા, ફૂદાં અને સૂક્ષ્મ જીવાતોની કેટલીક પ્રજાતિ (ટેટ્રાનાયચસ) અને કીડા (ફ્રેન્કલીનિએલા એસપીપી). સામાન્ય રીતે ચેપગ્રસ્ત ખેતીની સામગ્રી મારફતે એમસીએમવી નો મકાઈ વિકસાવતા નવા પ્રદેશોમાં ફેલાવો થાય છે. એકવાર પ્રવેશ થયા બાદ, ઉપર જણાવેલ જંતુની ખાવાની પ્રક્રિયાને કારણે તંદુરસ્ત મકાઈ છોડ પર સતત ફેલાવો થાય છે. જયારે મકાઈનો પાક ન હોય ત્યારે પણ તે લાર્વાના તબક્કામાં ઠંડી દરમ્યાન ટકી રહે છે. તે બીજજન્ય રોગ હોવાનું માનવામાં આવતું નથી. જોકે યાંત્રિક ઘાવ મારફતે તેનો ફેલાવો શક્ય છે. ઊંચુ તાપમાન, છોડમાં તણાવ અને લાંબા સમય ગાળા માટે ભીનું હવામાન એ રોગના વિકાસની તરફેણ કરે છે.